scorecardresearch
Premium

દક્ષિણ ભારત માટે બ્લેક સનડે, કેરળમાં સીરિયલ બ્લાસ્ટ, આંધ્રમાં રેલ અકસ્માતથી હારાકાર, ઊભા થયા અનેક પ્રશ્નો

એક તરફ કેરળમાં સીરિયલ બ્લાસ્ટ થવાના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં મોડી રાત્રે ટ્રેન દુર્ઘટના ઘટી હતી. એક તરફ કેરલમાં થયેલા બ્લાસ્ટને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યા છે. તો આંધ્ર પ્રદેશ દુર્ઘટનામાં એક માનવીય ભૂલ માનવામાં આવી રહી છે.

bomb blast | train accident
બોમ્બ બ્લાસ્ટ – ટ્રેન અકસ્માત

દક્ષિણ ભારત માટે રવિવારનો દિવસ કાળો દિવસ બનીને આવ્યો હતો. એક તરફ કેરળમાં સીરિયલ બ્લાસ્ટ થવાના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં મોડી રાત્રે ટ્રેન દુર્ઘટના ઘટી હતી. એક તરફ કેરલમાં થયેલા બ્લાસ્ટને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યા છે. તો આંધ્ર પ્રદેશ દુર્ઘટનામાં એક માનવીય ભૂલ માનવામાં આવી રહી છે. બંને ઘટનાઓમાં લોકોના મોત થયા છે જેના કારણે અનેક ઘરોમાં માતમ છવાયો છે. આ પાછળ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

કેરળ બોમ બ્લાસ્ટમાં મોટા અપડેટ

કેરળના અર્નાકુલમ સેંટરમાં રવિવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે. આ હુમલામાં 50થી વધારે લોકો ઘાયલ થયા છે. પાંચ લોકોની હાલત ગંભીર માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી ડોમિનિક માર્ટિન નામના એક વ્યક્તિએ લીધી છે. બ્લાસ્ટના કેટલાક કલાક બાદ ત્રિશૂલ જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું અને કહ્યું કે તેણે જ કન્વેશન સેન્ટરમાં બોમ્બ લગાવ્યા હતા.

અહીં મોટી બાબત એ છે કે આરોપીનું કહેવું છે કે તે એ વિચારધારા પ્રત્યે નફરત હતી જેના લોકો પ્રાર્થના સભામાં હાજર હતા. તેને આરોપ રહ્યો છે કે આ વિચારધારાવાળા લોકો યુવાનોને ભ્રમિત કરીને કામ કરાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક સંદેશો આપવાનું કામ કર્યું હતું. પોલીસ હજી પણ એ યુવક સાથે પૂછપરછ કરી રહી છે. જોકે, હજી સુધી કોઈપણ પ્રકારના નિષ્કર્ષ પર પહોંચતી નથી દેખાઈ રહી.

અત્યારે તો આ મામલો એનઆઈએ પણ તપાસ કરી રહી છે. અને રાજ્ય સરકાર પણ 20 સભ્યોની એક વિશેષ ટીમની રચના કરી છે. દરેક એંગલથી આ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. ચિંતાની વાત છે કે પોલીસ દ્વારા એ વાતની પુષ્ટ કરવામાં આવી હતી કે બોમ્બ બ્લાસ્ટમાં આઈઈડી ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનો ઉપયોગ જ એ જણાવવા માટે કાફી છે કે ષડયંત્રથી વધુમાં વધુ લોકોને મારવાની તૈયારી હતી.

મામલાની ગંભીરતાને સમજતા સીએમ વિજયને આજે એટલે કે સોમવારે એક સર્વદળીય બેઠક બોલાવી છે. તેમણે કહ્યું છે કે સરકાર આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લે છે.

આંધ્ર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાની અપડેટ્સ

રવિવારનો દિવસ કાળો એટલા માટે સાબિત થયો કારણ કે આંધ્ર પ્રદેશમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટના થઈ હતી. જેમાં અત્યાર સુધી મરનારનો આંકડો 9 થઈ ચૂક્યો છે. આશરે 40 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે એક ટ્રેન પાટા ઉપર ઊભી હતી એજ પાટા ઉપર ફૂલ સ્પીડ ટ્રેન આવી અને ભયાનક ટક્કર થઈ હતી. હવે આમા ભૂલ કે બેદરકારી હજી સુધી નક્કી થયું નથી. ઘટના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે.

Web Title: Serial blasts in kerala devastation from rail accidents in andhra latest updates a

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×