ઉત્તરાખંડમાં પિથૌરાગડમાં મોટી દુર્ઘટના થઈ છે. મુનસ્યારી થઇને જતી શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. ઘટના સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન હજી પણ ચાલું છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે જીપના ભુક્કા બોલાઇ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે જીપમાં 11 લોકો સવાર હતા. મુનસ્યારી બોલ્ક સ્થિત હોકરા મંદિર જઈ રહેલી જીપ પલટીને રામગંગા નદીમાં પડી હતી. આ દુર્ઘટનાના પીડિતો બાગેશ્વર તાલુકાના કપકોટ, શામા અને ભનારના રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બાગેશ્વરથી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ
મળતી માહિતી પ્રમાણે દરેક શ્રદ્ધાળુ બાગેશ્વરના શામાથી હોકારા મંદિર દર્શન કરવા જઇ રહ્યા હતા. જ્યાં હોકારા પાસે હહોંચતા તેમની જીપ બેકાબુ થઇને ખાઈમાં ખાબકી હતી. આ દુર્ધટનાની જાણકારી મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ખુબ જ દુર્ઘમ છે. અહીં પહોંચવું રેસ્ક્યુ ટીમ માટે ભારે મુશ્કેલી ભર્યું છે. જીપ આશરે 600 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. જેના કારણે 9 લોકોના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચોઃ- Jet Engine Technology: ભારતને મળશે ‘જેટ એન્જિન’, જાણો કેમ ખાસ છે અમેરિકા સાથેની જેટ ટેકનોલોજી ડીલ
વરસાદના કારણે થઇ દુર્ઘટના
લોકોનું કહેવું છે કે મોડી રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. અને રસ્તો ઘસાયો હતો. સડક જાનલેવા થઇ ગઈ હતી. જ્યાં રસ્તો ઘોવાયો હતો ત્યાં જ આ મોટી દુર્ઘટના ઘટી હતી. સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશ શરુ કર્યું હતું. પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રુપ પ્રમાણે નાચની પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે મસૂરી હોકરા મોટર માર્ગ સપ્લાઇ ગોડામ પાસે એક વાહન દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઘટનાસ્થળે માટે પોલીસ ફોર્સ, એસડીઆરએફ અને એમ્બ્યુલન્સ અને રાજસ્વ ટીમ રવાના થઇ ગઈ છે.