જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ બની રહ્યો છે અને તે ટૂંક સમયમાં ટ્રેનની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચેનાબ નદી ઉપર 359 મીટર (1,178 ફૂટ)ની ઊંચાઈએ આવેલો જે, જે દુનિયાની સાત અજાયબીમાં સામેલ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચેનો આર્ચ બ્રિજ નદીની સપાટીથી 1,178 ફૂટ ઊંચાઇે આવેલો છે, જે તેને કટરાથી બનિહાલ સુધીનો મહત્વપૂર્ણ રસ્તો બનાવે છે. તે ઉધમપુર-શ્રીનગર – બારામુલ્લા રેલવે લિંક (USBRL) નો એક ભાગ છે, જે રૂ. 35000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટ છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તે સ્થળે ભૂમિપૂજન કર્યું જ્યાં રિયાસીમાં ચેનાબ બ્રિજ પર ટ્રેક-માઉન્ટેડ વ્હિકલનું પ્રથમ ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે.
વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ તમામ ફરજિયાત ટેસ્ટિંગ પાસ થઇ ચૂક્યો છે. હવે ચિનાબ રેલવે બ્રિજનું બાંધકામ સમાપ્ત થવાના આરે છે અને સરકારે 1400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપ્યું છે. જમ્મુ-કાશ્મીરના લોકોને બે દાયકાની રાહ જોયા બાદ આ રેલવે બ્રિજની ભેટ મળશે. આ પ્રોજેક્ટને 2003માં મંજૂરી આપવામાં આવી હતી પરંતુ સ્થિરતા અને સુરક્ષાની ચિંતાઓને કારણે ટૂંક સમયમાં જ બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.

વર્ષ 2008માં તત્કાલીન સરકાર દ્વારા સૌથી વધુ રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરિસ્થિતિ સુધર્યા બાદ રેલવે બ્રિજનું બાંધકામ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ચિનાબ રેલવે બ્રિજ પર તમામ પરીક્ષણો કરવામાં આવ્યા છે અને તે સફળ રહ્યા છે. વિશ્વના સૌથી ઊંચા પુલની મજબૂતી અને સલામતી ચકાસવા માટે હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં તીવ્ર ગતિએ ફુંકાતા પવનોનું પરીક્ષણ, આત્યંતિક તાપમાનનું પરીક્ષણ, ધરતીકંપ-સંભવિત પરીક્ષણ અને પાણીના સ્તરમાં વધારો થવાને કારણે હાઇડ્રોલોજિકલ અસરનો સમાવેશ થાય છે. રેલવે બ્રિજ ચાલુ થવા માટે તૈયાર છે.