scorecardresearch
Premium

Parliament Security Breach : સંસદમાં ધરણા પર બેઠેલા TMC સાંસદે સભાપતિની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, ધનખડેએ કહ્યું – આ ખૂબ શરમજનક

મમતા બેનર્જીની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની નકલ ઉતારીને મિમિક્રી કરી હતી

jagdeep dhankhar | Parliament Security Breach
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (તસવીર – એએનઆઈ)

Parliament Security Breach : શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ સંકુલની બહાર ધરણા કરી રહ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા સાંસદોએ ગાંધી પ્રતિમા સામે બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી સભ્યો સંસદના પ્રવેશ દ્વાર પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે મમતા બેનર્જીની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની નકલ ઉતારીને મિમિક્રી કરી હતી. જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આ વાતની જાણ થઈ તો તેઓ ગુસ્સે ભરાયા હતા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યા છે અને અન્ય એક સાંસદ આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. રાજ્યસભાના સભાપતિએ કહ્યું હતું કે ગિરાવટની કોઇ હદ નથી. મેં ટીવી પર એક વીડિયો જોયો, જેમાં એક મોટા નેતાનો વીડિયો બનાવી રહ્યા હતા, જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. તેમને સદબુદ્ધિ આપે. કેટલીક જગ્યાઓ તો છોડી દો.

સભાપતિ જગદીપ ધનખડેએ કહ્યું કે આ માત્ર એક ખેડૂત અને સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષના પદનું અપમાન છે અને તે પણ એક રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમયથી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરી રહ્યા છે. શાના માટે? હું તમને જણાવી દઉં કે મને ખૂબ જ દુ:ખ થયું છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રીમાન ચિદમ્બરમજી, તમારી પાર્ટીએ એક વીડિયો મુક્યો હતો, જે બાદમાં હટાવી લેવામાં આવ્યો હતો, તે શરમજનક છે. તમે (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ મારું અપમાન કરવા, ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કરવા, જાટ તરીકેના મારા હોદ્દાનું અપમાન કરવા, અધ્યક્ષ તરીકેના મારા હોદ્દાનું અપમાન કરવા માટે કર્યો હતો. આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, કૃપા કરીને તમારી સીટ પર જાઓ.

લોકસભામાં પોસ્ટરો સાથે વિરોધ કરવા બદલ સ્પીકરે વિપક્ષી સાંસદો સામે ફરી મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે શશિ થરૂર, ડિમ્પલ યાદવ, કાર્તિ ચિદમ્બરમ, મનીષ તિવારી, એસટી હસન, રાજીવ રંજન સહિત 49 સાંસદોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ 46 લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગઈકાલથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા હવે 141 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો – સંસદમાં હંગામો: જ્યારે ભાજપના હોબાળાના કારણે રાજ્યસભાની પ્રોડક્ટિવિટી ઘટીને બે ટકા થઈ ગઈ

તમને જણાવી દઈએ કે 13 ડિસેમ્બરે વિપક્ષ સંસદની સુરક્ષામાં ચૂકને લઇને બંને સદનોમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યું છે. આ માંગણી પર વિપક્ષી સાંસદોએ બંને સદનોમાં હંગામો કર્યો હતો.

Web Title: Trinamool mp kalyan banerjee mimics rajya sabha chairman rahul gandhi filming jagdeep dhankhar angry ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×