Uniform Civil Code : ઉત્તરાખંડ સરકાર 5 ફેબ્રુઆરીએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ પસાર કરી શકે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે આ બિલ પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સમિતિ 2 ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી શકે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા મે 2022માં સમિતિની રચના કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાયેલી પાંચ સભ્યોની સમિતિએ ડ્રાફ્ટ પૂર્ણ કરી લીધો છે, ત્યારબાદ આ વાત સામે આવી છે. રૂડકીમાં નમો નવ મતદાર સંમેલનને સંબોધતા ધામીએ કહ્યું હતું કે જેવો અમને ડ્રાફ્ટ મળશે કે તરત જ અમે વિધાનસભા સત્ર બોલાવીશું અને સમગ્ર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું.
ઉત્તરાખંડ વિધાનસભાનું સત્ર 5 ફેબ્રુઆરીએ યોજાશે
ઉત્તરાખંડ વિધાનસભા સચિવાલય દ્વારા શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 5 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11 વાગ્યે સભા મંડળ, વિધાનસભા, દહેરાદૂનમાં ગૃહને ફરીથી બોલાવવામાં આવશે.
આ પણ વાંચો – જ્ઞાનવાપી વિવાદ : પાર્ટીઓ ચૂપ, આરએસએસ, ભાજપ મામલો કોર્ટ પર છોડે તેવી શક્યતા
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો અનુસાર સમિતિએ સુપરત કરેલા અહેવાલમાં પૂર્વજોની સંપત્તિમાં પુત્રીઓ માટે લિંગ સમાનતા અને સમાન અધિકારનું સૂચન કરવામાં આવ્યું છે. સમિતિના દસ્તાવેજમાં મહિલાઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનું સૂચન કરતું નથી. તેણે મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ રાખવાની ભલામણ કરી છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે એકવાર ઉત્તરાખંડ વિધાનસભા યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરશે. ત્યાર પછી અન્ય બે બીજેપી શાસિત રાજ્યો – ગુજરાત અને આસામ તેમની વિધાનસભામાં એક સમાન બિલ પસાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે છે તો ત્રણ રાજ્યો આગામી થોડા મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે એક દિવસનું સત્ર હશે અને બિલ પસાર થયા પછી ગૃહ સ્થગિત થવાની ધારણા છે