scorecardresearch
Premium

Suresh Sathore Controversy : ભાજપના પૂર્વ ધારાસભ્યે બે લગ્ન કર્યા, હવે પાર્ટી માંથી સસ્પેન્ડ; જાણો શું છે સમગ્ર મામલો

Uttarakhand EX BJP MLA Suresh Sathore Suspended By Party: ઇન્ડિયન એક્સપ્રેસના ઐશ્વર્યા રાજના એક અહેવાલ અનુસાર, ટીકાઓ વચ્ચે સુરેશ રાઠોડે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે વાયરલ વીડિયો ખરેખર એક ફિલ્મ માટે કરવામાં આવેલા કૃત્યનો એક ભાગ છે.

Suresh Sathore | Suresh Sathore viral video | Uttarakhand EX BJP MLA Suresh Sathore
Suresh Sathore Suspended Controversy: ઉત્તરાખંડના પૂર્વ ભાજપ ધારાસભ્ય સુરેશ રાઠોડ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. (Photo: Social Media)

Uttarakhand EX BJP MLA Suresh Sathore Suspended Viral Video: ઉત્તરાખંડના ભાજપના મીડિયા પ્રભારી મનવીરસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર પાર્ટીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોની નોંધ લીધી હતી જેમાં રાઠોડ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના અન્ય એક મહિલા સાથે જોવા મળ્યા હતા. તેને “અયોગ્ય આચરણ” ગણાવીન પાર્ટીએ તેમને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રાઠોડ સહારનપુરની અભિનેત્રી ઉર્મિલા સનાવર સાથે જોવા મળી રહ્યા છે, જેને તે પોતાની બીજી પત્ની હોવાનો દાવો કરે છે. કોંગ્રેસે તેની સામે સખત વાંધો ઉઠાવતા તેને સમાન નાગરિક સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જેમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચૌહાણે જણાવ્યું હતું કે, રાઠોડે રજૂ કરેલો જવાબ સગંઠન માટે સંતોષકારક નથી. “પૂર્વ ધારાસભ્યને પાર્ટીની આચારસંહિતા અને સામાજિક શિષ્ટાચારનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ આધાર પર પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટની સૂચનાથી તેમને 6 વર્ષ માટે પાર્ટી માંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ”

આ વીડિયોને લઈને વિવાદ ઊભો થયા બાદ સુરેશ રાઠોડે પોતાનું નિવેદન પાછું ખેંચતા કહ્યું હતું કે આ વીડિયો એક ફિલ્મનો ભાગ છે.

કોંગ્રેસના પ્રવક્તા ગરિમા દાસ્સૌનીએ તેને ભાજપના અનૈતિક રાજકારણ અને બેવડા ધોરણોનું ઉદાહરણ ગણાવ્યું હતું. “જો આ ખરેખર એક નાટક હતું, તો શું આપણે એવું ધારી લેવું જોઈએ કે ભાજપના નેતાઓનું દરેક જાહેર વર્તન સ્ક્રિપ્ટનો એક ભાગ છે? અને જો એ વાત સાચી હોય તો પક્ષની શો-કોઝ નોટિસ માત્ર એક ઢોંગ હતી?”

દસૌનીએ આ ટિપ્પણી આ અઠવાડિયાની શરૂઆતમાં કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શરૂઆતમાં મૌન હતું અને જ્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા કથિત ઉલ્લંઘન અંગે લોકોમાં આક્રોશ વધ્યો ત્યારે જ પાર્ટી એક્શનમાં આવી હતી. “આ કેસ ભાજપના તકવાદી રાજકારણ અને મહિલાઓની ગરિમા પ્રત્યેના તેના ગૌરવપૂર્ણ સમર્પણને ઉજાગર કરે છે. ”

Web Title: Uttarakhand ex bjp mla suresh rathore suspended by party after viral video second marriage ucc controversy as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×