scorecardresearch
Premium

Women Reservation Bill : સોનિયા ગાંધીએ ઓબીસી અનામતની માંગ કરી, શું મહિલા અનામત બિલ માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર છે?

Congress Sonia Gandhi on Women Reservation Bill : પીએમ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર નિવેદન આપતા સોનિયા ગાંધીએ માંગણી કરી કે, ઓબીસી અનામતની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક કરવામાં આવે, જેથી કાયદો લાગુ કરી શકાય

Sonia Gandhi Women Reservation Bill | Sonia Gandhi | Women Reservation Bill | Congress
સોનાયા ગાંધી, કોંગ્રેસના મહિલા નેતા છે. (Photo : @INCIndia)

Sonia Gandhi Demand of Caste Based Census : લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલમાં ઓબીસી માટે અનામતની માંગ કરી છે. હવે ભાજપનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસ રાજ્યસભામાં આ બિલ લાવ્યું ત્યારે ઓબીસી અનામતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જો આપણે આ બિલ સાથે સંબંધિત ઈતિહાસ તપાસીએ તો ખબર પડશે કે માર્ચ 2010માં રાજ્યસભામાં મહિલા અનામત બિલ લાવવામાં સફળ રહેલી યુપીએ સરકારનો દ્રષ્ટિકોણ અલગ હતો.

આ બિલ વિશે કાયદા મંત્રી એમ વીરપ્પા મોઈલીએ શું કહ્યુ હતુ?

રાજ્યસભામાં બિલ પસાર થવાની પહેલા 9 માર્ચ, 2010ના રોજ આ બિલ વિશેની ચર્ચાનો જવાબ આપતાં તત્કાલિન કાયદા મંત્રી એમ વીરપ્પા મોઈલીએ કહ્યું હતું કે, “હું ઓબીસી, લઘુમતીઓ અને અન્યો માટે અનામત અંગે સ્પષ્ટતા કરવા માંગુ છું કે, આજની તારીખમાં આપણી પાસે માત્ર એસસી- એસટી અનામત છે. અમારી પાસે સમગ્ર દેશ માટેનો ડેટા નથી કારણ કે 1931 પછી કોઈ રાષ્ટ્રીય વસ્તી ગણતરી (જાતિ માટે) હાથ ધરવામાં આવી નથી. એક રાજ્યમાં પછાત વર્ગ બીજા રાજ્યમાં પછાત વર્ગ ન હોઈ શકે. “જો આપણે ઓબીસી અને લઘુમતીઓ માટે વાસ્તવિક અનામત જોઈએ છે, આપણે અન્ય ઘણા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”

સોનિયા ગાંધીએ લોકસભામાં શું કહ્યું?

બુધવારે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલ વિશે બોલતા સોનિયા ગાંધીએ માંગણી કરી કે, તાત્કાલિક જાતિ વસ્તી ગણતરી કરવામાં આવે જેથી કાયદો લાગુ કરી શકાય. સોનિયા ગાંધીએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે. જો આ બિલ પસાર થશે તો અમને આનંદ થશે, પરંતુ સાથે જ અમને ચિંતા પણ છે. હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભારતીય મહિલાઓ છેલ્લા 13 વર્ષથી તેમની રાજકીય જવાબદારીની રાહ જોઈ રહી છે, હવે તેમને થોડા વધુ વર્ષો રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે, આવું કેમ છે?

સોનિયા ગાંધીએ વધુમાં પૂછ્યું કે, તે હજી કેટલા વર્ષ અટકી રહેશે? બે વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ, આઠ વર્ષ? શું ભારતીય મહિલાઓ પ્રત્યેનું આ વર્તન યોગ્ય છે?

આ પણ વાંચો | મહિલા અનામત બિલ ઈતિહાસ : જાણો શા માટે મહિલા અનામત બિલ સંસદમાં 27 વર્ષથી પેન્ડિંગ છે

તેમણે વધુમાં કહ્યું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંગણી કરે છે કે આ બિલને તાત્કાલિક લાગુ કરવામાં આવે. આ સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીની મહિલાઓ માટે અનામતની ખાતરી કરવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.”

Web Title: Women reservation bill sonia gandhi obc reservation caste based census lok sabha as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×