scorecardresearch
Premium

બાબા સિદ્દીકી હત્યાકાંડ બાદ કેમ નિશાના પર છે દેવેન્દ્ર ફડણવીસ? NCPએ પણ ઉઠાવ્યા સવાલ

મહાયુતિ સરકારમાં સામેલ એનસીપી દ્વારા દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે માંગ કરી કે ફડણવીસ પાસે રાજીનામું લેવામાં આવે.

Baba Siddique, Devendra Fadnavis, lawrence bishnoi
મહાયુતિ સરકારમાં સામેલ એનસીપી દ્વારા દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લેવામાં આવી રહ્યા છે (Express Photo)

Baba Siddique Murder case: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક મોટો ભૂકંપ આવી ગયો, જ્યારે પૂર્વ ધારાસભ્ય અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની સરાજાહેર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બીજી તરફ બાબા સિદ્દીકી હત્યાકાંડના કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં સત્તાધારી મહાયુતિ સરકારને નિશાના પર લેવામાં આવી રહી છે. વિપક્ષી દળોથી લઈ મહાયુત સરકારમાં સામેલ અજીત પવાર જુથની એનસીપી નેતા પણ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે, અને તેના થોડા સમય પેહલા જ બાબા સિદ્દીકી હત્યાકાંડના કારણે દેનેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ સવાલો એટલા માટે પણ ઉદ્ભવી રહ્યા છે કારણ કે રાજ્યનું ગૃહ મંત્રાલય અને કાયદા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી ફડણવીસના હાથમાં જ છે જેના કારણે વિપક્ષને તો છોડો સત્તાધારી ગઠબંધનના સહયોગી પણ તેમને નિશાના પર લઈ રહ્યા છે.

એનસીપીએ કહ્યું, ગૃહ મંત્રાલયની અસફળતા

એનસીપી એમએલસી અને પાર્ટીના પ્રવક્તા અમૂલ મિટકરીએ બાબા સિદ્દીકીની હત્યાને ગૃહ વભાગ અને મુંબઈ પોલીસની અસફળતા ગણાવી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે, અમૂલ મિટકરીના નેતા અજીત પવાર દેવેન્દ્ર ફડણવીસની સાથે સરકાર સામેલ છે. મિટકરીએ એવું પણ કહ્યું કે, જો મુંબઈ પોલીસે બાબાસિદ્દીકીની જિંદગીના ખતરાને ગંભીરતાથી લીધો હોત તો આ હત્યા થતી જ નહીં. તેમણે કહ્યું કે, અજીત પવાર બાબા સિદ્દીકીના રૂપમાં એક વિશ્વાસપાત્ર નેતાને ગુમાવી દીધા છે.

આ પણ વાંચો: 700 શૂટર, 11 રાજ્યોમાં ફેલાયેલું નેટવર્ક… ભારતનો બીજો ‘દાઉદ’ બનવાની ફિરાકમાં લોરેન્સ બિશ્નોઈ?

પહેલા પણ નિશાના પર રહ્યા છે બાબા સિદ્દીકી

ધ્યાન આપવા જેવી બાબત છે કે, આ રોઈ પ્રથમવાર નથી જ્યારે એનસીપી અને બીજેપી વચ્ચે મતભેદ સામે આવ્યા હોય. ગત મહિને દેવેન્દ્ર ફડણવીસે એક મીડિયા કોન્ક્લેવમાં કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં સત્તામાં રહેલ મહાયુતિનું ખરાબ પ્રદર્શન એનસીપીના વોટ ટ્રાંસફર ન થવાનું હતું. અજીત પવારને લોકસભા ચૂટણીમાં પ્રદર્શનના કારણે સતત મહાયુતિની અંદર જ નિશાના પર લેવામાં આવી રહ્યા છે.

શિવસેનાએ પણ ફડણવીસ પાસે માંગ્યું રાજીનામું

મહાયુતિ સરકારમાં સામેલ એનસીપી દ્વારા દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે માંગ કરી કે ફડણવીસ પાસે રાજીનામું લેવામાં આવે. એનસીપીના એક દિગ્ગજ નેતાએ જ એવું પણ કહ્યું કે આ મહારાષ્ટ્ર માટે ખતરનાક સ્થિતિ છે માટે દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી તરીકે પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ.

કોંગ્રેસે કહ્યું – કાયદો વ્યવસ્થા ધ્વસ્ત છે

આ સિવાય મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ રાજ્યની કાયદો વ્યવસ્થાને લઈ સીધા ગૃહમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને નિશાના પર લીધા છે. તેમણે કહ્યું કે, સરકાર અને કાયદો વ્યવસ્થાને જ્યારે પણ પડકાર ફેંકવામાં આવે છે તો કોઈને કોઈ વાર્તા સંભળાવી દેવામાં આવે છે. મુંબઈ પૂણે નાગપુર અને રાજ્યના તે ભાગોમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે.

ઘણી વખત વધી ફડણવીસની મુશ્કેલીઓ

તમને જણાવી દઈએ કે ગત દોઢ વર્ષમાં કાયદો વ્યવસ્થાના મોર્ચા પર દેવેન્દ્ર ફડણવીસની ક્ષમતાને લઈ સતત સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે પોલીસે જાલના જિલ્લાના અંતરવાલી સારથી ગામમાં કાર્યકર્તા મનોજ જરંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા આરક્ષણના પ્રદર્શનકારીયો પર લાઠીચાર્જ કર્યો હતો. જેના પછીથી જ ગઠબંધનથી ફડણવીસની પકડ નબળી પડતી દેખાઈ રહી છે. તે સમયે જ ફડણવીસને ન માત્ર વિપક્ષી ગઠબંધન પરંતુ સહયોગીઓ પાસેથી પણ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.

એનસીપી નેતા અને કેબિનેટ સહયોગી છગન ભુજબલ એકલા એવા નેતા હતા જેમણે આ મુદ્દે સાર્વજનિક રૂપે દેવેન્દ્ર ફડણવીસનો બચાવ કર્યો હતો. ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયને ફરીથી સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કલ્યાણમાં બીજેપીના ધારાસભ્ય ગણપત ગાયકવાડને જમીન વિવાદને લઈ પોલીસ સ્ટેશનની અંદર શિવસેના કાર્યકર્તા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. તેના પછી પણ સવાલો ઉભા થયા હતા જ્યારે એપ્રિલમાં બાઈકસવાર બે લોકોએ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

Web Title: Why devendra fadnavis is on target after baba siddiqui murder case

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×