scorecardresearch
Premium

Tamilnadu Bus Accident : તમિલનાડુમાં ઉટીથી ઉપડેલી બસ ખાડામાં પડી, 8 ના મોત, 35થી વધુ હોસ્પિટલમાં દાખલ

Tamilnadu Bus Accident : તમિલનાડુના મરાપલમ (marapalam) પાસે બસ ખીણમાં પડતા 8 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મુસાફર ઘાયલ થયા છે. બસ કોઈમ્બતુર (coimbatore) જિલ્લાના ઉટી (ooty) થી મેટ્ટુપલયમ (mettupalayam) જઈ રહી હતી, ત્યારે બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો.

Gujarat Rajasthan border accident
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અરવલ્લી જિલ્લાથી રતનપુર બોર્ડર પાસે અકસ્માતમાં 9ના મોત

Tamilnadu Bus Accident : તમિલનાડુના મરાપલમ પાસે એક બસ ખાડામાં પડી. આ અકસ્માત શનિવારે સાંજે થયો હતો. આ અકસ્માતમાં હાલમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 35 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બસ તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી ત્યારે તે અકસ્માતનો ભોગ બની હતી.

ઘાયલોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. “બસમાં 55 લોકો સવાર હતા. 35 લોકો ઘાયલ થયા હતા અને તેઓને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.”

આ પણ વાંચોLoksabha Election : મહારાષ્ટ્રમાં વિપક્ષને મોટો ફટકો! ઉદ્ધવ ઠાકરેના ‘મિત્ર’ એ એવી જાહેરાત કરી, જે INDIA ગઠબંધનને પહોંચાડશે નુકસાન

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, ડ્રાઈવરે પૈડા પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ કુન્નૂર નજીક મરાપલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

Web Title: Tamilnadu bus accident marapalam bus mettupalayam from ooty in coimbatore eight dead 35 injured jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×