scorecardresearch
Premium

એક જેવા નામથી થઈ મોટી ભૂલ: મારામારીના આરોપીની જગ્યાએ દુષ્કર્મનો આરોપી જેલમાંથી છૂટી ગયો

બાળક પર બળાત્કાર કરવાના આરોપીને ફરીદાબાદની નીમકા જેલમાંથી એક જ નામના કારણે હુમલાના આરોપીને બદલે મુક્ત કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તે આરોપીને શોધી રહી છે જેને ભૂલથી છોડી દેવામાં આવ્યો હતો પરંતુ તે ગાયબ થઈ ગયો છે.

Faridabad, Neemka Jail, Haryana, ફરીદાબાદ, નીમકા જેલ, હરિયાણા
(પ્રતિકાત્મક તસવીર – Freepik)

દેશની રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદથી જેલ પ્રશાસનની બેદરકારીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર એજન્સી ભાષાના અહેવાલ મુજબ, બાળક પર બળાત્કાર કરવાના આરોપીને ફરીદાબાદની નીમકા જેલમાંથી એક જ નામના કારણે હુમલાના આરોપીને બદલે મુક્ત કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તે આરોપીને શોધી રહી છે જેને ભૂલથી છોડી દેવામાં આવ્યો હતો પરંતુ તે ગાયબ થઈ ગયો છે.

અહેવાલ મુજબ, ફરીદાબાદની નીમકા જેલમાં બે કેદીઓના નામ અને તેમના પિતાના નામ સમાન હોવાને કારણે, નવ વર્ષના બાળક પર વારંવાર દુષ્કર્મ કરવાના આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, જ્યારે હુમલાના આરોપીને મુક્ત કરવામાં આવવાનો હતો.

ભાષાના અહેવાલમાં જણાવાયું છે કે રવિન્દ્ર પાંડેના 27 વર્ષીય પુત્ર નિતેશ પાંડેની ઓક્ટોબર 2021માં નવ વર્ષના બાળક પર વારંવાર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે રવિન્દ્રના 24 વર્ષીય પુત્ર નિતેશની ઘરમાં ઘૂસીને હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે કોર્ટે હુમલાના આરોપી 24 વર્ષીય નિતેશને જામીન આપ્યા હતા, પરંતુ મંગળવારે બળાત્કારના આરોપી 27 વર્ષીય નિતેશને છોડી દેવામાં આવ્યો હતો.

શું ભૂલ એક જ નામના કારણે થઈ હતી?

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બંને નિતેશ એક જ જેલમાં હોવાથી જેલ પ્રશાસન મૂંઝવણમાં મુકાયું હશે. સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઉમેશ કુમારે ખાતરી આપી હતી કે બળાત્કારના આરોપી નિતેશની શોધ ચાલુ છે અને તે ટૂંક સમયમાં જ પકડાઈ જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

તમને જણાવી દઈએ કે ઘરમાં ઘૂસીને હુમલો કરવાના આરોપી નિતેશને સોમવારે ફરીદાબાદ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બંને આરોપીઓના નામ નિતેશ છે પરંતુ તેમાંથી ફક્ત એક જ અટક લખે છે. હુમલાના આરોપી નિતેશને બદલે બાળક પર દુષ્કર્મના આરોપી નિતેશ પાંડેને છોડી દેવામાં આવ્યો હતો.

જેલ પ્રશાસને એવો પણ દાવો કર્યો છે કે નિતેશ પાંડેએ મુક્ત થવા માટે પોતાની ઓળખ છુપાવી હતી. જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, “અમે નિતેશ પાંડે વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાની ઓળખ છુપાવીને છોડી દીધો હતો.”

Web Title: Another prisoner released from jail in haryana due to having the same name rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×