scorecardresearch

બિહારમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઘૂસ્યા, આખા રાજ્યમાં હાઇ એલર્ટ

Bihar News : બિહારમાં નેપાળના રસ્તે ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી બાદ બિહારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર પોલીસ હેડક્વાર્ટરે તમામ જિલ્લા પોલીસને એલર્ટ જાહેર કર્યું છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ આતંકીઓના નામ અને તસવીરો પણ જાહેર કરી છે

Three terrorists enter bihar
બિહારમાં 3 પાકિસ્તાની આતંકવાદી ઘૂસ્યાની માહિતી સામે આવી છે (Express Photo)

Bihar News : બિહારમાં નેપાળના રસ્તે ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી બાદ બિહારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર પોલીસ હેડક્વાર્ટરે તમામ જિલ્લા પોલીસને એલર્ટ જાહેર કર્યું છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ આતંકીઓના નામ અને તસવીરો પણ જાહેર કરી છે. એવી આશંકા છે કે આ બધા નેપાળના રસ્તા અરરિયા થઈને બિહાર પહોંચ્યા છે.

બિહારના ડીજીપીએ કહ્યું – આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિહારના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વિનય કુમારે ગુરુવારે કહ્યું કે હા, આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર પોલીસની તમામ જિલ્લા પોલીસ અને અન્ય કેટલીક શાખાઓને આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન સઘન બનાવીને દેશ વિરોધી તત્વોના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કડક તકેદારી અને સર્કકતા રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ નેપાળના રસ્તે રાજ્યમાં ઘૂસ્યા હોવાની માહિતી અંગે પૂછવામાં આવતા ડીજીપીએ કહ્યું કે હું એટલું જ કહી શકું છું કે આખા રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તેમણે ચેતવણી વિશે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર માહિતીમાં ખુલાસો થયો છે કે આ ત્રણેય આતંકીઓએ બિહારમાં ઘૂસણખોરી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની આતંકી હસનૈન, આદિલ અને ઉસ્માનની તસવીરો પણ જાહેર કરીને તમામ જિલ્લા પોલીસને મોકલવામાં આવી છે.

આ પણ વાંચો – અમેરિકાના વિત્ત મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું – ભારત-અમેરિકાના સંબંધો જટિલ છે, પરંતુ અમે સાથે આવીશું

કોણ છે આતંકીઓ?

હસનેન રાવલપિંડીનો રહેવાસી, આદિલ ઉમરકોટનો અને ઉસ્માન પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી છે. સાવચેતીના પગલા રૂપે રાજગીર, બોધગયા, પટના અને અન્ય ઘણા સ્થળોએ મહત્વપૂર્ણ સ્થાનો અને પર્યટન સ્થળોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહાબોધિ મંદિર સંકુલ (બોધગયા), વિશ્વ શાંતિ સ્તૂપ (રાજગીર), મહાવીર મંદિર અને તખ્ત શ્રી હરિમંદિરજી, પટના સાહિબ (પટના) જેવા ભારે પ્રવાસીઓની અવરજવરવાળા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના તમામ એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Web Title: 3 jaish e mohammed terrorists enter bihar state put on high alert ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×