scorecardresearch
Premium

Uniform Civil Code | યુનિફોર્મ સિવિલ કોડ માટે મોદી સરકાર સજ્જ, ચોમાસું સત્રમાં લાવવાની શક્યતા

આ સત્રમાં સમાન નાગરિક સંહિતાને સંસદમાં લાવવાની શક્યતા છે. આ બિલને સંસદીય સમિતિને મોકલવામાં આવી શકે છે. આને 2024ની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક કહી શકાશે.

Uniform Civil Code, UCC, UCC latest updates
અમિત શાહ અને નરેન્દ્ર મોદી (Express photo)

Uniform Civil Code, Modi Government : સમાન નાગરિક સહિતા અંગે કેન્દ્ર સરકાર મોટી ચાલ ચાલવા જઇ રહી છે. મોદી સરકાર યુસીસીને સંસદના ચોમાસું સત્રમાં લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ સત્રમાં સમાન નાગરિક સંહિતાને સંસદમાં લાવવાની શક્યતા છે. આ બિલને સંસદીય સમિતિને મોકલવામાં આવી શકે છે. આને 2024ની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક કહી શકાશે.

સંસદીય સમિતિની ત્રણ જુલાઇએ બેઠક

સમાન નાગરિક સંહિતા અંગે ત્રણ જુલાઇએ બપોરે 3 વાગ્યે સંસદીય સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સાંસદોની સલાહ માંગવામાં આવશે. આ બેઠકમાં લો કમીશન ઉપરાંત કાયદાના જાણકાર પણ હાજર રહેશે. આ પહેલા લો કમિશન તરફથી યુસીસી અંગે લોકોનો મત જાણવા માટે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

17 જુલાઈએ શુર થઈ શકે છે મોનસૂન સત્ર

સંસદનું ચોમાસું સત્ર 17 જુલાઈથી શરુ થઈ શકે છે. આ સત્ર 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં જુલાઈમાં સંસદ સત્રનું આયોજન કરવામાં આવી શકે છે. ગત વર્ષે 18 જુલાઈએ મોનસૂન સત્રની શરુઆત થઈ હતી. સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિની બેઠક ટૂંક સમયમાં થનારી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં સત્રની તારીખ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ શું આપ્યું હતું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતના મુસલમાનોને એ સમજવું પડશે કે કયો રાજકીય પક્ષ તેમને ભડકાવી રહ્યો છે. આજકાલ યુસીસીના નામ પર ભડકાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો હોય અને બીજા માટે બીજો તો ઘર કેવી રીતે ચાલશે? આ લોકો આપણા ઉપર આરોપ લગાવે છે કે પીએમ મોદીએ કહ્યું કે જો મુસલમાનોના સાચા હિતેષ્છુ હોત તો મુસલમાન પાછળ ન રહ્યા હોત. સુપ્રીમ કોર્ટ વારંવાર કહી રહી છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવો પરંતુ આ વોટ બેંકના ભૂખ્યા લોકો આવું ઇચ્છતા નથી.

Web Title: The possibility of introducing the uniform civil code in the monsoon session of parliament

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×