scorecardresearch

S&P India Rating Upgrades : ભારત માટે ખુશખબર, 19 વર્ષ બાદ S&P એ સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું

S&P Upgrades India’s Sovereign Rating : એસએન્ડપી એ 19 વર્ષ બાદ ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ BBB- માંથી અપગ્રેડ કરીને BBB કર્યું છે. S&P એ જણાવ્યું છે કે, અમેરિકાના ટેરિફની ભારતની વૃદ્ધિ પર ગંભીર અસર થશે નહીં.

standard & poors | S&P | S&P upgrades India’s sovereign rating
S&P Upgrades India’s Rating | ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ પુઅર્સે ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ વધાર્યું છે. (File Photo)

S&P Upgrades India’s Sovereign Rating : ભારત માટે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા સારા સમાચાર આવ્યા છે. રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ અને પૂઅર્સ ગ્લોબલ રેટિંગ્સ (S&P) એ 19 વર્ષ બાદ ભારતનું સોવરિન રેટિંગ અપડેટ કર્યું છે. S&Pએ ભારતનું લોંગ ટર્મ સોવરિન ક્રેડિટ રેટિંગ BBB- માંથી અપગ્રેડ કરીને BBB કર્યું છે. જો કે આઉટલુક સ્ટેબલ રાખ્યું છે. રેટિંગ અપગ્રેડ પાછળ એજન્સીએ ભારતના મોંઘવારી દરને અંકુશમાં લેવા સધન ધિરાણનીતિ પગલાં, ફિક્સલ કોન્સોલિડેશન માટે રાજકીય પ્રતિબદ્ધતા અને મજબૂત આર્થિક વૃદ્ધિનો હવાલો આપ્યો છે.

S&P એ ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું

એસએન્ડપી એ ભારતનું સોવરિન ક્રેડિટ રેટિંગ સૌથી નિમ્ન BBB- રેટિંગ માંથી અપગ્રેડ કરીને BBB કર્યું છે. ઉપરાંત ભારત માટે શોર્ટ ટર્મ રેટિંગ A-3 થી સુધારીને A-2 કર્યું છે. S&P એ એક નિવેદનમાં કર્યું કે, ભારત રાજકોષીય સધ્ધરતાને પ્રાથમિકતા આપે છે. તે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના અભિયાનને ચાલુ રાખી, સ્થિર જાહેર નાણાકીય ખર્ચ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વધુમાં ઉમેર્યું કે, ભારત, દુનિયાનો સૌથી ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર અર્થતંત્ર છે. છેલ્લા 5 થી 6 વર્ષમા સરકારી ખર્ચની ગુણવત્તા સુધરી છે.

અમેરિકાના ટ્રેરિફ થી ભારતની વૃદ્ધિ પર ગંભીર અસર થવાનો ડર નથી

S&Pનું માનવું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા પર અમેરિકાના ટેરિફની અસરને મેનેજ કરી શકાય તેવી હશે. ભારત વેપાર મામલે ઓછો નિર્ભર છે અને તેની લગભગ 60 ટકા આર્થિક વૃદ્ધિ ઘરેલુ વપરાશથી આવે છે. રેટિંગ એજન્સીએ વધુમાં ઉમેર્યું છે કે, ભલે અમેરિકા, ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર હોય, પરંતુ 50 ટકા ટેરિફ, જો લાગુ થાય તો તેનાથી ભારતની વૃદ્ધિ પર કોઇ મોટી અસર થવાની આશંકા નથી.

રેટિંગ અપગ્રેડ થી રૂપિયો મજબૂત, બોન્ડ યીલ્ડ ઘટી

આગામી ત્રણ વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ વાર્ષિક 6.8 ટકા રહેવાનો અનુમાન છે. રેટિંગ એજન્સીનું માનવું છે કે, તેનાથી કન્ઝ્યુમર અને જાહેર રોકાણનું મોટું યોગદાન હશે. તેનાથી નાણાકીય વર્ષ 2026માં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. S&P દ્વારા ભારતનો સોવરિન રેટિંગ વધારવાની ઘોષણા બાદ રૂપિયો મજબૂત થયો હતો. ડોલરની સામે રૂપિયો 87.58 લેવલે પહોંચ્યા હતો. તો બીજી બાજુ બોન્ડ યીલ્ડ ઘટી હતી. 10 વર્ષીય બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ 7 બેસીસ પોઇન્ટ ઘટી 6.38 ટકા થઇ હતી.

Web Title: Sp india sovereign rating upgrades outlook stables as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×