scorecardresearch
Premium

Twitterના પૂર્વ CEO ડેક જોર્સીનો દાવો- ‘ભારત સરકારે ટ્વિટર બંધ કરવાની અને દરોડા પાડવાની ધમકી આપી હતી’

Twitter Jack Dorsey vs Indian Govt : ટ્વિટરના સ્થાપક અને પૂર્વ સીઇઓ ડેક જોર્સીએ એક ઇન્ટરવ્યૂહમાં કથિત આક્ષેપો કરતા કહ્યુ કે, પ્લેટફોર્મ પરથી પોસ્ટ કે એકાઉન્ટ બ્લોક ન કરવા બદલ ભારત સરકારે ટ્વિટર બંધ કરવાની, કંપનીના કર્મચારીઓ પર દરોડા પાડવાની ધમકી આપી હતી.

twitter jack dorsey
ટ્વિટરના પૂર્વ સીઇઓ જેક ડોર્સી.

ટ્વિટરના સહ-સ્થાપક અને પૂર્વ સીઇઓ જેક ડોર્સીએ એક ઇન્ટરવ્યૂમાં ઘટસ્ફોટ કર્યો છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારત સરકાર તરફથી ખેડૂતો આંદોલન અને સરકારની ટીકા કરતા એકાઉન્ટને બ્લોક કરવા માટે “ઘણી રિક્વેસ્ટ” મળી છે. ઉપરાંત તેમણે કહ્યું કે, આ પ્લેટફોર્મને “બંધ” કરવાની અને દેશમાં તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી પણ આપવામાં આવી હતી.

જેસ ડોર્સીના દાવાને ભારતના મંત્રીએ ફગાવ્યા

તો જેક ડોર્સીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે તેમના નેતૃત્વમાં ટ્વિટરે ભારતના કાયદાઓના વારંવાર અને સતત ઉલ્લંઘન કરવાની સાથે સાથે ખોટી માહિતીનો શસ્ત્રોની જેમ ઉપયોગ કર્યો છે.

નોંધનીય છે કે ટ્વિટરના નવા CEO એલોન મસ્કનો પણ ભારતના સોશિયલ મીડિયા નિયમો વિશે સમાન વિચાર ધરાવે છે, જેમણે અગાઉ ભારતના નિયમોને આંકડા ગણાવ્યા હતા. તાજેતરમાં એપ્રિલમાં મસ્કે કહ્યું હતું કે તે ટ્વિટરના કર્મચારીઓને જેલમાં મોકલવાનું જોખમ લેવાને બદલે સરકારના બ્લોકિંગ આદેશોનું પાલન કરશે.

એલોન મસ્ક સંભવતઃ ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ- 2021નો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સોશિયલ મીડિયા કંપનીઓના સિનિયર અધિકારઓને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જેલ પણ થઇ શકે છે.

‘જો અમારું નહીં માનો તો, બંધ કરી દઈશું’

સોમવારે મોડી રાત્રે યુટ્યુબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટ્સને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ટ્વિટરના સીઈઓ તરીકે તેમના સમય દરમિયાન વિદેશી સરકારો તરફથી તેમના પર કરાયેલા દબાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડોર્સીએ કહ્યું કે, “ભારત એવો દેશ છે જેણે ખેડૂતો આંદોલન સંબંધિત ઘણી રિક્વેસ્ટ મળી હતી. ખાસ કરીને પત્રકારો વિશે, જેઓ સરકારની ટીકા કરતા હતા, અને તેઓ એવા સંકેત આપી રહ્યા કે ‘અમે ભારતમાં ટ્વિટર બંધ કરીશું; અમે તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા પાડીશું’, ‘જો તમે તેનું પાલન નહીં કરો તો અમે તમારી ઓફિસો બંધ કરી દઈશું’. તો સામે તેમણે કહ્યુ કે, આ ભારત છે, લોકશાહી દેશ”.

2021માં જ્યારે ખેડૂતો આંદોલન ચાલી રહ્યુ હતુ ત્યારે ભારતની કેન્દ્ર સરકારે કથિત “ખાલિસ્તાન” સંબંધિત લગભગ 1,200 એકાઉન્ટ્સ પ્લેટફોર્મ પરથી હટાવા જણાવ્યું હતું. તેની પહેલા ટ્વિટરને 250 થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કરવા કહ્યું હતું.

ટ્વિટરે કેટલાક એકાઉન્ટ્સને બ્લોક કરીને સાનુકુળ પ્રત્યુત્તર આપ્યો હતો પરંતુ ત્યારબાદ તેમને અનબ્લોક કરી દીધા હતા, જેનાથી ભારતનું IT મંત્રાલય નારાજ થયુ હતું. તેના પ્રત્યુત્તરમાં ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર વાણી સ્વતંત્રતાને ટાંકીને આ એકાઉન્ટ્સને ફરી બ્લોક કરવા ઇનકાર કર્યો હતો.

મે 2021માં ટ્વિટરે શાસક પક્ષના નેતાઓ દ્વારા વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને “મેનિપ્યુલેટેડ મીડિયા” તરીકે બદનામ કરવાના કૉંગ્રેસના કાવતરાનો આક્ષેપ કરતી કેટલીક પોસ્ટ્સ સામે વાંધો ઉઠાવ્યાના દિવસો પછી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની એક ટીમ – જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામગીરી કરે છે તેણે ટ્વિટર ઈન્ડિયાની દિલ્હી અને ગુડગાંવ સ્થિત ઓફિસ પર નોટિસ મોકલી હતી.

ડોર્સીના દાવા ખોટા છેઃ ભારતના IT મંત્રી રાજીવ ચંદ્રશેખર

ડોર્સીના દાવા પર પ્રતિક્રિયા આપતા ભારતના આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ટ્વિટરમાંથી કોઈને જેલમાં ધકેલવામાં આવ્યા કે પ્લેટફોર્નેમ “બંધ” કરવામાં આવ્યુ હોય તેવી કોઇ ઘટના ઘટી નથી, તેમના કાર્યકાળમાં તેમની ટીમે સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યુ હતુ, વર્ષ 2020થી 2022 સુધી ઘણી વખત નિયમો તોડ્યા છે.

ચંદ્રશેખરે જણાવ્યું કે, “જેકના કાર્યકાળમાં ટ્વિટરનું વર્તન પક્ષપાત ભર્યુ હતુ, ભારતના મામલે પ્લેટફોર્મ પરથી ખોટી માહિતી દૂર કરવામાં સમસ્યા હતી, જ્યારે અમેરિકામાં આવી જ સમાન ઘટનાઓ બની ત્યારે તેઓએ આવું કર્યુ હતુ.”

ઓનલાઈન સેન્સરશીપનું વધતું વલણ

ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા અગાઉ ટ્વિટરના ગ્લોબલ ટ્રાન્સપરન્ટ રિપોર્ટના વિશ્લેષણ અનુસાર વર્ષ 2014 અને 2020 દરમિયાન Twitter પરથી કન્ટેન્ટને દૂર કરવા માટે ભારતમાંથી વિવિધ અદાલતો અને સરકાર તરફથી માંગણીઓ નોંધપાત્ર વધી છે, જે સંજોગવશાત આ સમયગાળામાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને જારી કરવામાં આવેલા કન્ટેન્ટ બ્લોકિંગ ઓર્ડર્સની સંખ્યામાં પણ લગભગ 2,000 ટકાનો વધારો થયો છે.

2021ના ​​પ્રથમ છ મહિનામાં ટ્વિટરને વિવિધ ભારતીય અદાલતો અને સરકાર દ્વારા 4,900 કરતાં થોડી વધુ ટ્વીટ્સને બ્લોક કરવા જણાવામાં આવ્યું હતું, જે ખેડૂત આંદોલન, કોવિડ-19 દરમિયાન ભારત સરકારની કામગીરીની ટીકા કરતી કેટલીક ટ્વીટ્સને હટાવવા સંબંધિત હતા.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Web Title: Twitter jack dorsey interview indian govt rajeev chandrasekhar

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×