મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યૂબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચેતવણી આપી છે. ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટી વીર સાવરકરનું અપમાન સહન કરશે નહીં. માલેગાંવમાં એક રેલીને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમે (રાહુલ ગાંધી) ભારત જોડો યાત્રા કાઢી, તે દરમિયાન અમે પણ તમારી સાથે હતા. જોકે હું તમને ખુલ્લી રીતે બતાવવા માંગું છું કે સાવરકર અમારા આદર્શ છે અને અમે તેમનું અપમાન સહન કરીશું નહીં.
સાવરકરે જે પીડાઓ સહન કરી છે તે કોઇ સહન કરી શકે નહીં
ઉદ્ધવે કહ્યું કે આજે હું સાર્વજનિક મંચથી કરી રહ્યો છું કે આ બધું ચાલશે નહીં. સાવરકરે જે પીડાઓ સહન કરી છે તે કોઇ સહન કરી શકે નહીં. આપણે લોકતંત્રને બચાવવા એકસાથે આવ્યા છીએ. આવા નિવેદનો ના કરો, જેનાથી તિરાડ (શિવસેના અને કોંગ્રેસ વચ્ચે)ઉભી થાય. ઠાકરેએ કહ્યું કે જે સાવરકરે 14 વર્ષ પીડાઓ સહન કરીને દેશને આઝાદી અપાવી તે સાવરકર પણ સ્વર્ગથી જોઈ રહ્યા છે કે આજે શું ચાલી રહ્યું છે. જેથી કહી રહ્યો છું કે મુદ્દાથી ભટકશો નહીં, અમે સાવરકરના ભક્ત છીએ. મહારાષ્ટ્રમાં આ લડાઇ હું મુખ્યમંત્રી થવા માટે લડી રહ્યો નથી.
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કર્યો
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કર્યો હતો. ઠાકરેએ કહ્યું કે પોતાના પિતાનું નામ લેવામાં શરમ આવે છે જેથી મારા પિતાનું નામ લેશે. બીજેપી એ બતાવે કે શિંદેની આગેવાનીમાં ચૂંટણી લડશે. હિંમત છે તો તાત્કાલિક ચૂંટણી કરાવો. તમે મોદીના નામે લડો અને હું મારા પિતાના નામ પર લડીશ પછી જોઈએ કે કોણ જીતે છે. ભાજપની પાર્ટીમાં બધા ભ્રષ્ટ લોકો છે પણ તેની પાસે નિરમા પાવડર છે જેમાં બધુ ધોઇને સ્વચ્છ થઇ જાય છે. તેમના પર કશું કહો તો દેશનું અપમાન થાય છે, મોદી પર કશું કહો તો દેશનું અપમાન થાય છે. તેમનું કહેવું છે કે મોદી એટલે દેશ. શું તે મંજૂર કરી શકો છો. તેમના પરિવારના કોઇ ક્રાંતિકારી દેશ માટે ફાંસી પર લટક્યા. મેં તેમનો સાથ છોડી દીધો તો તે કહે છે કે મેં હિન્દુત્વને છોડી દીધું.
રાહુલ ગાંધીએ સાવરકરને લઇને શું કહ્યું હતું
લોકસભા સદસ્યતા રદ થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. જેમાં કોર્ટમાં માફી માગવાના એક સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી ક્યારેય માફી માંગતા નથી.