scorecardresearch
Premium

PM Modi at ISRO : 23 ઓગસ્ટે ઉજવવામાં આવશે સ્પેસ ડે, ચંદ્રયાદન 3ની સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત

PM modi at ISRO, Chandrayaan-3 mission : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં ચંદ્રયાન 3 મિશનને સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી.

PM Modi in ISRO, PM modi at ISRO, Chandrayaan-3 mission, Chandrayaan-3
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરો સેન્ટર બેંગ્લુુરુ (photo credit – ANI)

PM modi at ISRO, Chandrayaan-3 mission, live updates : દક્ષિણ આફ્રિકા અને ગ્રીસનો પ્રવાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ બેંગ્લુરુના એચએએલ એરપોર્ટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં ચંદ્રયાન 3 મિશનને સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ બેંગ્લુરુ સ્થિત ઈસરો મુખ્યાલયમાં ઈસરો પ્રમુખ એસ સોમનાથ અને ચંદ્રયાન 3 મિશનમાં સામેલ અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી.

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ પર બેંગ્લુરુમાં ઈસરો વૈજ્ઞાનિકોને સંબોધીત કરતા તેઓ ભાવુક થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે “હું ભારત પહોંચતા જ તમને મળવા માંગતો હતો.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર કહ્યું કે હું પોતાની જાતને રોકી શક્યો નહીં કારણ કે હું વિદેશમાં હતો. મેં નક્કી કહ્યું કે ભારત જઈશ ત્યારે સૌથી પહેલા બેંગ્લુરુ જઈશ. સૌથી પહેલા એ વૈજ્ઞાનિકોને નમન કરીશ. આ સમય ઉદ્બોધનનો નથી. મારું મન એ વૈજ્ઞાનિકો પાસે પહોંચાવ માટે ઉત્સુક છે.

જે સ્થાન પર લેન્ડર ઉતર્યું હતું એ સ્થાનને શિવશક્તિના નામથી ઓળખાશે

ઇસરો કોમ્પ્લેક્સમાં પીએમ મોદીએ કહ્યું કે આજે હું એક અલગ સ્તરની ખુશીનો અનુભવ કરું છું. આવા અવસર ખુબ જ ઓછા હોય છે. આ વખતે હું ખુબ જ બેચેન હતો. હું દક્ષિણ આફ્રિકામાં હતો પરંતુ મારું મન તમારી સાથે હતું. પીએમ મોદીએ કહ્યું કે ભારત ચંદ્ર પર છે. અમારું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી કે જે સ્થાન પર ચંદ્રયાન 3નું મૂન લેન્ડર ઉતર્યું હતું તે સ્થાનને શિવશક્તિના નામથી ઓળખાશે.

વડાપ્રધાન બોલ્યા કે સૌથી પહેલા વૈજ્ઞાનિકોનું નમન કરીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે મારી આંખોની સામે 23 ઓગસ્ટનો એ દિવસ વારંવાર ફરી રહ્યો છે. પીએમ મોદી બોલ્યા કે જે દ્રશ્ય મને આજે અહીં દેખાઈ રહ્યું છે તે મને ગ્રીસ, જોહાન્સબર્ગમાં પણ દેખાતું હતું. દુનિયામાં દરેક ખૂણમાં ભારતીય જ નહીં પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા લોકો, ભવિષ્યને દેખનારા, માનવતાને સમર્પિત બધા લોકો ઉમંગ અને ઉત્સાહથઈ ભરાયેલા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર બહાર એકઠાં થયા લોકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સ્થાનિય કલાકાર બેંગ્લુરુમાં એચએએલ એરપોર્ટની બહાર ઢોલ વગાડા અને નૃત્ય કરતા નજર આવ્યા હતા. વડાપ્રધાનના સ્વાગત માટે લોકો બેંગ્લુરુમાં એચએએચ એરપોર્ટ બહાર એકઠાં થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની યાત્રાને સમાપન માટે તરત બાદ બેંગ્લુરુ પહોંચ્યા હતા.

પીએમ મોદીને બેંગલુરુ એચએએલ એરપોર્ટ બહાર લોકોને સંબોધિત કરતા કહ્યું કે મને ખબર ન્હોતિ કે બેંગ્લુરુ ક્યારે પહોંચીશ. એટલા માટે મેં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને રાજ્યપાલને અનુરોધ કર્યો હતો કે મને રિસીવ કરવા માટે પરેશાની ન ઉઠાવે. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું. અમારા ઇસરો વૈજ્ઞાનિકોની સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું જેમણે ચંદ્રયાન 3ની સફળતાથી ભારતને ગૌરવાન્વિત કર્યા છે. તેમનું સમર્પણ અને ઝુનૂન વાસ્તવમાં અંતરિક્ષ ક્ષેત્રમાં આપણા દેશની ઉપલબ્ધિઓ પાછળ પ્રેરક શક્તિ છે.

Web Title: Success of chandrayadan 3 prime minister narendra modis announcement at isro ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×