Air Force plane crashes in Barmer: રાજસ્થાનના બાડમેરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર સોમવારે મોડી સાંજે અહીં એક મિગ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માત બાંદ્રા બાડમેરમાં ઉત્તરલાઈ એરબેઝ પાસે થયો હતો. સદનસિબે પાયલોટ વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેમાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ફાઈટર પ્લેન ક્રેશની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.
ભારતીય વાયુસેનાએ નિવેદન જાહેર કર્યું છે
ભારતીય વાયુસેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાડમેર સેક્ટરમાં નિયમિત નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન આ દુર્ઘટના થઈ હતી, જ્યારે ભારતીય વાયુસેનાના મિગ-29માં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાઈલટને વિમાનમાંથી બહાર નીકળવું પડ્યું હતું.
વિમાન પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે. રાજસ્થાનનો બાડમેર જિલ્લો તેની સરહદો પાકિસ્તાન સાથે વહેંચે છે, જ્યાં સૈન્ય સર્વેલન્સ ટીમો પેટ્રોલિંગ કરે છે.
આ પણ વાંચોઃ- કેનેડાથી અમેરિકા, ભારતીયોનો ‘ડંકી રૂટ’, દસ્તાવેજો વિના થઈ રહી હજારો લોકોની એન્ટ્રી
એપ્રિલમાં પણ એક અકસ્માત થયો હતો
એપ્રિલ મહિનામાં પણ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન ક્રેશ થયું હતું. એર સર્વિસના રિકોનિસન્સ એરક્રાફ્ટમાં કોઈ પાઈલટ નથી અને તે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત થાય છે. જેથી આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેસલમેરના પિથલા ગામ પાસે આ પ્લેન જોરદાર વિસ્ફોટ સાથે ક્રેશ થયું હતું. IF એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી હતી.