scorecardresearch
Premium

Express Adda: એક્સપ્રેસ અડ્ડામાં નીતિન ગડકરી સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું

Express Adda : ભાજપા નેતૃત્વના પ્રમુખ રણનીતિકારોમાંથી એક અને મોદી સરકારમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક્સપ્રેસ અડ્ડામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

એક્સપ્રસ અડ્ડામાં નીતિન ગડકરીએ સાથે ખાસ વાતચીત
એક્સપ્રસ અડ્ડામાં નીતિન ગડકરીએ સાથે ખાસ વાતચીત

ભાજપા નેતૃત્વના પ્રમુખ રણનીતિકારોમાંથી એક અને મોદી સરકારમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક્સપ્રેસ અડ્ડામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરી સાથે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના Executive Director અનંત ગોયન્કા અને એક્સપ્રેસ ગ્રુપના નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રાએ ખાસ વાતચીત કરી હતી.

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇન્ડિયન એક્સપ્રેક્સના ખાસ કાર્યક્રમ ‘એક્સપ્રેક્સ અડ્ડા’માં ટ્રાફિક સમસ્યાનું વિશ્લેષણ કરતા એક રામબાણ ઉપાય બતાવ્યો હતો. નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં બે પ્રકારના કૌશલ છે. એક જનસંખ્યા વધારવી અને બીજું ઓટોમોબાઇલનો વિકાસ કરવો. તેમણે ટ્રાફિકની સમસ્યા દરમિયાન પાર્કિગના મુદ્દા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઘરમાં ચાર લોકો છે પણ આઠ કાર છે. દિલ્હીમાં કોઇ પાર્કિંગ બનાવતા નથી. અમે રોડ તેમની પાર્કિંગ વ્યવસ્થા માટે બનાવી હોય તેમ માને છે. બધી જ ગાડીઓ રોડ પર હોય છે. મોટા-મોટા મકાનવાળાની પણ ગાડી રસ્તા પર ઉભી હોય છે. આ એક સમસ્યા છે.

નીતિન ગડકરીએ કહ્યું કે હું સારા રસ્તા બનાવું છું પણ મારી એક પરેશાની છે. સમસ્યા એ છે કે પ્રથમ પ્રાથમિકતા માસ રેપિડ ટ્રાન્સપોર્ટ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારો થશે તો ગાડીઓનો ઉપયોગ ઓછો થશે. લોકો અંગત કામના બદલે માસ રેપિડ ટ્રાન્સપોર્ટથી ઓફિસ જાય તો રસ્તા પર કારોની સંખ્યા ઓછી થઇ જશે.

Web Title: Union minister nitin gadkari speaks at express adda

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×