અરુણ શર્મા : પખવાડિયામાં સુરક્ષા કર્મચારીઓ પર બે હુમલાઓ-20 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પૂંચમાં તેમની ટ્રક પર હુમલો કર્યો ત્યારે પાંચ સૈનિકો શહીદ થયા હતા અને 5 મેના રોજ રાજૌરીના જંગલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા હતા. જમ્મુ એક એવો વિસ્તાર કે જે મોટાભાગે જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો કરતાં વધુ શાંતિપૂર્ણ તરીકે જોવામાં આવતો હતો. અચાનક તે એક નવા આતંકનું કેન્દ્ર બની ગયું છે.
ઘણા માને છે કે કાશ્મીર ખીણમાંથી જમ્મુ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાના આ બદલાવનો પ્રથમ સંકેત ફેબ્રુઆરી 2021માં આવ્યો હતો. જ્યારે યુટી પોલીસે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં 15 સ્ટીકી બોમ્બ (મેગ્નેટિક આઇઇડી) જપ્ત કર્યા હતા. આ પછી તે જ વર્ષે 27 જૂને જમ્મુના એરફોર્સ સ્ટેશન પર લો-ફ્લાઇંગ ડ્રોન દ્વારા બે આઇઇડી છોડવામાં આવ્યા હતા. આ હુમલો ભારતમાં આ પ્રકારનો પ્રથમ હુમલો હતો.
મહિનાઓ પછી 6 ઓગસ્ટ 2021ના રોજ રાજૌરી જિલ્લાના થાનામંડી વિસ્તારના પંગાઇ જંગલોમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇન્ડિયન એક્સપ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે 2021ના ડેટા દર્શાવે છે કે જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓ – પૂંચ, રાજૌરી અને જમ્મુમાં કાશ્મીર ખીણની તુલનામાં ઓછા પરંતુ લોહિયાળ અને વધુ ઉચ્ચ દૃશ્યતાવાળા આતંકવાદી હુમલાઓ જોવા મળ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં 2021માં 251 આતંકવાદી ઘટનાઓમાંથી 15 જમ્મુ ક્ષેત્રના ત્રણ જિલ્લાઓમાં અને 236 કાશ્મીર ખીણમાં હતી. જમ્મુના ત્રણ જિલ્લામાં 2021, 2022 અને 2023 (30 મે સુધી) માં અનુક્રમે 2, 10 અને 3 ઘટનાઓ જોવા મળી હતીય કાશ્મીર ખીણમાં સમાન સમયગાળામાં 129, 100 અને 7 પર આવી ઘટનાઓની નોંધપાત્ર સંખ્યા વધુ જોવા મળી હતી. ખીણમાં નાગરિકોની જાનહાનિની સંખ્યા વધુ હતી (2021થી અત્યાર સુધીમાં 60) જ્યારે જમ્મુ વિસ્તારમાં આ જ સમયગાળામાં 15 નાગરિકોના મોત થયા હતા. તેમ છતાં પીર પંજાલ રેન્જ (જમ્મુ ક્ષેત્ર)ની દક્ષિણે થયેલા હુમલાઓ હાઈ-ઇમ્પેક્ટેડ ઘટનાઓ રહી છે, જેણે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.
2021માં જમ્મુના ત્રણ જિલ્લાઓ-પૂંચ, રાજૌરી અને જમ્મુમાં આતંકવાદી ઘટનાઓ ઓછી હતી પરંતુ તે વધુ લોહિયાળ હતી. હવે આના ઘણા કારણો છે. આતંકવાદીઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને શોધી કાઢવા મુશ્કેલ છે અને તેમની હિલચાલ સતત બદલાતી રહે છે. એક અધિકારીનું કહેવું છે કે જે લોકો હુમલો કરી રહ્યા છે તેઓ પોતાના ફોનનો ઉપયોગ કરી રહ્યા નથી. સ્થાનિક લોકો પાસેથી તેમના ફોન લેવામાં આવે છે અને પછી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે વાત કરવામાં આવે છે. આ લોકો ટેલિગ્રામ જેવી એપ દ્વારા વાત કરે છે જેના કારણે તેમનું લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ છે.
આ પણ વાંચો – કોંગ્રેસનો પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર, કહ્યું – શું મણિપુર ભારતનો ભાગ છે? જો હા તો પીએમ ચુપ કેમ છે
હવે કારણ ગમે તે હોય ગુપ્તચરની નિષ્ફળતા થઈ રહી છે જેના કારણે હુમલા પણ થઈ રહ્યા છે. સેનાના એક નિવૃત્ત ઓફિસર કહે છે કે હ્યુમન ઇન્ટેલિજેન્સ કમજોર થઈ રહી છે. કોઈપણ કાઉન્ટર ઇનસરજેન્સી ઓપરેશનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે અગાઉ જે બાતમીદારો આતંકીઓનું લોકેશન જણાવતા હતા તે હવે ગુમ થઈ ગયા છે. આતંકવાદીઓ તો હજી પણ જંગલોમાં આવે છે તેમની જરૂરિયાતો માટે ઘણા લોકોનો સંપર્ક કરે છે, પરંતુ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે તેવા બાતમીદારોની અછત છે.

બીજી માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક નવા અધિકારીઓ, જેમની પોસ્ટિંગ હોય છે જે તેમનું બાતમીદાર નેટવર્ક ખૂબ જ નબળું છે. તેઓ તેમના વિસ્તારમાં સખત મહેનત કરી રહ્યા નથી. થોડી લાપરવાહી જોવા મળી રહી છે. બીજી એક ચિંતા સામે આવી છે કે જે સમયે ભારતનો ચીન સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે જમીન પર તણાવની સ્થિતિ હતી. તેથી જમ્મુથી રાષ્ટ્રીય રાઇફલ્સના ઘણા સૈનિકોને ત્યાં મોકલવામાં આવ્યા હતા. એટલે કે જમ્મુમાં સેનાની નિમણુક થોડી ઓછી થઈ ગઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ આ રીતે રાજૌરી-પૂંછ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિને પુનર્જીવિત કરવાની તક તરીકે લીધી હતી. જેમાં સુરક્ષા દળોની સંખ્યા ઓછી છે અને જે કાશ્મીરના શોપિયાં અને કુલગામથી સમાન અંતરે છે અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા છે, જેનાથી ત્રણેય પ્રદેશો વચ્ચે અવરજવર કરવી સરળ બને છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય પ્રદેશોના સુરક્ષા દળો અને પોલીસ એક સાથે આતંકવાદીઓ સામે ઓપરેશન શરૂ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી હોવાને કારણે તેમને એક અલગ ફાયદો થયો હતો.
જોકે સુરક્ષા દળોનું કહેવું છે કે રાજૌરી અને પૂંછ જિલ્લામાં કેટલાક કિસ્સાને બાદ કરતા જમ્મુ વિભાગમાં સફળ એન્કાઉન્ટર અને ધરપકડ બાદ આતંકવાદીઓ કોઈ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયા છે. ડ્રોન દ્વારા શસ્ત્રો, માદક દ્રવ્યો અને રોકડ રકમને આગળ ધપાવવાના અનેક પ્રયાસોને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે એપ્રિલમાં જમ્મુના સુંજવાન વિસ્તારમાં છુપાયેલા એક ઘરમાંથી બહાર નીકળતા જ બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. બંને કથિત રૂપે 24 એપ્રિલે સાંબા જિલ્લાના પલ્લી ગામની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને અનુરૂપ સુરક્ષા સ્થાપન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
વળી આ વર્ષે જાન્યુઆરીમાં જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં કથિત રીતે બે આઈઈડી લગાવનારા એક સરકારી શિક્ષકની ધરપકડ સાથે પોલીસે દાવો કર્યો હતો કે તેણે રામબનમાં એક આતંકી કેસ અને ઉધમપુર શહેરમાં બે અલગ અલગ વિસ્ફોટોનો સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ એ સમય હતો જ્યારે કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સેનાનું ઓપરેશન ઓલઆઉટ પુરજોશમાં ચાલી રહ્યું હતું. ઘણા આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેમને નવા સ્થળોની જરૂર હતી. બની શકે છે કે તે સમયે ઘણા આતંકીઓએ તેમનો બેઝ કાશ્મીરથી જમ્મુ શિફ્ટ કરી દીધો હોય.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો