scorecardresearch
Premium

કોવિશિલ્ડ વેક્સીન મામલો: એસ્ટ્રાઝેનેકાએ ગંભીર આડ અસરોના આરોપો વચ્ચે તમામ કોરોના રસી પરત મંગાવી

AstraZeneca recalls Corona vaccine: કોરોના વેક્સીન બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકાએ ભારત (India) સહિત વિશ્વભરમાંથી કોવિડ રસી (Covid) કોવિશિલ્ડ (covishield) પાછી મંગાવી, થોડા દિવસ પહેલા તેની આડઅસરની વાત કંપનીએ કોર્ટમાં કબૂલી હતી.

AstraZeneca recalls Corona vaccine
એસ્ટ્રાઝેનેકાએ કોવિડ રસી કોવિશિલ્ડ પાછી મંગાવી

AstraZeneca Corona Vaccine Covishield : કોરોના વેક્સીન કોવિશિલ્ડ બનાવતી દિગ્ગજ કંપની AstraZeneca એ બજારમાંથી તમામ રસીઓ પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. રસીકરણ બાદ લોકોમાં ગંભીર આડઅસરના મામલા સામે આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે. હવે કંપની વૈશ્વિક સ્તરે તેની તમામ રસીઓ પરત મંગાવી રહી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ રસી લગાવ્યા બાદ ગંભીર આડઅસરનો કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. જો કે, કંપનીએ બજારમાંથી રસી પરત મંગાવવા પાછળ બીજું કારણ આપ્યું છે.

ભારતમાં કોવિશિલ્ડના નામથી વેક્સીન વેચવામાં આવી રહી છે

AstraZeneca વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની છે. તે કોવિશિલ્ડના નામથી ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. કંપનીએ ભારતથી પણ તેની રસી પરત મંગાવી છે. ટેલિગ્રાફને ટાંકીને એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે, અમે વૈશ્વિક મહામારીને સમાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને અમને તેના પર ગર્વ છે.

અમારી રસીથી 6.5 મિલિયનથી વધુ લોકોના જીવ બચાવી શકાયા : એસ્ટ્રાઝેનેકાએ

કંપનીએ કહ્યું કે એક અંદાજ મુજબ, ફક્ત અમારી રસીના ઉપયોગના પ્રથમ વર્ષમાં 6.5 મિલિયનથી વધુ લોકોના જીવન બચાવી શકાયા છે અને વૈશ્વિક સ્તરે ત્રણ અબજથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – કોવિશિલ્ડ વેક્સીન થી હાર્ટ એટેક આવી શકે છે! AstraZeneca એ પહેલીવાર કબૂલી TTS ની વાત, જાણો શું છે આ બીમારી

કંપની સામે શું આરોપો હતા?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એક્ટ્રેજેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, તેની રસી લોહી ગંઠાવવું જેવી ગંભીર આડઅસર કરી શકે છે. AstraZeneca દ્વારા ઉત્પાદિત કોરોના રસી TTS – થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમનું કારણ હોવાનું નોંધાયું હતું. AstraZeneca દ્વારા બનાવવામાં આવેલ વેક્સેવરિયા નામની રસી યુકે સહિત ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી અને આ રસી દુર્લભ આડઅસરો માટે પણ તપાસ હેઠળ છે. ટીટીએસના કારણે યુકેમાં ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે.

Web Title: Astrazeneca recalls covid corona vaccine covishield km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×