scorecardresearch
Premium

Bengal Violence | આ બંગાળ છે જ્યાં હિંસા સામાન્ય અને દરેક ચૂંટણી પહેલા થાય છે ‘ખૂની ખેલ’, ડરામણો છે ઇતિહાસ

west bengal violence history : બંગાળની રાજનીતિ અંગે કહેવામાં આવે છે કે અહીં જે સરકારમાં છે તે પોતાની સત્તા બચાવવા માટે અનેક અવસર પર હિંસાનો સહારો લે છે. જે લોકો વિપક્ષમાં બેઠા હોય છે તેઓ સત્તા પર આવવા માટે પણ હિંસા કરાવે છે. એટલે કે હિંસા અટકતી નથી. બસ પાર્ટીઓ બદલાય છે. અવસર બદલાય છે.…

bengal violence, bengal violence history, why bengal violence
પશ્ચિમ બંગાળમાં હિંસા, ફાઇલ તસવીર

પશ્વિમ બંગાળમાં આ સમયે પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. અહીં 8 જુલાઇએ ચૂંટણી થવા જઈ રહી છે. 11 જુલાઈએ આ અંગે પરિણામો આવશે. હજી ચુંટણીમાં થોડો સમય બાકી છે. માત્ર નામાંકન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. પરંતુ જેવી રીતે આ રાજ્યનો ઇતિહાસ છે. અનેક વખત પોતાનો હિંસક મોડ ઓનમાં આવી જાય છે. ચારેબાજુ તણાવની સ્થિતિ હોય છે.

બંગાળી લોકો માટે સામાન્ય થઇ ગઈ છે હિંસા!

માત્ર એક સપ્તાહના આંકડા બતાવે છે કે છ લોકોની હત્યા થઈ ચૂકી છે. અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસનો લાઠીચાર્જ તો રોજ થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોલકત્તા હાઇકોર્ટને આદેશ આપવો પડ્યો છે કે મતદાન કેન્દ્ર પર કેન્દ્રીય દળોને તૈનાત કરવામાં આવે. આમ છતાં પણ બબાલ રોકાવવાનું નામ નથી લઈ રહી. આ હિંસામાં હથિયાર છે, બોમ્બ વિસ્ફોટ છે, પથ્થરમારો છે, આગચંપી છે અને એક બીજા પર આરોપ લગાવવાની રાજનીતિ ચાલી રહી છે. પરંતુ બંગાળનો જેવો ઇતિહાસ છે, જેવી અહીંની સ્થિતિ છે અહીના લોકો સામાન્ય માનવા લાગ્યા છે.

બંગાળની રાજનીતિ અંગે કહેવામાં આવે છે કે અહીં જે સરકારમાં છે તે પોતાની સત્તા બચાવવા માટે અનેક અવસર પર હિંસાનો સહારો લે છે. જે લોકો વિપક્ષમાં બેઠા હોય છે તેઓ સત્તા પર આવવા માટે પણ હિંસા કરાવે છે. એટલે કે હિંસા અટકતી નથી. બસ પાર્ટીઓ બદલાય છે. અવસર બદલાય છે. પરંતુ રક્ત ચરિત્ર ચાલું જ રહે છે. આ રક્ત ચરિત્રમાં પુરુવા તરીકે એ આંકડા ચે જે એનસાઆરબીએ અનેક પ્રસંગે રજૂ કર્યા છે. સદનમાં પણ નેતાઓ દ્વારા અલગ અલગ આંકડાઓ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- આર્મી, નેવી, એરફોર્સમાં ક્રોસ-પોસ્ટિંગ: એકીકરણ પગલાના ભાગ રૂપે વરિષ્ઠ અધિકારીઓને સેવાઓમાં પોસ્ટ કરવામાં આવશે

અલગ અલગ આંકડાની વાત કરીએ તો

  • આંકડા નંબર -1, 2021માં બંગાળમાં સાંપ્રદાયિક હિંસાના 30 મામલા સામે આવ્યા
  • આંકડા નંબર -2,2022માં બંગાળમાં સાંપ્રદાયિક હિંસાના 35 મામલા સામે આવ્યા
  • આંકડા નંબર – 3, 2018માં બંગાળમાં 12 રાજનીતિક હત્યાઓ થઈ
  • આંકડા નંબર -4, 1999થી 2016 વચ્ચે રોજ 20 રાજનીતિક મોત થયા
  • આંકડા નંબર – 5, 2009માં સૌથી વધારે 50 રાજનીતિક હત્યા થઈ

આઝાદી પહેલા હિંસા, ભાગલા પછી પણ હિંસા

સરસ શબ્દોમાં એ પણ કહી શકાય કે બંગાળમાં સરકાર કોંગ્રેસની રહી ત્યારે હિંસા થઈ, લેફ્ટની સરકાર આવી તો પણ ભારે હિંસા થઈ અને હવે ટીએમસીનું રોજ છે તો પણ ખૂની સંઘર્ષ ચાલી રહ્યો છે. બંગાળમાં હિંસાનો ઇતિહાસ આઝાદીથી પણ જૂનો છે. પછી ભલે 1770માં અકળા અને ત્યારબાદ થયેલી હત્યાઓનો સિલસિલો રહ્યો અથવા 1880માં અકાળ બાદ હિંસા જોવા મળી.સૌથી વધારે ચર્ચિત તો ભાગલાવાળી હિંસા રહી જેમાં કહેવાય છે કે લાખો લોકોનો જીવ ગયો હતો.

આ પણ વાંચોઃ- 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે યુપીના નાના પક્ષો, વધુ સારી ડીલ માટે ગઠબંધનના વિકલ્પો ખુલ્લા રાખ્યા

કોંગ્રેસનું રાજ, લેફ્ટનો સંઘર્ષ અને ખૂની રાજનીતિ

બંગાળમાં રાજનીતિક લડાઈની વાત કરીએ તો 1957ના સમયે કોંગ્રેસ વિરુદ્ધ સીપીઆઈ મુકાબલો હતો. કોંગ્રેસ સરકારમાં હતી, સીપીઆઈ ત્યારે કેરળમાં પોતાની પહેલી સરકાર બનાવી ચુકી હતી. હવે બંગાળની રાજકીય સ્થિતિની ફતરત પણ આવી જ રહી છે કે કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે લેફ્ટ પ્રવાસમાં આજ અને ભૂમિ વિતરણને લઇને રાજ્યમાં મોટું આંદોલન થયું હતું. આવા આંદોલનથી લાખો લોકો એકઠાં થયા હતા. કોંગ્રેસ ડરી ગઈ, લેફ્ટની વધતી તાકતને સત્તા હાથથી વાની સંભાવના વધી ગઈ હતી.

Web Title: West bengal where violence is common and every election is preceded by a murder game

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×