scorecardresearch
Premium

રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને કેમ ગણાવી સેક્યુલર પાર્ટી, કેરળમાં થઇ શકે છે શું ફાયદો

Rahul Gandhi : અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને (IUML)ધર્મનિરપેક્ષ પાર્ટી ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને અનેક સંગઠનોએ રાહુલ પર પ્રહાર કર્યો હતો

Rahul Gandhi
રાહુલ ગાંધી (File)

 Shaju Philip : અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને (IUML)ધર્મનિરપેક્ષ પાર્ટી ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને અનેક સંગઠનોએ રાહુલ પર પ્રહાર કર્યો હતોહાલમાં જ અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને (IUML)ધર્મનિરપેક્ષ પાર્ટી ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને અનેક સંગઠનોએ રાહુલ પર પ્રહાર કર્યો હતો. આઈયુએમએલ કેરળ સ્થિત મુસ્લિમ પાર્ટી છે.

આઝાદી પહેલા ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે આંદોલનમાં ભાગ લીધો હતો. આ સંગઠન વિભાજન બાદ વિખેરી નાખવામાં આવ્યું હતું. તેના ભારતીય પાર્ટ પ્રથમ બેઠક 1948માં એઆઈએમએલના બેનર હેઠળ યોજી હતી. ત્રણ વર્ષ બાદ આ સંગઠનનું નામ બદલીને આઇયુએમએલ કરવામાં આવ્યું હતું.

આઈયુએમએલ સૌ પ્રથમ 1867માં કેરળ કેબિનેટમાં સામેલ થઇ હતી. તે સમયે કેરળમાં સીપીઆઈ-એમની સરકાર હતી. જોકે છેલ્લા ચાર દાયકાથી આઈયુએમએલ કેરળમાં કોંગ્રેસ સાથે છે. તે યુડીએફ જોડાણનો એક ભાગ છે. આઈયુએમએલના લોકસભામાં ત્રણ સભ્યો છે – ઇ ટી મોહમ્મદ બશીર, એમપી અબ્દુસમદ સમદાની અને કે નવસ કાની. આ ઉપરાંત આઈયુએમએલનો રાજ્યસભામાં પણ એક સભ્ય છે – પીવી અબ્દુલ વહાબ. કેરળ વિધાનસભામાં 140 સભ્યોમાંથી તેના 15 ધારાસભ્યો છે. વાયનાડમાં આઈયુએમએલનો પ્રભાવ છે. અહીંથી રાહુલ ગાંધી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાહુલ ગાંધી 4 લાખથી વધુ મતોના અંતરથી જીત્યા હતા.

આઈયુએમએલ વિશે રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ તેમની તુલના મુહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ સાથે કરી હતી. જે ભારતના ભાગલા માટે જવાબદાર હતી.

આ પણ વાંચો – કર્ણાટકમાં પરાજય પછી ભાજપે દક્ષિણ ભારતમાં રણનિતી બદલી, આવો છે પ્લાન

આઇયુએમએલના રાષ્ટ્રીય મહાસચિવ પી કે કુન્હાલીકુટ્ટીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આઇયુએમએલ પર રાહુલનો અભિપ્રાય તેમના (કોંગ્રેસ) અનુભવથી ઉપજ્યો છે. આઇયુએમએલનો સાત દાયકા લાંબો ઇતિહાસ દર્શાવે છે કે તે એક એવી સંસ્થા છે જેણે દેશ સાથે યાત્રા કરી છે. પાર્ટી દ્વારા છોડવામાં આવેલા માર્ગમાં કોઈ પણ સાંપ્રદાયિકતા શોધી શકશે નહીં. આઝાદી પછી ભારતમાં આઈયુએમએલે લઘુમતી મુસ્લિમોનું સાચા રસ્તે પ્રતિનિધિત્વ કરવાનું કામ હાથ ધર્યું છે.

કુન્હાલીકુટ્ટીએ 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ પછી પાર્ટીના ઉદાર અભિગમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાબરી વિધ્વંસ પછી જ્યારે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા હતા ત્યારે આઈયુએમએલે જ આ પ્રકારના સાંપ્રદાયિક એજન્ડાને નિષ્ફળ બનાવ્યો હતો અને સમુદાયને યોગ્ય દિશા આપી હતી. અમારા રાજકીય વિરોધીઓને પણ આઈયુએમએલના બિનસાંપ્રદાયિક વલણને સ્વીકારવાની ફરજ પડી હતી.

આઇયુએમએલ એવા સમયે રાહુલના સમર્થનને ચોક્કસપણે આવકારશે જ્યારે શાસક સીપીઆઇ (એમ)એ પણ પાર્ટી પ્રત્યેનું પોતાનું વલણ નરમ બનાવ્યું છે. અગાઉ સીપીઆઇ(એમ) આઇયુએમએલને સાંપ્રદાયિક ગણાવતા હતા. તેઓ આઈયુએમએલને ડાબેરીઓ વિરુદ્ધ કોંગ્રેસ-ભાજપના સાંપ્રદાયિક ગઠબંધનનો હિસ્સો બતાવતી રહી છે.

ડિસેમ્બર 2022માં સીપીઆઈ (એમ)ના રાજ્ય સચિવ એમ વી ગોવિંદને કહ્યું હતું કે આઇયુએમએલ સાંપ્રદાયિક નથી અને તે લઘુમતીઓ માટે કામ કરતી લોકશાહી પાર્ટી છે. આઇયુએમએલ યુડીએફ સાથેના તેના જોડાણનું પુનરાવર્તન કરી રહ્યું છે તેમ છતાં તેની તાજેતરના કાર્યોએ કેટલીક શંકાઓ ઉભી કરી છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Why rahul gandhi called iuml secular will aid their alliance in kerala may help keep left at bay

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×