Tamilnadu TASMAC SCAM: તમિલનાડુ ભાજપ પ્રમુખ કે અન્નામલાઈની સોમવારે સવારે ચેન્નાઈ પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે તેઓ રાજ્ય સંચાલિત દારૂના રિટેલર, તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) માં કથિત નાણાકીય ગેરરીતિઓ સામે પ્રદર્શનનું નેતૃત્વ કરવાના હતા.
રાજ્યમાં રાજકીય ખળભળાટ મચાવી દેનાર આ કૌભાંડ મામલે ભાજપના નેતાઓ દ્વારા સોમવારે ચેન્નાઈના એગ્મોરમાં TASMAC મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું હતું. જોકે અન્નામલાઈ કાર્યક્રમ સ્થળ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અક્કરાઈમાં તેમના નિવાસસ્થાન નજીકથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
તમિલનાડુ પોલીસે તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, મહિલા મોરચાના વડા અને કોઈમ્બતુર દક્ષિણના ધારાસભ્ય વનાથી શ્રીનિવાસન અને ભાજપના ધારાસભ્ય સરસ્વતી સહિત અનેક અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓને પણ શહેરભરમાં વિવિધ સ્થળોએથી કસ્ટડીમાં લીધા હતા.
અહીં નોંધનિય છે કે, આ વિરોધ પ્રદર્શન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તાજેતરમાં રાજ્યમાં કરવામાં આવેલી વ્યાપક તપાસના પગલે કરવામાં આવ્યું હતું, જેમાં TASMAC માં કથિત વ્યાપક ભ્રષ્ટાચાર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમાં રાજ્યના અધિકારીઓ, દારૂની ભઠ્ઠીઓ અને બોટલિંગ કંપનીઓ રૂ. 1,000 કરોડના કથિત નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલા છે.
ભ્રષ્ટાચાર મામલે વિરોધ કરવા માટે સોમવારે સવારે ચેન્નાઈના વિવિધ ભાગોમાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. બીજી તરફ આ વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
ભાજપના ભૂતપૂર્વ રાજ્ય વડા સૌંદર્યરાજનને સાલીગ્રામમ સ્થિત તેમના ઘરે અટકાવવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ સવારે પરિસરને ઘેરી લીધું હતું. રાજારથિનમ સ્ટેડિયમથી TASMAC મુખ્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા પક્ષના સભ્યોની સામૂહિક અટકાયત કરવામાં આવી હતી.
ધરપકડ બાદ, અન્નામલાઈએ પોલીસ કાર્યવાહીની નિંદા કરી શાસક સરકાર પર લોકશાહીને દબાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, શું અમે અગાઉથી વિરોધની જાહેરાત કરી હોવાથી તમે આટલી કાયરતાપૂર્ણ રીતે કાર્ય કરી શકો છો? જો અમે અચાનક, પૂર્વ સૂચના વિના વિરોધ શરૂ કરીએ તો તમે શું કરી શકો?
TASMAC કૌભાંડ વિવાદ
ED એ 6 માર્ચના રોજ, તમિલનાડુમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યા હતા. ED ની પ્રેસ રિલીઝ અનુસાર, તપાસમાં ટેન્ડર પ્રક્રિયાઓમાં હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.
ટોપ સ્ટોરી : PM મોદીએ પોડકાસ્ટમાં કર્યા ઘણા ખુલાસા…
ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ એવા બિડરોને આપવામાં આવ્યા હતા જેઓ મૂળભૂત પાત્રતા માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા, જેમાં ફક્ત એક જ અરજદાર હોવા છતાં કેટલાક ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા.