Uniform civil code : સમાન નાગરિક સંહિતા અંગે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ચોમાસું સત્રને લઇને સંસદમાં બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ ઉત્તરાંખડ યુસીસીને લઈને લાગુ કરનાર પહેલું રાજ્ય બની શકે છે. ઉત્તરાંખડમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. હવે આ બિલને ટૂંક સમયમાં લાગુ કરવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી સરકારે કવાયત તેજ કરી દીધી છે. મોડી રાત્રે સીએમ પુષ્કર સિંહ ધામીએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહર સાથે મુલાકાત કરી હતી.
ડ્રાફ્ટમાં શું શું ખાસ
સૂત્રોના કહેવા પ્રમાણે આ ડ્રાફ્ટમાં લગ્નથી લઈને તલાક અને બાળકોને દત્તક લેવાથી લઈને લિવ ઇન સુધીના મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. સુત્રો પ્રમાણે આ ડ્રાફ્ટ અનુસાર લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે. હલાલા અને ઈદ્દત પર રોક લાગશે. અને લિવ ઇન રિલેશનનું વિવરણ આપવું જરૂરી હશે. એટલું જ નહીં આ ડ્રાફ્ટમાં જનસંખ્યા નિયંત્ર લઇને પણ વાત કહેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં હવે લિવઇનમાં રહેવા માટે ડિક્લેરેશન આપવું જરૂરી
ઉત્તરાખંડમાં યુસીસીને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યમાં હવે લિવ ઇનમાં રહેવા માટે ડિક્લેરેશન આપવું જરીરી થઈ શકે છે. આ અંગેની જાણકારી માતા-પિતાને પણ આપવામાં આવશે. આ ઉપરાંત લગ્ન માટે યુવતીઓી ઉંમરની સીમા વધારવામાં આવશે. કોઈપણ હિસાબે લગ્નનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી રહેશે. જો કપલે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો. તેને સરકારી યોજનાઓનો લાભ મળશે નહીં.
આ ઉપરાંત પોલીગૈમી અથવા બહુવિવાહ પર રોક લાગશે. એટલું જ નહીં આ ડ્રાફ્ટમાં હલાલા અને ઈદ્દતનો પણ સમાવેશ કરવામાં આવશે. ડ્રાફ્ટમાં આ અંગે રોક લગાવવામાં આવશે.
2.31 લાખથી વધારે મળ્યા હતા સુચનો
જસ્ટીસ દેસાઈનું કહેવું છે કે સમાન નાગરિક સંહિતાને લઇને ડ્રાફ્ટ બનીને તૈયાર છે. આને પ્રિન્ટિંગને લઈને મોકલવામાં આવશે. ત્યારબાદ આ ડ્રાફ્ટ સરકારને સૌંપવામાં આવશે. તેમણે કહ્યું કે ડ્રાફ્ટ માટે 143થી વધારે બેઠક થઈ છે. એટલું જ નહીં દરેક જાતિ, જનજાતિ અને ધર્મના લોકો પાસેથી સુચનો મંગાવ્યા હતા. આ સુચનોને ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. સેવાનિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને બતાવ્યું કે ડ્રાફ્ટ કમિટી બન્યા બાદ આ મામલા પર 2.32 લાખથી વધારે સુચનો આવ્યા હતા. 20 હજારથી વધારે લોકો સાથે મૌખિક રીતે વાતચીત કરી હતી. કમિટી સાથે યુસીસીના દરકે પહેલુને જાણવા માટે ઉપસમિતિની રચના કરવામાં આવી જેણે અનેક મિટિંગો કરી હતી. ડ્રાફ્ટ કમિટી બોર્ડને બોર્ડરના ગામ માણાથી લઈને દિલ્હી સુધી અનેક બેઠકો કરી હતી.