scorecardresearch
Premium

Aditya L1 Mission, ISRO : ઈસરો આદિત્ય એલ1 મિશને આપ્યા Good News, સૂર્ય-પૃથ્વીની પહેલી હેલો કક્ષાની પરિક્રમા પૂરી કરી

Aditya L1 Mission, ISRO : આદિત્ય એલ 1 મિશન ને વધુ એક સફળતા મળી છે. ઈસરોએ કહ્યું કે, એલ1 યાને અવકાશમાં સૂર્ય અને પૃથ્વી ની ચારે બાજુની હેલો કક્ષા ની પરિક્રમા પૂરી કરી છે.

ISRO Aditya L1 Mission
ઈસરો, એલ1 મિશન સફળતા (ફોટો – ઈસરો)

ISRO Aditya L1 Mission : ઈસરોના આદિત્ય એલ1 મિશનને લઈ ઈસરો તરફથી એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. ઈસરોએ કહ્યું કે, ભારતના પહેલા સૂર્ય મિશન આદિત્ય એલ 1 અંતરિક્ષ યાને મંગળવારે સૂર્ય-પૃથ્વી એલ1 બિંદુની ચારે તરફની પોતાના પહેલી હેલો કક્ષાની પરિક્રમા પૂરી કરવામાં સફળતા મળી છે.

અવકાશ એજન્સી ઈસરો એ જણાવ્યું હતું કે, મંગળવારે તેના સ્ટેશન-કીપિંગ ફેરબદલથી અન્ય હેલો કક્ષામાં તેના સીમલેસ સંક્રમણ એટલે કે સ્થિરતા જાળવવાની તેણે ખાતરી આપી છે.

આદિત્ય-L1 મિશન, જે લેગ્રાંગિયન પોઈન્ટ (બિંદુ) L1 એક ભારતીય સૌર વેધશાળા છે. તમને જણાી દઈએ કે, આદિત્ય એલ1 મિશન 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 6 જાન્યુઆરી, 2024ના રોજ તેની લક્ષિત હેલો ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતુ.

ISRO ના જણાવ્યા મુજબ, હાલો ભ્રમણકક્ષામાં આદિત્ય-L1 અવકાશયાનને L1 બિંદુની આસપાસ એક ક્રાંતિ પૂર્ણ કરવામાં 178 દિવસનો સમય લાગે છે.

અવકાશ એજન્સીએ કહ્યું કે, હેલો ભ્રમણકક્ષામાં તેની સફર દરમિયાન, આદિત્ય-L1 અવકાશયાન વિવિધ વિક્ષેપ દળોને આધિન રહેશે, જે તેને લક્ષ્યાંકિત ભ્રમણકક્ષાથી દૂર ખસેડશે.

ISROએ જણાવ્યું હતું કે, “આ ભ્રમણકક્ષામાં સ્થિરતા જાળવવા માટે આદિત્ય-L1 એ અનુક્રમે 22 ફેબ્રુઆરી અને 7 જૂનના રોજ સ્ટેશન-કીપિંગ ફેરબદલ હાથ ધર્યા હતા.

આજના ત્રીજા સ્ટેશન-કીપિંગ ફેરબદલથી એ સુનિશ્ચિત થઈ ગયું છે કે, L1 ની આસપાસની બીજી હેલો ભ્રમણકક્ષા (ઓર્બિટ પથ) યાત્રા ચાલુ રહેશે.”

એજન્સીએ જણાવ્યું હતું કે, આદિત્ય L1 ની સૂર્ય-પૃથ્વી L1 લેગ્રેન્જિયન બિંદુની આસપાસની મુસાફરીમાં જટિલ ગતિશીલતાના મોડેલિંગનો સમાવેશ થાય છે. અવકાશયાન પર કાર્ય કરી રહેલા વિવિધ ખલેલકારી દળોની સમજણથી માર્ગને ચોક્કસ રીતે નક્કી કરવામાં અને ચોક્કસ ભ્રમણકક્ષાના ફેરબદલનું આયોજન કરવામાં મદદ મળી.

ઈસરોએ કહ્યું છે કે, “આજના ફેરબદ સાથે, આદિત્ય-L1 મિશન માટે યુઆરએસસી-ઇસરો ખાતે ઇન-હાઉસ વિકસિત અત્યાધુનિક ફ્લાઇટ ડાયનેમિક્સ સોફ્ટવેર સંપૂર્ણ રીતે માન્ય છે.”

Web Title: Aditya l1 mission isro sun and the earth halo orbit circled completes km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×