scorecardresearch
Premium

ક્યાં છે સ્વાતિ માલીવાલ? બીજેપીનો આરોપ – ‘PA સામે કાર્યવાહી કરવાને બદલે સાથે લઈ ફરી રહ્યા કેજરીવાલ’

AAP MP Swati Maliwal Case : આપ સાંસદ સ્વાતિ માલીવાલ પર અરવિંદ કેજરીવાલના ઘરે જ તેમના પીએ દ્વારા હુમલાના કેસમાં ભાજપ આક્રમક બની ઉઠાવી રહી પ્રશ્નો, સ્વાતિ માલીવાલ ક્યાં છે, કેમ પીએ સામે આપ કાર્યવાહી નથી કરી રહી.

AAP MP Swati Maliwal Case
આપ સાંસદ સ્વાતિ માલીવાલ કેસ

Swati Maliwal Case : આપના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઘણા દિવસો વીતી ગયા પછી પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.તમને જણાવી દઈએ કે, પીએ બિભાવ પર હુમલો કરવાનો અને અભદ્રતાનો આરોપ છે. પરંતુ આ સમયે દરેક વ્યક્તિ સ્વાતિ માલીવાલ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. દરેક ગુના સામે ખુલ્લેઆમ બોલનારી સ્ત્રી પોતાના જ કેસમાં ચૂપ કેવી રીતે બેઠી છે?

આ મામલામાં શું શુ થયું?

13 મેના રોજ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને સ્વાતિ માલીવાલ સાથે મારપીટ થઇ હતી. એવું કહેવામાં આવતું હતું કે, કેજરીવાલના પીએ બિભાવ કુમારે માલીવાલ સાથે ગેરવર્તન કર્યું, અને હુમલો પણ કર્યો. આપના સાંસદ સંજયસિંહે પણ મીડિયા સામે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને ત્યાં સુધી કહ્યું હતું કે, સીએમ કેજરીવાલે આ મામલાની નોંધ લીધી છે. પરંતુ માત્ર આટલુ જ કહેવામાં આવ્યું, પરંતુ હજુ સુધી આ મામલે કેજરીવાલ વતી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

કેજરીવાલની રાજનીતિ પર સવાલ

નવાઈની વાત એ છે કે, હરિયાણાના કુરુક્ષેત્રમાં રોડ શો દરમિયાન સીએમ કેજરીવાલ બ્રિજ ભૂષણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, મહિલાઓના સમ્માનની વાત કરી રહ્યા છે, તેના આધારે તેઓ મહિલાઓને પણ અપીલ કરી રહ્યા છે કે, તેઓ ભાજપને વોટ ન આપે. પરંતુ આ જ કેજરીવાલ સ્વાતિ માલીવાલના મામલે કંઇ પણ બોલવાનું ટાળી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું નથી કે શું કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અત્યાર સુધી દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું નથી.

પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી

આ સમગ્ર ઘટનાનું આ પાસું વિવાદાસ્પદ બનીન રહ્યું છે. આખરે દરેક નાની-મોટી ઘટના અંગે ફરિયાદની માંગ કરી પોલીસનો પહેલા સંપર્ક કરતી સ્વાતિ માલીવાલ હવે આ મામલે ચૂપકીદી કેમ સેવી રહી છે. તેના પૂર્વ પતિ નવીન જયહિંદ એ હદે કહી ચૂક્યા છે કે, માલીવાલનો જીવ જોખમમાં છે અને તેણે ખુલ્લેઆમ જણાવવું જોઈએ કે તેની સાથે શું થયું. હાલ તો આમ આદમી પાર્ટીની ચુપ્પીને પણ ભાજપે ચૂંટણીની મોસમમાં મોટો મુદ્દો બનાવી દીધો છે. અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહી દીધું છે કે, આમ આદમી પાર્ટીના રાજમાં માતૃશક્તિ સુરક્ષિત નથી.

ભાજપે આ કેસને નવો વળાંક આપ્યો

દિલ્હી ભાજપ અધ્યક્ષે તો ત્યાં સુધી પૂછ્યું છે કે, બિભાવ કુમારને કોણે ઉશ્કેર્યા તેની પણ તપાસ થવી જોઈએ? આખરે, સ્વાતિ માલીવાલને ચૂપ કેમ કરવામાં આવી, કોણ તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે? આ દબાણના આરોપ વચ્ચે સંજય સિંહે સ્વાતિ માલીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે, તે બેઠકમાં મહિલા આયોગના એક સભ્ય પણ હાજર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક અરવિંદ કેજરીવાલની સૂચના પર થઈ હતી, જે અંગે ચર્ચા થઈ, શું સહમતિ બની, આ અંગે કંઈ સ્પષ્ટ નથી.

આ પણ વાંચો – Arvind Kejriwal 10 Guarantee: અરવિંદ કેજરીવાલ દ્વારા 10 ગેરંટીની ઘોષણા; મફત વીજળી, આરોગ્ય સેવા અને ચીનને પછાડવાની ગેરંટી

આના પર ભાજપના નેતા તજિંદર બગ્ગાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, આમ આદમ પાર્ટીના સંયોજક તેમના પીએ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે તેમને સાથે લઈ ફરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરતા લખ્યું કે, કેજરીવાલજીએ મહિલા સાંસદ પર હુમલો કરનાર બિભવ કુમારને ખૂબ જ આકરી સજા આપી છે? સંજય સિંહજી કહી રહ્યા હતા કે, તમે બિભવ સામે કડક કાર્યવાહી કરશે, પરંતુ તમે તો તેને સાથે રાખી આખા દેશમાં ફરવા લાગ્યા.

Web Title: Aap mp swati maliwal case serious accusation arvind kejriwal for not taking action against pa by bjp km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×