scorecardresearch
Premium

લો બોલો! જર્મન નાગરિક ભારતમાં ચૂંટણી લડી 4 વખત ધારાસભ્ય બન્યો, હાઈકોર્ટ પણ આશ્ચર્યચકીત, હવે સંભળાવી સજા

Chennamaneni Ramesh citizenship controversy : તેલંગાણા હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન નાગરિક છે અને વેમુલાવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

Telangana High Court, Chennamaneni Ramesh
કોંગ્રેસ નેતાની અરજી પર કોર્ટે સંભળાવ્યો ફેંસલો (તસવીર: FB)

Chennamaneni Ramesh German citizenship: એ માનવું મુશ્કેલ છે કે કોઈ માણસ ભારતના કોઈપણ રાજ્યમાં ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યો છે અને તે આપણા દેશનો નાગરિક પણ નથી. આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો તેલંગાણા હાઈકોર્ટના તાજેતરના નિર્ણયમાં સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન નાગરિક છે અને વેમુલાવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

કોર્ટે કહ્યું કે ચેન્નામાનેની રમેશે પોતાને ભારતીય નાગરિક બતાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.

કોર્ટે મોટો દંડ ફટકાર્યો

હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચેન્નામાનેની રમેશ જર્મન એમ્બેસીના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયા કે તેઓ હવે તે દેશ (જર્મની) ના નાગરિક નથી. કોર્ટે રમેશ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમાંથી 25 લાખ રૂપિયા આદિ શ્રીનિવાસને આપવામાં આવશે. શ્રીનિવાસે નવેમ્બર 2023માં વિધાનસભા ચૂંટણીમાં રમેશને હરાવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતનો પ્રથમ સિરિયલ કિલર તાંત્રિક: 20 રૂપિયાની વસ્તુથી તાંત્રિક વિધિના નામે 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસે X પર પોસ્ટ કરતા કહ્યું, “પૂર્વ ધારાસભ્ય ચેન્નામનેની પમેશ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે જર્મન નાગરિકના ખોટા દસ્તાવેજોના આધારે ધારાસભ્ય બન્યા હતા.”

ચાર વખત ચૂંટણી જીતી ચુક્યા છે રમેશ

રમેશ વેમુલાલાડા બેઠક પરથી ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. 2009માં તેમણે ટીડીપીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. જ્યારે 2010 થી 2018 સુધી ત્રણ વખત બીઆરએસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા.

કાયકા પ્રમાણે ગેરભારતીય નાગરિક ચૂંટણી ના લડી શકે અને મતદાન પણ ના કરી શકે

વર્ષ 2020માં કેન્દ્ર સરકારે તેલંગાણા હાઈકોર્ટને જણાવ્યું હતું કે, રમેશની પાસે જર્મન પાસપોર્ટ હતો અને તે 2023 સુધી કાયદેસર હતો. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કરી રહ્યું હતું કે, રમેશની ભારતીય નાગરિક્તાને સમાપ્ત કરી દેવામાં આવે કારણ કે તેમણે પોતાની અરજીમાં જાણકારીને સંતાડી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, રમેશે ખોટા નિવેદનો/તથ્યોનો ઉપીયોગ કરીને ભારત સરકારને ગુમરાહ કરી છે. જો તેમણે જણાવ્યું હોત કે તેઓ અરજી કરતા પહેલા એક વર્ષ સુધી ભારતમાં રહ્યા ન હતા તો મંત્રાલય તેમને નાગરિક્તા આપતું નહીં.

જેના પછી રમેશે ગૃહ મંત્રાલયના આદેશને અદાલતમાં પડકાર્યો હતો. અદાલતે તેમને કહ્યું હતું કે, તેઓ એક એફિડેવિટ દાખલ કરે જેમાં એ વાતની જાણકારી આપે કે તેમણે પોતાનો જર્મન પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે અને એ વાતનો પણ પુરાવો આપે કે તેમણે જર્મનીની નાગરિક્તા છોડી દીધી છે.

3013 માં અવિભાજીત આંધ્રપ્રદેશની હાઈકોર્ટે રમેશને પેટા ચૂંટણીમાં મળેલી જીતને રદ્દ કરી દીધી હતી. જેના પછી રમેશ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી હાઈકોર્ટના આદેશ પર સ્ટેની માંગ કરી હતી. સ્ટેના લાગ્યા રહ્યા સુધી તેમણે 2014 અને 2018 સુધી વિધાનસભાની ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. 2023 ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.

Web Title: A german citizen contested and won an election in an indian state rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×