scorecardresearch
Premium

કોણ છે સાહિલ કટારિયા? ઈન્ડિગોના પાઈલટને મુક્કો મારવા બદલ કરવામાં આવી ધરપકડ

Who is Sahil Kataria : ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં પાઈલટ સાથે મારપીટનો કેસ સામે આવ્યો હતો. આ લડાઈ ત્યારે થઈ હતી જ્યારે પાઈલટ ફ્લાઈટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો

Sahil Kataria, IndiGo pilot
સાહિલ કટારિયા નામના વ્યક્તિએ ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટને કથિત રૂપે મુક્કો માર્યો હતો (Photo: Screengrab from Video)

IndiGo pilot : ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં પાઈલટ સાથે મારપીટનો કેસ સામે આવ્યો હતો. આ લડાઈ ત્યારે થઈ હતી જ્યારે પાઈલટ ફ્લાઈટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો. સાહિલ કટારિયા નામના વ્યક્તિએ ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટને કથિત રૂપે મુક્કો માર્યો હતો. તે તેની પત્ની સાથે તેમના હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો. જોકે ધુમ્મસને કારણે 13 કલાકનો વિલંબ થયો હતો જેથી ગુસ્સે થયો હતો.

35 વર્ષીય સાહિલ કટારિયા સાઉથ દિલ્હીની અમર કોલોનીમાં સ્ટેશનરી અને રમકડાની દુકાન ચલાવે છે. તે કૈલાસના પૂર્વમાં તેના પરિવાર સાથે રહે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સાહિલ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં CrPCની કલમ 41 હેઠળ તેમને નોટિસ પાઠવવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતથી વાકેફ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા અને રવિવારે તેની પત્ની સાથે વેકેશન પર જઈ રહ્યા હતા. ઘટના બાદ દિલ્હી એરપોર્ટ પર CISF અને એરક્રાફ્ટ અધિકારીઓ દ્વારા તેને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – ફ્લાઇટ ઉડાનમાં વિલંબ, ગુસ્સે ભરાયેલા પેસેન્જરે ઇન્ડિગો પ્લેનમાં પાઇલટ પર કર્યો હુમલો, VIDEO વાયરલ

એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે તે વિલંબ અને કેબિન ક્રૂના સભ્યોના બેજવાબદાર વર્તનથી હતાશ હતો જેના કારણે તેણે તેની શાંતિ ગુમાવી દીધી અને પાઇલટ પર હુમલો કર્યો હતો. ઘટના બાદના એક વીડિયોમાં કટારિયા માફી માગતા જોઈ શકાય છે.

અધિકારીએ ઉમેર્યું કે તે અને તેની પત્નીએ ઘટના પછી સ્ટાફ અને પોલીસ સમક્ષ માફી માંગી હતી. એક એફઆઈઆર પહેલેથી જ દાખલ કરવામાં આવી છે અને કેસ કોર્ટમાં લઈ જવામાં આવશે. કો-પાયલોટની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી.

Web Title: Who is sahil kataria arrested for punching an indigo pilot ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×