scorecardresearch
Premium

Arvind Kejriwal Interview : દારૂ કૌભાંડ, જેલ યાત્રા અને ઓપરેશન ઝાડુ, કેજરીવાલે આપ્યા દરેક સવાલના જવાબ

Arvind Kejriwal Interview : અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2024 માટે દિલ્હીમાં મતદાન થાય તે પહેલા ઈન્ટરવ્યૂમાં દારુ કૌભાંડ, જેલ યાત્રા, ઓપેરેશન ઝાડું સહિતના મુદ્દા પર આપ્યા જવાબ.

Arvind Kejriwal Interview The Indian Express
અરવિંદ કેજરીવાલ ઈન્ટરવ્યૂ ધ ઈન્ડિયન એક્સપ્રેસ (ફોટો – રેણુકા પુરી)

Arvind Kejriwal Interview | અરવિંદ કેજરીવાલ ઈન્ટરવ્યૂ : 25 મેના રોજ દિલ્હીની સાત સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે, આ વખતે આ લડાઈ ઘણા મુદ્દાઓ પર લડાઈ રહી છે. હવે આ ચૂંટણી જંગ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. આ મુલાકાતમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, અનેક મુદ્દાઓ પર CM તરફથી ખુલીને જવાબો મળ્યા હતા. દારૂ કૌભાંડ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેલ મુલાકાતની ચર્ચા કરવામાં આવી છે અને ભાજપ સાથે ચાલી રહેલી ટક્કર પર સવાલ-જવાબ પણ થયા છે.

કેજરીવાલ જેલ યાત્રા

તેમની જેલ યાત્રા અંગે સીએમ કેજરીવાલે કહ્યું છે કે, તેમને જેલની અંદરનો સમય સ્વતંત્રતા સંગ્રામ જેવો લાગ્યો. જેમ અગાઉ દેશની આઝાદી માટે ઘણા મોટા લોકો લાંબો સમય જેલમાં રહ્યા હતા તે જ રીતે હવે આપણે આ દેશની લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા વિપક્ષના લોકો જેલમાં જઈ રહ્યા છીએ. એવું નથી કે, હું ભ્રષ્ટ છું એટલે જેલમાં ગયો છું, એવું નથી કે સિસોદિયાએ કંઈ ખોટું કર્યું છે એટલે જેલમાં ગયા. ભાજપના લોકો ઇચ્છે છે કે, લોકો તેમનાથી ડરે, તેઓ ઇચ્છે છે કે, દરેક તેમની વાત સાંભળે. પરંતુ લોકશાહીમાં સત્તા પક્ષે લોકોની વાત સાંભળવી વધુ જરૂરી છે.

કેજરીવાલ દારૂ કૌભાંડ

હાલમાં દારૂના કથિત કૌભાંડને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે, કોઈ કૌભાંડ થયું નથી, પરંતુ કોર્ટે હજુ સુધી આવી કોઈ દલીલ સ્વીકારી નથી. આ સવાલ પર સીએમ કેજરીવાલ કહે છે કે, પીએમએલએ એક્ટના કારણે ઘણું બદલાઈ ગયું છે. અત્યાર સુધી એવું થતું હતું કે, પહેલા FIR નોંધાતી, તપાસ થતી, કેસ ચાલતો, કોર્ટ નક્કી કરતી કે કોઈ દોષિત છે કે નહીં.

તેમણે કહ્યું કે, પરંતુ હવે ઉલટું થઈ રહ્યું છે, હવે FIR નોંધાતાની સાથે જ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, પછી તે વ્યક્તિ જ્યાં સુધી નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી જેલમાં રહે છે. આ પીએમએલએને કારણે કોઈને જામીન નથી મળી રહ્યા, દોષિત ઠરાવનો દર અહીં કંઈ નથી, બધા નકલી કેસ છે.

Arvind Kejriwal Interview The Indian Express - 1
અરવિંદ કેજરીવાલ ઈન્ટરવ્યૂ – ધ ઈન્ડિયન એક્સપ્રેસ (ફોટો – એક્સપ્રેસ)

ઓપરેશન ઝાડું પર કેજરીવાલ

જો કે, આ સમયે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે, પીએમ મોદી માત્ર તેમને જ નિશાન બનાવી રહ્યા છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, AAP ને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે કેજરીવાલે પણ આ સવાલ પર ખુલીને વાત કરી છે. સીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હાલમાં ઓપરેશન ઝાડૂ પીએમ મોદી ચલાવી રહ્યા છે.

પીએમ મોદીને મળેલા અમારા કેટલાક મિત્રો અમને કહે છે કે, મોદી અમારો વારંવાર ઉલ્લેખ કરે છે, તેઓ માને છે કે, આવનારા સમયમાં તેમને ઘણા રાજ્યોમાં આમ આદમી પાર્ટી તરફથી પડકારનો સામનો કરવો પડી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટી હવે ચાર લોકોની પાર્ટી નથી રહી, તે એક વિચારધારા છે, જે સમગ્ર દેશમાં મજબૂત થઈ રહી છે.

ભાજપના કથિત બળવા પર કેજરીવાલ

હાલમાં અરવિંદ કેજરીવાલના વધુ એક નિવેદનની ચર્ચા થઈ રહી છે. થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી આવતા વર્ષે નિવૃત્ત થઈ જશે, તેમની જગ્યાએ અમિત શાહને પીએમ બનાવવામાં આવશે. હવે ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે, આ રહસ્ય પાછળનું સત્ય શું છે અને ચૂંટણી સમયે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો હતો. આના પર સીએમ કેજરીવાલે કહ્યું કે, અમિત શાહ જી અને કેટલાક અન્ય નેતાઓ કહી રહ્યા છે કે, પીએમ મોદીએ સંન્યાસ ન લેવો જોઈએ, પરંતુ પીએમ મોદીએ પોતે કોઈ વાતની પુષ્ટિ કરી નથી.

કેજરીવાલે કહ્યું કે, જો તેઓ તેમના દ્વારા બનાવેલા નિયમોનું પાલન ન કરે તો લોકો કહેશે કે, તેમણે આ બધું માત્ર અડવાણીજીની કારકિર્દી ખતમ કરવા માટે કર્યું હતું. હું પણ એવું જ માનીશ, બીજા ઘણા નેતાઓ પણ એવું જ વિચારશે. તમને જણાવી દઈએ કે, હાલમાં ભાજપમાં ઉત્તરાધિકારીને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. પીએમ મોદી ઇચ્છે છે કે, શાહને વડાપ્રધાન બનાવવામાં આવે, પરંતુ ભાજપના અંદરના લોકો આ વાતથી સહમત નથી.

સ્વાતિ માલીવાલ કેસ પર કેજરીવાલ

બાય ધ વે, સ્વાતિ માલીવાલનો કેસ પણ આ સમયે જોર પકડી રહ્યો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી આ મુદ્દાને કારણે બેકફૂટ પર જોવા મળી રહી છે. પરંતુ આમ છતાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. તે માત્ર એટલું જ કહે છે કે, કેસની તપાસ ચાલી રહી છે, બે વર્ઝન ચાલે છે – સ્વાતિની અને બિભવનુ.

આ પણ વાંચો – પીએમ મોદી ઈન્ટરવ્યુ : વડાપ્રધાને કહ્યું મારી પાછળ રડવાવાળું કોઈ નથી, હું દેશ માટે જીવું છું

તેમણે કહ્યું કે, પોલીસે ઈમાનદારીથી તપાસ કરવી જોઈએ, મને આશા છે કે તેઓ ઈમાનદારીથી કામ કરશે. સારું, હું મોદીજીને સ્પષ્ટ કરી દઉં કે, મને તોડવા માટે, તમે મારા ઘણા નેતાઓને જેલમાં ધકેલી દીધા, પરંતુ હવે મારા વૃદ્ધ માતા-પિતાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, બધી હદ વટાવી દેવામાં આવી છે.

Web Title: Arvind kejriwal interview answers given on issues including liquor scam jail visit operation jhadu km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×