scorecardresearch
Premium

Uttarkashi Tunnel Rescue: દુનિયાભરમાં જોવામાં આવ્યું શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન, આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?

Uttarkashi Tunnel Rescue : 17 દિવસ સુધી પહાડોમાં ફસાયેલા મજૂરો બહાર આવ્યા તો આ ક્ષણોને માત્ર દેશમાં જ જોઈ ન હતી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ તેને મોટા પ્રમાણમાં કવર કરવામાં આવી હતી

Uttarkashi Rescue | Uttarkashi Tunnel Rescue
ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી 41 શ્રમિકો સુરક્ષિત બહાર આવ્યા (તસવીર – એક્સપ્રેસ)

Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી 41 શ્રમિકો સુરક્ષિત બહાર આવ્યા છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. જ્યારે 17 દિવસ સુધી પહાડોમાં ફસાયેલા મજૂરો બહાર આવ્યા તો આ ક્ષણોને માત્ર દેશમાં જ જોઈ ન હતી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પણ તેને મોટા પ્રમાણમાં કવર કરવામાં આવી હતી. વિશ્વભરના અખબારોએ બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી અને તેને લાઇવ પણ બતાવ્યું હતું. બીબીસીએ પોતાના લાઇવ બ્લોગમાં લખ્યું છે કે ટનલમાંથી પ્રથમ મજૂર બહાર આવવાના સમાચારની ઉજવણી કરવામાં આવી રહી છે. બીબીસીએ પોતાની વેબસાઈટ પર એક તસવીર અપલોડ કરી છે જેમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સુરંગમાંથી બચાવવામાં આવેલા પહેલા પ્રથમ શ્રમિતને મળતા જોવા મળી રહ્યા છે.

સીએનએન અને અન્ય મીડિયાએ શું કહ્યું?

સીએનએનએ ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશનના વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી શ્રમિકો સાથે મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. કતર સ્થિત ન્યૂઝ ચેનલ અલ-જઝીરાના રિપોર્ટ અનુસાર લખવામાં આવ્યું હતું કે 12 નવેમ્બરે સુરંગ તૂટી પડવાની સાથે શરૂ થયેલો સંઘર્ષ સફળ રહ્યો છે.

આ પણ વાંચો – ઉત્તરકાશી રેસ્ક્યૂ ઓપરેશનના 5 મોટા ‘યોદ્ધા’ જેમણે મજૂરોને નવું જીવન આપ્યું, અભિયાન પાર પાડ્યુ

આ રિપોર્ટમાં સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલી જાણકારી પણ આપવામાં આવી હતી. અહીં લખવામાં આવ્યું હતું કે વેલ્ડેડ પાઈપોથી બનેલા રસ્તા પરથી કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ધ ગાર્જિયને જણાવ્યું કે સિલ્કયારા ટનલમાંથી 400 કલાક પછી ઘણા પ્રયાસો બાદ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. આ રીતે અલગ-અલગ અખબારોએ આ સમગ્ર ઓપરેશનનું લાઇવ કવરેજ કર્યું હતું.

વિદેશી મીડિયા દ્વારા આ સમગ્ર મામલાને સતત કવર કરવામાં આવી રહ્યો હતો. માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વની નજર આ ઘટના પર ટકેલી હતી. 17 દિવસ પછી આ સફળતા દરેક જગ્યાએ બતાવવામાં આવી હતી અને ખાસ કરીને વિદેશી મીડિયાએ કામદારોને જે રીતે બહાર કાઢવામાં આવ્યા તેની પ્રશંસા કરી હતી. દેશના મીડિયા સાથે જોડાયેલા ઘણા પત્રકારો પણ સતત સ્થળ પર હાજર હતા.

Web Title: Uttarkashi tunnel rescue operation international media coverage ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×