scorecardresearch
Premium

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે, અંદર ત્રિશુળ શું કરી રહ્યું છે?

Gyanvapi : સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપીને લઇને કહ્યું કે અને મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ કરી છે અને તે ભૂલ માટે અમે સમાધાન ઇચ્છીએ છીએ

yogi adityanath | Gyanvapi case
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (File)

Gyanvapi issue: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી કેસને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આપણે જ્ઞાનવાપીને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે ભગવાને જેને દ્રષ્ટી આપી છે તે જોઈ લે. ત્રિશૂળ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? અમે તો રાખ્યું નથી.

યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે જ્યોતિર્લિંગ છે, દેવની પ્રતિમાઓ છે, આખી દીવાલો ચિલ્લાઇ-ચિલ્લાઇને શું કહી રહી છે? સીએમ યોગીએ કહ્યું કે અને મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબે ઐતિહાસિક ભૂલ કરી છે અને તે ભૂલ માટે અમે સમાધાન ઇચ્છીએ છીએ.

હું ભગવાનનો ભક્ત છું: યોગી આદિત્યનાથ

અન્ય એક સવાલના જવાબમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે દેશ સંવિધાનથી ચાલશે, મત અને ધર્મના આધારે નહીં. જુઓ હું ભગવાનનો ભક્ત છું, પણ હું કોઈ પાખંડમાં માનતો નથી. તમારી રીતે મત અને ધર્મ હશે. તમારા ઘરમાં હશે. તમારી મસ્જિદ, ઇબાદતગાહ સુધી હશે. રસ્તા પર પ્રદર્શન કરવા નહીં અને તમે કોઈ બીજા પર થોપી શકો નહીં. જો કોઈ પણ વ્યક્તિ દેશમાં રહેવા માંગે છે, તો તેણે રાષ્ટ્રને સર્વોપરી માનવું પડશે, પોતાના મત અને ધર્મને નહીં.

યોગી આદિત્યનાથના નિવેદન પર ઓવૈસીએ શું કહ્યું?

જ્ઞાનવાપી મસ્જિદ પર યોગી આદિત્યનાથના નિવેદન પર પ્રતિક્રિયા આપતા એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુખ્યમંત્રી જાણે છે કે અલ્હાબાદ હાઈકોર્ટ એએસઆઈ રિપોર્ટ પર નિર્ણય આપવા જઈ રહી છે, તેથી તેમણે આવું નિવેદન આપ્યું છે. તમે તે જગ્યાને દબાવવા માંગો છો જ્યાં 400 વર્ષથી મસ્જિદ છે. આ તેમની સાંપ્રદાયિકતાની રાજનીતિ છે.

આ પણ વાંચો – યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે 2024ની ચૂંટણી સુધી રાહ જોવાઇ શકે છે, આ મુદ્દાને રાજકીય રીતે જીવંત રાખવામાં આવશે

વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી સંકુલના વિવાદિત વજૂખાના વાળા ભાગ સિવાય તમામ વિસ્તારોનો એએસઆઈ સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સર્વે બંધ કરીને કેસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી લીધી છે. એએસઆઈ સર્વે અંગે નિર્ણય આવી રહ્યો છે. સાથે જ આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરોને તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપી ચુક્યા છે. સાથે જ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથના આ નિવેદને આ વિવાદને નવી હવા આપી છે.

જ્ઞાનવાપી કેસનો ઇતિહાસ શું છે?

1991માં વારાણસીની એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણને લઈને એક દાવો કરવામાં આવ્યો હતો. દાવો હતો કે ઔરંગઝેબના આદેશ પર 16મી સદીમાં તેમના શાસનકાળમાં કાશી વિશ્વનાથ મંદિરનો એક ભાગ તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અરજદારો અને સ્થાનિક પુજારીઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રાર્થના કરવાની મંજૂરી માંગી હતી. તેમની વિનંતી પર અલ્હાબાદ હાઈકોર્ટે 2019માં એએસઆઈ સર્વે પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.

યુપીમાં કાયદો અને વ્યવસ્થા પર સીએમ યોગીની ચેતવણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં આયોજિત કોઈ પણ કાર્યક્રમ કાયદાના દાયરામાં હોવો જોઈએ અને જનતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. મુખ્યમંત્રી યોગીએ રવિવારે લાલ બહાદુર શાસ્ત્રી ભવન (એનએએક્સઆઈ) ખાતે મુખ્યમંત્રી કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન અને સીએમ ડેશબોર્ડનું લોકાર્પણ કર્યા બાદ લોકોને સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે તહેવારો અને તહેવારોના અવસર પર જ્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં રમખાણો થઈ રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશમાં શાંતિ હતી. જેમને શાંતિ અને સંવાદિતા પસંદ નથી, તેઓ નાના-નાના મુદ્દા ઉઠાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે પણ કાર્યક્રમ થાય, તે કાયદાના દાયરામાં રહે અને જનતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય. તેમણે કહ્યું કે સામાન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન એ વહીવટની પ્રાથમિકતા હોવી જોઈએ.

Web Title: Uttar pradesh chief minister yogi adityanath statement gyanvapi issue ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×