scorecardresearch
Premium

ઉત્તર પ્રદેશમાં સીએમ યોગીએ રામનાથ ગોએન્કા માર્ગનું ઉદ્ઘાટન કર્યું , કહ્યું- આજે લોકશાહીનો સૌથી મોટો દિવસ છે

Ramnath goenka marg inaugration : ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ રામનાથ ગોએન્કા માર્ગનું ઉદઘાટન કરતી વખતે વર્ષ 1975માં લાગુ કરાયેલી ઇમરજન્સી વખતે રામનાથ ગોએન્કાની મીડિયા કામગીરીની પ્રશંસા કરી.

Ramnath goenka marg inaugration
ઉત્તર પ્રદેશમાં રામનાથ ગોએન્કા માર્ગનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

CM Yogi adityanath inaugration Ramnath goenka marg : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે નોઈડામાં રામનાથ ગોએન્કા માર્ગનું ઉદઘાટન કર્યું છે. આ દરમિયાન, ઈન્ડિયન એક્સપ્રેસ ઓફિસમાં આઈડિયા એક્સચેન્જ પ્રોગ્રામમાં ઉત્તર પ્રદેશના સીએમએ તેમના મંતવ્યો રજૂ કર્યા અને કહ્યું કે, લોકશાહી માટે એક મોટો દિવસ છે જ્યારે અમે રામનાથ ગોએન્કા જીના નામથી આ માર્ગનું ઉદઘાટન કરી રહ્યા છીએ.

સીએમ યોગીએ કહ્યું કે 25 જૂન 1975નો દિવસ લોકતાંત્રિક ભારત દેશ માટે કાળો દિવસ તરીકે ઓળખાય છે. તે વર્ષે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. પરંતુ તે સમયગાળામાં લોકશાહી બચાવવા માટે મીડિયાને રામનાથ ગોએન્કાજીએ કોઈપણ હદ સુધી કામગીરી કરવાની હિંમત આપી હતી. તેમણે કહ્યું કે ગોએન્કા પરિવારે લોકશાહી બચાવવાનું કામ કર્યું છે. રામનાથ ગોએન્કા રાષ્ટ્રવાદી મિશન સાથે પણ જોડાયેલા હતા જેની સાથે તેઓ જોડાયેલા છે. આ દરમિયાન સીએમ યોગીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર મળવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

CM Yogi Adityanath with anant goenka
રામનાથ ગોએન્કા માર્ગના ઉદઘાટન કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે ઇન્ડિયન એક્સપ્રેસના હેડ અનંત ગોએન્કા

રામનાથ ગોએન્કા ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના સ્થાપક

રામનાથ ગોએન્કા ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના સ્થાપક છે. સીએમ યોગીની મુલાકાતને ધ્યાનમાં રાખીને નોઈડામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ જવાનો તૈનાત છે. ન્યુ ઓખલા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (નોઈડા)ના સંચાલક મંડળે નોઈડાના સેક્ટર 10માં અમલતાશ માર્ગનું નામ બદલી નાખ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસની ઓફિસ અહીં આવેલી છે.

આ એક ઐતિહાસિક દિવસ છેઃ સીએમ યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 48 વર્ષ પહેલા લોકશાહીને તોડી પાડવાનો પ્રયાસ થયો હતો તે સમયે પોતાની જવાબદારી સાથે લોકશાહીને બચાવવા માટે જે મહાપુરુષોએ સૌથી વધુ યોગદાન આપ્યુ હતુ – તે નામ છે સ્વર્ગીય રામનાથ ગોએન્કાજીનુ. મને ખુશી છે કે યુપીના આર્થિક પાટનગર નોઇડામાં મને તેમના નામના માર્ગનું ઉદઘાટન કરવાની તક મળી છે.

આ પણ વાંચોઃ 25 જૂનનો ઇતિહાસ : ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી, આઝાદ ભારતનો ‘કાળો દિવસ’

રામનાથ ગોએન્કા ચમકતો તારો હતાઃ સીએમ યોગી આદિત્યનાથ

સીએમ યોગીએ કહ્યું કે સ્વર્ગસ્થ રામનાથ ગોએન્કા મીડિયા જગતના ચમકતા તારા છે. જ્યારે પણ મીડિયા અને લોકશાહીની વાત થશે ત્યારે તેમના કાર્યની ચર્ચા જરૂર થશે. બિહારના એક અંતરિયાળ ગામમાં જન્મેલા, દેશની આઝાદી માટે પ્રખર કામગીરી કરનાર અને આઝાદી પછી રાષ્ટ્રપિતાની પ્રેરણાથી ઈન્ડિયન એક્સપ્રેસની સ્થાપના કરીને મીડિયા મારફતે લોકો માટે કામગીરી કરીછે. લોકોના અવાજને બુલંદ બનાવ્યો છે.

Web Title: Up cm yogi adityanath ramnath goenka marg inaugration indian express

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×