scorecardresearch
Premium

મહિલા અનામત બિલ : જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું – 2004થી 2014 વચ્ચે કેટલા ઓબીસી સચિવ હતા?

Women Reservation Bill : જેપી નડ્ડાએ કહ્યું કે કાકા કાલેલકરનો ઓબીસી અંગેનો અહેવાલ નહેરુના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો. એ પછી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો પણ એ પડી રહ્યો હતો. ત્યાર બાદ 1992માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઓબીસીને સેવાઓમાં અનામત આપો. જે બાદ 1995-1996માં ઓલ ઇન્ડિયા સર્વિસેઝમાં ઓબીસી-એસસી-એસટી…

Women Reservation Bill | jp nadda
રાજ્યસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા .(એએનઆઈ ફોટો/સંસદ ટીવી)

Women Reservation Bill : મહિલા અનામત બિલ બુધવારે લોકસભામાંથી પાસ થઈ ગયું છે. ઇન્ડિયા એલાયન્સે આ બિલનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે હું આ બિલના સમર્થનમાં ઉભી છું. બુધવારે જ્યારે સોનિયા ગાંધીએ લોકસભામાં બોલવાનું શરૂ કર્યું તો તેમણે રાજીવ ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બિલને લઈને રાજીવ ગાંધીનું અડધું સપનું પૂરું થયું છે, જ્યારે આ બિલ કાયદો બનશે ત્યારે રાજીવ ગાંધીનું સપનું પૂરું થશે. સોનિયા ગાંધીના આ નિવેદન બાદ લોકસભામાં તમામ સભ્યો બોલ્યા હતા. આ દરમિયાન જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં બોલવાનું શરૂ કર્યું તો તેમણે ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે ઓબીસી સેક્રેટરી અંગે સરકારને નવો સવાલ કર્યો હતો.

મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીના આરોપ પર સવાલ પૂછ્યા છે? જેપી નડ્ડાએ કહ્યું હતું કે 2004થી 2014ની વચ્ચે કેટલા ઓબીસી સચિવો હતા અને તેઓ ક્યાં હતા? તે (કોંગ્રેસ) ઓબીસી વિશે વાત કરે છે. આપણે યાદ રાખવું જોઈએ કે ભાજપ-એનડીએએ જ ભારતને તેના પ્રથમ ઓબીસી વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) આપ્યા હતા.

જેપી નડ્ડાએ કહ્યું કે કાકા કાલેલકરનો ઓબીસી અંગેનો અહેવાલ નહેરુના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો. એ પછી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો પણ એ પડી રહ્યો હતો. ત્યાર બાદ 1992માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઓબીસીને સેવાઓમાં અનામત આપો. જે બાદ 1995-1996માં ઓલ ઇન્ડિયા સર્વિસેઝમાં ઓબીસી-એસસી-એસટી અનામતની શરૂઆત થઇ હતી.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે હાલ જે કેબિનેટ સેક્રેટરી છે તે 1992 પહેલાના છે. નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું કે 2004થી 2014 દરમિયાન કેટલા ઓબીસી સચિવો હતા અને તે ઓબીસી સેક્રેટરી ક્યાં હતા. અમને તેના વિશે પણ જણાવો. નડ્ડાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે લીડરે લીડર બનવું પડશે, ટ્યૂટરથી કામ ચાલતું નથી. ટ્યુટર સ્ટેટમેન્ટ કામ ચાલતું નથી. જો ટ્યુટર કોઇ લીડર હોય તો પણ તમે સમજી શકાય, આ એનજીઓને લઇને આવે છે. તે તમને સમજાવે છે અને તમે બોલીને જતા રહો છો, આવી રીતે કામ ચાલે નહીં.

આ પણ વાંચો – મહિલા આરક્ષણ બિલ, શું સામાન્ય મહિલાઓને પણ રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાથી ફાયદો થશે?

ભાજપ અધ્યક્ષે કહ્યું કે સ્વતંત્ર ભારતમાં 12 મહિલાઓ રાજ્યની મુખ્યમંત્રી બન્યા છે. ઘણા દેશોમાં મહિલાઓએ મતદાનના અધિકાર માટે લાંબા સમયથી સંઘર્ષ કર્યો છે. આપણે અહીં પ્રથમ સામાન્ય ચૂંટણીમાંથી જ મહિલાઓને આ અધિકાર મળ્યો છે.

નડ્ડાએ સરોજિની નાયડુના બ્રિટિશ વડા પ્રધાનને લખેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારુ વલણ ક્યારેય અબળા, બેચારી જેવું રહ્યું નથી. અમે આગળ વધારવાનું કામ કર્યું છે. આપણા દેશને બીજા ઘણા દેશો કરતા પહેલા એક મહિલા વડા પ્રધાન મળી ચુક્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં કહ્યું હતું કે 90 સચિવો જે કેન્દ્ર સરકાર ચલાવી રહ્યા છે. તેમાંથી કેટલા ઓબીસી છે? માત્ર ત્રણ ઓબીસીમાંથી આવે છે. આ સચિવ બજેટના માત્ર પાંચ ટકા હિસ્સા પર નિયંત્રણ રાખે છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સીમાંકન અને જનગણના પૂર્ણ કરવાની જોગવાઈને બદલે તેનો તાત્કાલિક અમલ થવો જોઈએ. વિપક્ષ જ્યારે પણ જાતિય જનગણનાની વાત કરે છે, ત્યારે ભ્રામક મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી સમજે છે કે દેશ સચિવો દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ મારી સમજ એ છે કે દેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારમાં 29 ટકા એટલે કે 85 સાંસદો ઓબીસી સમાજના છે. તેમણે કહ્યું કે 29 મંત્રીઓ ઓબીસી વર્ગના છે. ભાજપના ઓબીસી ધારાસભ્યો 1358માંથી 365 છે, એટલે કે કુલ 27 ટકા છે. ભાજપમાં ઓબીસી એમએલસી 163માંથી 65 છે. જે 40 ટકા છે. શાહે કહ્યું કે વિપક્ષ માત્ર 33 ટકાની જ વાત કરે છે

Web Title: Women reservation bill jp nadda asked rahul gandhi how many obc secretaries between 2004 to 2014 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×