scorecardresearch
Premium

દેશના પહેલા પ્રાઈવેટ રોકેટ વિક્રમનું સફળ લોન્ચિંગ, જાણો શું છે ખાસિયત

Skyroot Aerospace Vikram-S Launch: કંપનીના વિક્રમ-એસ રોકેટને શ્રીહરીકોટમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (Isro)ના લોન્ચપેડથી સવારે 11.30 વાગ્યે લોન્ચ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Skyroot Aerospace Vikram-S Launch: દેશમાં પહેલીવાર પ્રાવેટ સ્પેસ કંપની “સ્કાઈરૂટ”ને શુક્રવારે પોતાનું પહેલું રોકેટ વિક્રમ-એસ લોન્ચ કરી દીધું છે. કંપનીના વિક્રમ-એસ રોકેટને શ્રીહરીકોટમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (Isro)ના લોન્ચપેડથી સવારે 11.30 વાગ્યે લોન્ચ કર્યું હતું.

સ્કાઈરુટ એરોસ્પેસે બે વર્ષમાં વિક્રમ-એસ રોકેટને વિકસિત કર્યું છે. કંપની માટે આ લોન્ચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણે આ એ 80 ટકા ટેક્નોલોજીની માન્યતા આપવા માટે મદદ કરશે જેનો ઉપયોગ વિક્રમ-1 કક્ષીય વાહમાં કરવામાં આવશે. જેને આગામી વર્ષે લોન્ચ કરવાનું છે. વિક્રમ-એસનું પ્રક્ષેપણ સબ-ઓર્બિટલમાં કરવામાં આવ્યું હતું. આનો મતલબ એ થાય કે બહારના અવકાશમાં પહોંચ્યા પછી પૃથવીની ચારે બાજુ ઓર્બિટમાં નહીં રહે. વિક્રમ-1 મોટું યાન હશે જે ઓર્બિટલ ઉડાન ભરશે.

સ્કાઇરુટે રોકેટોની આ વિક્રમ શ્રેણીનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના સંસ્થાપક વિક્રમ સારાભાઈના નામ પર રાખ્યું છે. આ રોકેટ દુનિયાના કેટલાક લોન્ચ વાહનોમાંથી છે જેઓ કાર્બન કમ્પોજિટનો ઉપોયગ કરીને બનાવવામાં આવ્યા છે. વાહનમાં સ્પિન સ્ટેબિલિટી માટે ઉપયોગમાં થનારા થ્રસ્ટર્સને 3ડી પ્રિન્ટેડ કરવામાં આવ્યું છે. સ્કાઈરુટ કંપની 2018માં શરુ થઈ હતી.

આ પણ વાંચોઃ- No Money for Terror : PM મોદીએ કહ્યું – ‘આતંકીઓ ઘર સુધી આવે તેની રાહ ન જોઈએ’, જાણો 10 વાતો

પ્રક્ષેપણ યાનમાં ઉરપયોગમાં થનારા એન્જીનનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામના નામ પર કલામ-80 રાખવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે આ લોન્ચથી ભારતીય અવકાશ ક્ષેત્રમાં પહેલા ખાનગી રોકેટ નિર્માતા બનાવ પર ખુબ જ ગર્વ અનુભવ કરી રહી છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે લગભગ 100 સ્ટાર્ટ-અપ કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ અવકાશ ક્ષેત્રના વિવિધ ડોમેનમાં આ સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ- WhatsApp Polls: વૉટ્સએપ યુઝર્સને મળ્યું નવું પોલ ફીચર, જાણો યુઝ કરવાની રીત

બેંગલુરુ ટેક સમિટ 2022માં વાત કરતા તેમણે કહ્યું હતું કે વિક્રમ-એસ ત્રણ સેટેલાઇસ્ટને અંતરીક્ષમાં લઇ જશે. જેમાં સ્પેસકિડ્ઝ ઇન્ડિયાના ફનસેટ નામનો એક ઉપગ્રહ પણ સામેલ છે. આના કેટલાક ભાગોને સ્કૂલના વિદ્યાર્થીઓ વિકસિત કર્યો છે.

Web Title: Skyroot aerospace vikram s launch isro india today science

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×