Arvind Kejriwal-ED Updates: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઈડીની ટીમ ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાકની પૂછપરછ પછી ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે કયા કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર શું આરોપ છે. હવે સમજવા જેવી વાત એ છે કે ઈડીની ચાર્જશીટમાં સીએમ અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ ઘણી વખત થઈ ચૂક્યો છે.
થોડા દિવસો પહેલા કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી
થોડા દિવસો પહેલા આ કેસમાં કેસીઆરની પુત્રી કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના એક એકાઉન્ટન્ટ છે – બુચીબાબુ, આ એ જ વ્યક્તિ જેની ઇડી દ્વારા ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સવાલ-જવાબ દરમિયાન તેમણે સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનું નામ લીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે કે કવિતા, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજકીય સમજ ચાલી રહી હતી. એક મોટી વાત એ છે કે ઈડીએ દારૂના કૌભાંડમાં દિનેશ અરોરાની ધરપકડ પણ કરી હતી. આ વ્યક્તિ સીએમને પણ મળ્યો હોવાનું બહાર આવ્યું છે. એ જ રીતે વાયએસઆર કોંગ્રેસના સાંસદ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી અને અરવિંદ કેજરીવાલ પણ ઘણી વખત મુલાકાત થઇ હતી.
રેડ્ડી દારૂના ધંધામાં પ્રવેશવા માંગતા હતા, દાવો છે કે મુખ્યમંત્રીએ જ તેમનું નામ આગળ રાખ્યું હતું અને તેમના વતી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ઇડીની તપાસનું એક પાસું એ પણ જણાવે છે કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી પર સાથે મળીને કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જો સિસોદિયા પર કોઇ આરોપ હોય તો સીએમની પૂછપરછ અનિવાર્ય છે.
આ પણ વાંચો – લિકર પોલિસી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી
અત્યાર સુધી આટલા લોકો ફસાયા
- સમીર મહેન્દ્રુ
 - પી સરથ ચંદ્રા રેડ્ડી
 - બિનાય બાબુ
 - વિજય નાયર,
 - અભિષેક બાયનપલ્લી
 - અમિત અરોડા
 - ગૌતમ મલ્હોત્રા
 - રાજેશ જોશી
 - રાઘવ મગુંટા
 - અમન ઢલ
 - અરુણ પિલ્લઈ,
 - મનીષ સિસોદિયા
 - દિનેશ અરોડા
 - સંજય સિંહ (રાજ્યસભાના સભ્ય),
 - કે કવિતા (તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી)
 
શું હતું દારૂનું કૌભાંડ?
17 નવેમ્બર 2021ના રોજ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હી દારૂ નીતિ 2021-22 લાગુ કરી હતી. નવી નીતિ હેઠળ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી ગઇ હતી અને આખી દુકાન પ્રાઇવેટ હાથોમાં જતી રહી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે આ નીતિ પર શરૂઆતથી જ સવાલ ઉઠી રહ્યા છે.
આ અંગે ભાજપના નેતાઓ પણ ખૂબ જ આક્રમક દેખાતા હતા. આ મુદ્દે વિવાદ વધ્યો તો 28 જુલાઈ 2022ના રોજ સરકારે તેને રદ કરી દીધી હતી. દારૂ કૌભાંડનો ખુલાસો 8 જુલાઈ 2022ના રોજ દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટથી થયો હતો. આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.