scorecardresearch
Premium

Adani Bribery Case: અદાણી કેસ પર અરેસ્ટ વોરંટને લઈ વિદેશ મંત્રાલયનું પ્રથમ નિવેદન

Adani America Bribery Case: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાંચના ગંભીર આરોપ લાગ્યા છે, અમેરિકાના કાયદા વિભાગ દ્વારા તેમના વિરૂદ્ધ અભિયોગની રિપોર્ટ સામે આવ્યા બાદથી જ વિવાદ વધતો ગયો છે. હવે ભારતના વિદેશ મંત્રાલયે પ્રથમ વખત આ વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે.

Adani Bribery Case, Gautam Adani,
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચના ગંભીર આરોપ લાગ્યા છે. (તસવીર: Indian Express)

Adani America Bribery Case: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાંચના ગંભીર આરોપ લાગ્યા છે, અમેરિકાના કાયદા વિભાગ દ્વારા તેમના વિરૂદ્ધ અભિયોગની રિપોર્ટ સામે આવ્યા બાદથી જ વિવાદ વધતો ગયો છે. હવે ભારતના વિદેશ મંત્રાલયે પ્રથમ વખત આ વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન બેધડક કહેવામાં આવ્યું છે કે અમેરિકા તરફથી અરેસ્ટ વોરંટને લઈ કોઈ અનુરોધ કરવાામં આવ્યો નથી.

ગૌતમ અદાણી કેસ પર સરકારે શું કહ્યું?

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર જે પણ કાર્યવાહી ચાલી રહી છે. તેમાં ભારત સરકારની કોઈ પણ સ્તરે કોઈ ભૂમિકા નથી. અમે સાફ કરવા માંગીએ છીએ કે આ સંપૂર્ણ રીતે એક સ્પષ્ટ મામલો છે, જેમાં પ્રાયવેટ કંપની, વ્યક્તિ અને અમેરિકાનો કાયદા વિભાગ સામેલ છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા છે, તેનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો: 6000 કરોડના કૌભાંડનો ‘માસ્ટર માઈન્ડ’ ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી, અભ્યાસથી લઈ સંપત્તિની તમામ માહિતી

હવે સમજવાની વાત એ છે કે, જો અમેરિકા ઈચ્છશે પણ કે ગૌતમ અદાણી વિરૂદ્ધ ભારતમાં કોઈ કાયદાકીય કાર્યવાહી થાય, તેના માટે પણ સૌથી પહેલા અહીના ગૃહ મંત્રાલયને તેની વિસ્તૃત જાણકારી આપવી પડશે. જો ગૃહ મંત્રાલય મળેલી જાણકારીથી સંતુષ્ટ થાય તો તે સ્થિતિમાં આગળની કાર્યવાહી માટે એજન્સીઓને કહેવામાં આવી શકે છે.

ગૌતમ અદાણી પર શું આરોપ છે?

આ કેસની વાત કરીએ તો ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન અમેરિકાના અભિયોજકોએ ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જી પર યૂએસમાં એક સોલર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે ભારતીય અધિકારીઓ પપ 265 મિલિયન ડોલર (લગભગ 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો આરોપ લગાવાયો છે. આ સિવાય અમેરિકામાં રોકાણકારો સાથે છેતરપિંડીનો પણ આરોપ છે. આ આરોપોમાં કહેવામાં આવ્યું છે કે, 2020 થી 2024 દરમિયાન અદાણી ગ્રીન અને Azure Power Global ને આ સોલર પ્રોજેક્ટ અપાવવા માટે ખોટી રીતે યૂએસમાં ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી.

Web Title: Adani bribery case no request from america for arrest warrant foreign ministry said on adani case rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×