scorecardresearch
Premium

PFI: પ્રોફેસરનો હાથ કાપીને ચર્ચામાં આવ્યું હતું, શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટમાં પણ આવી ચૂક્યું છે નામ

Popular Front Of India – 2020માં થયેલા દિલ્હી રમખાણોમાં પણ પીએફઆઈનું નામ સામે આવ્યું હતું

પીએફઆઈ પોતાને એનજીઓ ગણાવે છે  (Photo Credit – PTI)
પીએફઆઈ પોતાને એનજીઓ ગણાવે છે (Photo Credit – PTI)

દેશભરમાં પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના (PFI) કાર્યકર્તાઓ પર NIA અને EDના દરોડા યથાવત્ છે. 100થી વધારે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તમને જણાવી રહ્યા છીએ PFIનો શું છે ઇતિહાસ અને ક્યારથી ચર્ચામાં આવ્યું છે

પ્રોફેસરનો હાથ કાપ્યો

PFI 2007માં ત્રણ મુસ્લિમ સંગઠનના વિલયથી બન્યું હતું. જુલાઇ 2010માં PFIના કાર્યકર્તાઓએ કેરલમાં પ્રોફેસર ટીજે જોસેફનો જમણો હાથ કાપી નાખ્યો હતો. આ મામલામાં 2015માં PFIના 13 કાર્યકર્તા દોષિત સાબિત થયા હતા, જેમાં 10 કાર્યકર્તાઓ સીધી રીતે સામેલ હતા.

પ્રોફેસર ટીજે જોસેફ પર પૈગમ્બર મોહમ્મદના અપમાનનો આરોપ લગાવીને હુમલો કર્યો હતો. ત્યારે પ્રોફેસર કેરલના અર્નાકુલમ જિલ્લામાં રહેતા હતા. તેમણે બીકોમ સેકન્ડ યરની પરીક્ષા માટે પેપર તૈયાર કર્યું હતું. જેમાં મોહમ્મદનો ઉલ્લેખ હતો. પ્રોફેસરે મોહમ્મદનો ઉપયોગ લેખક પીટી કુંજૂ મોહમ્મદ માટે કર્યો હતો. જેને પૈગમ્બર મોહમ્મદ સાથે જોડવામાં આવ્યું હતું.

4 જુલાઇ 2010ના રોજ ચર્ચમાં જતા સમયે પ્રોફેસર પર 8 લોકોએ તલવાર અને ચપ્પાથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી કોલેજે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પત્નીએ સામાજિક દબાણ અને આર્થિક પરેશાનીઓથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી હતી.

આતંકી કેમ્પનું આયોજન

2010ની ઘટના પછી PFIના કાર્યકર્તાઓ કથિત રીતે સાંપ્રદાયિક હિંસાથી લઇને રાજ્ય વિરોધી ગતિવિધિયોમાં સામેલ જોવા મળ્યા હતા. 2016માં PFIના 21 સદસ્યોને કેરલના કન્નૂરમાં એક આતંકી કેમ્પ આયોજિત કરવાના મામલામાં દોષિત સાબિત થયા હતા.

શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટ માટે PFIની તપાસ

2016માં ફેડરલ એજન્સીઓએ ISISના સંદિગ્ધોની ધરપકડ કરી હતી જેમાંથી કેટલાક PFIના સદસ્ય નીકળ્યા હતા. પછી એનઆઈએએ શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે બોમ્બ વિસ્ફોટના મામલામાં પીએફઆઈની તપાસ કરી હતી. ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટલમાં થયેલા બ્લાસ્ટમાં 200થી વધારે લોકો માર્યા ગયા હતા. આતંકી સંગઠન ISISએ આ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી.

કાબુલમાં ગુરુદ્વારામાં થયેલા હુમલામાં પણ આવ્યું હતું નામ

2020માં અફઘાનિસ્તાનના કાબુલ સ્થિત એક ગુરુદ્વારમાં થયેલા બોબ્મ બ્લાસ્ટમાં 25 શીખો માર્યા ગયા હતા. હુમલાવરોમાંથી એક કેરલ યૂનિટના PFIનો સદસ્ય બતાવવામાં આવ્યો હતો. ઇન્ડિયા ટૂડેએ સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે કાબુલમાં ગુરુદ્વારા બ્લાસ્ટમાં 29 વર્ષીય મોહમ્મદ મુહસિન સામેલ હતો. તે PFIનો સદસ્ય હતો. એક સ્થાનીય મંદિરમાં પત્થરમારાના મામલા પછી તે દુબઈ ભાગી ગયો હતો. જ્યાથી સંભવત પૂર્વી અફઘાનિસ્તાનમાં આઈએસના કેમ્પના ચાલ્યો ગયો હતો. 2020માં થયેલા દિલ્હી રમખાણોમાં પણ પીએફઆઈનું નામ સામે આવ્યું હતું.

Web Title: What is history of popular front of india

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×