scorecardresearch
Premium

G-20માં રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સામેલ ન થવા પર એસ જયશંકરનું નિવેદન, બોલ્યા રાષ્ટ્રપ્રમુખ ન આવે તો…

G-20 Summit, S Jaishankar, Russia, china : એસ. જયશંકરે કહ્યું કે જી 20 સમ્મેલનમાં કોણ આવી રહ્યું છે એ કે કોણ આવી રહ્યું નથી એ મુદ્દો નથી. તેમણે કહ્યું કે કોઈપણ દેશ પોતાની સ્થિતિને સામે રાખવાની કોશિશ કરશે.

Jaishankar | china map
વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનને આપ્યો વળતો જવાબ

S Jaishankar, G 20 summit : ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બરે થનારી જી 20 શિખર સમ્મેલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ નહીં થાય. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરનું નિવેદ સામે આવ્યું છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અનેક વખત એવું થાય છે કે કોઇ કારણોના કારણે પ્રમુખ આવતા નથી. તેમની જગ્યાએ દેશના પ્રતિનિધિ તેમની વાત રાખે છે.

જી 20માં કોણ કોણ આવી રહ્યા છે, એ મુદ્દો નથી

એસ. જયશંકરે કહ્યું કે જી 20 સમ્મેલનમાં કોણ આવી રહ્યું છે એ કે કોણ આવી રહ્યું નથી એ મુદ્દો નથી. તેમણે કહ્યું કે કોઈપણ દેશ પોતાની સ્થિતિને સામે રાખવાની કોશિશ કરશે. મને લાગે છે કે રાહ જોવી જોઈએ. જોવું જોઇએ વાસ્તવમાં વાતચીતમાં શું થાય છે. એસ. જયશંકરે કહ્યું કે મને લાગે છે કે જી20માં અલગ અલગ સમય પર કેટલાક એવા રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન રહ્યા છે જેમણે કોઈ કારણોવશ ન આવવાનો નિર્ણય લીધો હોય. પરંતુ આ અવસર પર જે પણ દેશના પ્રતિનિધિ હોય છે તે પોતાના દેશ અને તેમની સ્થિતિ સામે રાખે છે. મને લાગે છે કે બધા ગંભીરતા સાથે આવી રહ્યા છે.

કયા મુદ્દાઓ ઉપર થશે ચર્ચા?

એસ. જયશંકરે કહ્યું કે એવા અનેક મુદ્દા છે જેના પર દુનિયા ધ્યાન રાખી રહી છે કે આનો બોજ ગ્લોબલ સાઉથ અને વિકાસશીલ દેશો ઉપર છે. અમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ સંદેશ ગ્લોબલ સાઉથ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. પરંતુ આનો મોટો સંદર્ભ છે. મને લાગે છે કે આ મહત્વપૂર્ણ છે કે લોકોને એ જાણવા મળે કે કેમ થઈ રહ્યું છે. અત્યારે જી 20 વિશે મારું માનવું છે કે આમા અનેક મુદ્દાઓ છે. કેટલાક દીર્ઘકાલિન સંરચનાત્મક મુદ્દા છે. કેટલાક વધારે ઉભરનારા છે.

વિપક્ષને પણ આપ્યો જવાબ

એસ જયશંકરે જી 20ની તૈયારને લઇને વિપક્ષના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે કોઈને લાગે છે કે લુટિયંસ દિલ્હી અથવા વિજ્ઞાન ભવનમાં વધારે સુવિધાજનક મહેસૂસ કરી રહ્યા છે તો તેમને વિશેષાધિકાર હતો. તેમની દુનિયા પણ અને શિખર સમ્મેલન બેઠક એ સમયે થઇ રહી છે જ્યાં દેશનો પ્રભાવ સંભવતઃ વિજ્ઞાન ભવનમાં અથવા તેના 2 કિલોમીટર સુધી રહ્યો છે. એસ. જયશંકરે કહ્યું કે આ એક અલગ યુગ છે. જ્યાં અલગ અલગ સરકાર છે અહીં એક અલગ વિચાર પ્રક્રિયા છે.

Web Title: S jaishankars statement on non inclusion of presidents of russia and china in g 20 ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×