scorecardresearch
Premium

આપ નેતા સંજય સિંહને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન મળ્યા, ઇડીએ વિરોધ ના કર્યો

Sanjay Singh : આપ નેતા સંજય સિંહને ધરપકડ થયાના છ મહિના પછી જામીન મળ્યા. કોર્ટે સંજય સિંહને દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ પર ટિપ્પણી ન કરવા જણાવ્યું

Sanjay Singh, Sanjay Singh bail, Delhi excise policy case
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે (Express photo by Praveen Khanna)

Sanjay Singh bail in Delhi excise policy case : આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. તેમની ધરપકડ થયાના છ મહિના પછી જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યસભાના સાંસદ અને AAP નેતા સંજય સિંહને જામીન આપ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કહ્યું કે તેને તેમની મુક્તિ સામે કોઈ વાંધો નથી.

સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં 4 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પક્ષના સંચાર પ્રભારી વિજય નાયર બાદ આ કેસમાં ધરપકડ થનાર તે ત્રીજા AAP નેતા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ કેસના સંબંધમાં તિહાડ જેલમાં બંધ છે જ્યારે 21 માર્ચે ED દ્વારા તેમની ધરપકડ બાદ કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.

સંજય સિંહ જામીન પર બહાર આવ્યા બાદ રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકશે. સંજય સિંહને જામીન આપતા સુપ્રીમ કોર્ટે આપ નેતાને પણ સૂચના આપી દીધી છે. કોર્ટે કહ્યું કે તેમણે દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ પર કોઇ પણ ટિપ્પણી ના કરે.

સુપ્રીમ કોર્ટમાં શું થયું

-સુપ્રીમ કોર્ટે ઇડીને પૂછ્યું કે શું તેને દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં સંજય સિંહને વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાની જરૂર છે?

-સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે છ મહિના જેલમાં વિતાવ્યા અને અને તેમની સામે બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપની તપાસ સુનાવણી દરમિયાન કરી શકાય છે.

-સુનાવણીમાં ઈડીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે જો સંજય સિંહને દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં જામીન મળી જાય છે તો તેને તેની સામે કોઈ વાંધો નથી.

આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલને તિહાડ જેલ મોકલ્યા, હવે જેલમાં આવું રહેશે રૂટીન

કોર્ટે સંજય સિંહને આપ્યો નિર્દેશ

સુ્પીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચ આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે ઇડીને સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં કેમ રાખવાની જરૂર શું છે? સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું હતું કે મની લોન્ડ્રીંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેઇલ પણ શોધી શકાયું નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે. એટલું જ નહીં કોર્ટે આપ નેતાને પણ સૂચના આપી છે. કોર્ટે સંજય સિંહને દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ પર ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું.

આપ મંત્રી આતિશીએ પ્રતિક્રિયા આપી

સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને સત્યમેવ જયતે લખ્યું છે. આપ એ તમારા ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે સત્યની જીત થઈ છે. તે દિવસ દૂર નથી જ્યારે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભાજપનું આખું ષડયંત્ર ધરાશાયી થઇ જશે.

Web Title: Aap sanjay singh bail in delhi excise policy case after ed says no objection ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×