scorecardresearch
Premium

એર ઈન્ડિયાના બોઈંગ વિમાનોની થશે તપાસ, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCA નો મોટો આદેશ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના વિમાન અંગે તમામ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવામાં DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ બોઇંગ 787-8/9 વિમાન પર સલામતી તપાસ વધારવા માટે સૂચનાઓ જારી કરી છે.

DGCA, Directorate General of Civil Aviation
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA નો મોટો આદેશ. (તસવીર: સોશિયલ મીડિયા)

અમદાવાદમાં ગઈ કાલે (12 જૂન) ના રોજ એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આજે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા અને ઘાયલોને મળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. એર ઇન્ડિયાના વિમાન અંગે તમામ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવામાં DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ બોઇંગ 787-8/9 વિમાન પર સલામતી તપાસ વધારવા માટે સૂચનાઓ જારી કરી છે. તમને જણાવી દઈએ કે નવો નિર્દેશ 15 જૂન, 2025 ના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવશે.

DGCA એ બોઇંગ 787-8/9 વિમાનની સલામતી તપાસ અંગે આ સૂચનાઓ આપી છે

  • આ તપાસ દરેક વિમાનની ઉડાન પહેલાં કરવામાં આવશે
  • ફ્યુઅલ પેરામીટર મોનિટરિંગ અને સંબંધિત સિસ્ટમ્સની તપાસ કરવામાં આવશે.
  • કેબિન એર કોમ્પ્રેસર અને તેની સાથે સંકળાયેલ સિસ્ટમ્સની તપાસ કરવામાં આવશે.
  • ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.
  • એન્જિનના ઇંધણથી ચાલતા એક્ટ્યુએટરનું સંચાલન પરીક્ષણ કરવામાં આવશે અને તેલ સિસ્ટમની તપાસ કરવામાં આવશે.
  • હાઇડ્રોલિક સિસ્ટમની સેવાક્ષમતા સાથે તપાસ કરવામાં આવશે.
  • ટેક-ઓફ પેરામીટર્સની સમીક્ષા કરવામાં આવશે.

ટ્રાન્ઝિટ ઇન્સ્પેક્શનમાં ‘ફ્લાઇટ કંટ્રોલ ઇન્સ્પેક્શન’ હવે ફરજિયાત રહેશે, જે આગામી આદેશો સુધી અમલમાં રહેશે. આગામી બે અઠવાડિયામાં પાવર એશ્યોરન્સ ચેક પૂર્ણ કરવાની રહેશે. છેલ્લા 15 દિવસમાં વારંવાર થયેલી ટેકનિકલ ખામીઓની સમીક્ષાના આધારે શક્ય તેટલી વહેલી તકે જાળવણી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં શ્વાન અને પક્ષીઓ પણ બચી શક્યા નહીં

તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ક્રેશ બાદ સ્થળ પર તાપમાન એટલું વધારે હતું કે બચાવ કામગીરી લગભગ અશક્ય બની ગઈ હતી. વિમાન લંડન જઈ રહ્યું હતું અને તેમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી વિમાન અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારોમાં ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થયા બાદ લગભગ 265 મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Web Title: Air india boeing planes to be inspected after ahmedabad plane crash dgca rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×