scorecardresearch
Premium

4 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર, આ મોટા બિલ કરાવવામાં આવશે પાસ

Parliament Winter Session : યુનિફોર્મ સિવિલ કોડ અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી રહી નથી. સરકાર તેને ક્યાં સુધી રજૂ કરશે તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી

parliament | winter session | Google news
સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે (ફાઇલ ફોટો)

Parliament Winter Session : સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. આ વખતે સંસદનું વિશેષ સત્ર પણ ખાસ રહ્યું જેમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન તો થયું જ પરંતુ મહિલા અનામત બિલ પણ પૂર્ણ બહુમત સાથે પાસ કરવામાં આવ્યું હતું. હવે શિયાળુ સત્ર માટે પણ સરકાર પાસે ઘણા મહત્વના બિલ છે જેના પર ચર્ચા થવાની છે અને તેને પાસ પણ કરાવવામાં આવી શકે છે.

કયા બિલ રજૂ કરવામાં આવશે?

આ સત્ર કુલ 19 દિવસ સુધી ચાલવાનું છે અને તેમાં કુલ 15 બેઠકો હશે. આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ત્રણ મોટા બિલ છે જે આઈપીસી, સીઆરપીસી અને પુરાવા અધિનિયમનના સ્થાને ત્રણ વિધેયક આવશે. જેની ચર્ચા પણ ગયા સત્ર દરમિયાન કરવામાં આવી હતી. સંસદની એક સમિતિએ પણ આ બિલો પર ઘણું મનોમંથન કર્યું છે અને બધાએ પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લઈને પણ બિલ રજૂ કરી શકાશે.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કોંગ્રેસને 100 વર્ષ માટે સત્તાથી દૂર કરવી જરૂરી

યુસીસીને લઇને કોઇ ચર્ચા?

તે બિલ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો દરજ્જો કેબિનેટ સચિવની બરાબર કરી દેવામાં આવશે. હાલ તો ઘણા વિપક્ષી નેતાઓને આ બિલથી સમસ્યા છે અને તેમણે તેનો વિરોધ કર્યો છે. જોકે યુનિફોર્મ સિવિલ કોડ અંગે હજુ સુધી કોઇ માહિતી સામે આવી રહી નથી. સરકાર તેને ક્યાં સુધી રજૂ કરશે તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી.

ખાસ હતું વિશેષ સત્ર

પહેલા એવું કહેવામાં આવતું હતું કે બિલ સંસદના વિશેષ સત્ર દરમિયાન રજૂ કરી શકાશે. જોકે આમ બન્યું ન હતું. માનવામાં આવી રહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન આ એક મોટો મુદ્દો સાબિત થઈ શકે છે. તેના પર કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. કારણ કે સરકાર દ્વારા હજી સુધી કોઈ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો નથી.

Web Title: Winter session of parliament from december 4 to december 22 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×