scorecardresearch
Premium

શરદ પવાર જૂથને મળ્યું નવું નામ, પાર્ટીનું નામ NCP શરદ ચંદ્ર પવાર રાખવામાં આવ્યું

sharad pawar new party name : શરદ પવારની પાર્ટીને આપવામાં આવેલા નવા નામમાં સૌથી ખાસ બાબત ખુદ શરદ પવાર છે. જે નામ ફાઈનલ થઈ ગયું છે તેમાં શરદ પવારનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

sharad pawar, Nationalist Congress Party
શરદ પવાર (ફાઇલ ફોટો)

sharad pawar new party name : એનસીપી શરદ પવારના હાથમાંથી નીકળી ગઈ છે. ચૂંટણી પંચના એક નિર્ણય બાદ હવે તેમણે નવી પાર્ટી બનાવવી પડશે. આ નવી પાર્ટીનું નામ પણ નક્કી થઈ ગયું છે. ચૂંટણી પંચે પવાર જૂથની પાર્ટીનું નામ ‘એનસીપી શરદચંદ્ર પવાર’ રાખ્યું છે. આ નામ શરદ જૂથે ચૂંટણી પંચને સૂચવ્યું હતું, હવે આ નામને ચૂંટણી પંચે માન્યતા આપી છે.

શરદ પવારની પાર્ટીને આપવામાં આવેલા નવા નામમાં સૌથી ખાસ બાબત ખુદ શરદ પવાર છે. જે નામ ફાઈનલ થઈ ગયું છે તેમાં શરદ પવારનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોતે જ એટલું કહેવા માટે પૂરતું છે કે પવાર હવે પાર્ટીને છીનવી લીધા પછી ચહેરાની લડાઈ લડવા જઈ રહ્યા છે.

દેશમાં રાષ્ટ્રીય સ્તરે મુદ્દાઓથી વધુ, ઘણી વખત ચહેરાઓની લડાઈ થાય છે, જ્યાં દરેક વખતે પ્રશ્ન એ થાય છે કે મોદી વિરુદ્ધ કોણ? હવે આ જ ફોર્મ્યુલા મહારાષ્ટ્રમાં લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યાં શરદ પવાર વિરુદ્ધ કોણ? તે કહાનીને સેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકો પવારને પોતાના નેતા માને છે, અજિતના જવાથી કોઈ ફરક નહીં પડે તે પણ દર્શાવવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો – અજિત પવાર શરદ પવાર જૂથના પહેલા જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, હવે શું થશે?

અત્યાર સુધી એનસીપી શરદ પવારની સાથે હતી એટલે બંને નામો એકબીજાના પૂરક હતા. એનસીપીનો ઉલ્લેખ આવે તો પવારનો ચહેરો અનિવાર્ય બની જાય, પવારની વાત કરીએ તો એનસીપીની રાજનીતિની પણ ચર્ચા થાય. પરંતુ હવે જ્યારે એનસીપી અજિત પવાર પાસે ગઈ છે, ત્યારે તે પૂરક રાજકારણનો મોટો ભાગ અલગ થઈ ગયો છે. આ કારણે હવે માત્ર ચહેરા પર જ વધુ ફોકસ આપવામાં આવી રહ્યું છે, પાર્ટી અને મુદ્દાઓને નજરઅંદાજ કરીને માત્ર શરદ પવાર જ આગળ ધરી રહ્યા છે.

નવા નામમાં પણ એનસીપી છે

શરદ જૂથને એ પણ ફાયદો થયો છે કે તેણે એનસીપીને પણ તેના નવા નામે સાથે રાખ્યું છે. અજિત કાયદાકીય રીતે એનસીપીના માલિક છે, પરંતુ આ શબ્દ પવાર જૂથ સાથે પણ રહેવાનો હોવાથી આ મૂંઝવણ પવારને ફાયદો કરાવી શકે છે.

આ સમગ્ર વિવાદની વાત કરીએ તો શરદ પવારને ગયા વર્ષે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમના ભત્રીજા અજિત પવારે અનેક ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આ તૂટ ઘણી મોટી હતી, જેના કારણે એનસીપીના અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થયું હતું. અજિતે દાવો કર્યો હતો કે તેમની પાસે પૂરતી સંખ્યા છે, તેથી અસલી એનસીપી તેમની સાથે જ રહેવાની છે. હવે મંગળવારે ચૂંટણી પંચે પણ સંખ્યાબળને ધ્યાનમાં રાખીને અજીત જુથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Web Title: Sharad pawar new party name nationalist congress party sharadchandra pawar ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×