scorecardresearch
Premium

ISRO Chandrayaan-3 VS Russia Luna 25: ઈસરોના ચંદ્રયાન-3 કરતા રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર પહેલા લેન્ડ કરી શકે! જાણો કેમ

Russia Luna 25 VS ISRO Chandrayaan-3: ઈસરોએ 14 ઓગસ્ટ, 2023ના રોજ ભારતનું ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ છે જ્યારે રશિયાનું લુના-25 અવકાશયાન 10 ઓગસ્ટે લોંચ કરાયુ છે. ભારત અને રશિયા બંનેમાંથી કોનું અવકાશયાન ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર લેન્ડિંગ કરશે તેના પર દુનિયાભરની નજર છે

ISRO Chandrayaan-3 VS Russia Luna 25 | ISRO Chandrayaan-3 | Russia Luna 25 | ISRO | Chandrayaan-3
ભારતની ઈસરો સંસ્થા એ ચંદ્રયાન-3 અને રશિયાએ લુના 25 અવકાશયાન ચંદ્ર પર મોકલ્યા છે.

ISRO Chandrayaan-3 VS Russia Luna 25 Landing on Moon : ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરોએ ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ છે જો કે ભારતની પહેલા રશિયાનું લુના ચંદ્ર પર પહોંચે તેવી શક્યતા છે. ચંદ્ર પર પહોંચવાની હરિફાઇમાં રશિયાના લુના 25 એ ભારતના ચંદ્રયાન 3 મિશનને પાછળ છોડી દીધું છે. રશિયાનું લુના 25 ભારતના ચંદ્રયાનના થોડા દિવસો પહેલા ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ શકે છે. 16 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 21 કે 22 ઓગસ્ટે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. બીજી તરફ, ભારતનું ચંદ્રયાન 3 મિશન 23 ઓગસ્ટ પહેલા ચંદ્ર પર ઉતરે તેવી શક્યતા નથી. રશિયાનનું અવકાશયાન 10 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇસરોએ 14 ઓગસ્ટ, 2023ના રોજ ભારતનું ચંદ્રયાન-3 લોન્ચ કર્યુ છે જ્યારે રશિયાનું લુના-25 અવકાશયાન 10 ઓગસ્ટે લોંચ કરાયુ છે. ભારત અને રશિયા બંનેમાંથી કોણનું અવકાશયાન ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર લેન્ડિંગ કરશે તેના પર દુનિયાભરની નજર છે.

રશિયાના લુના 25ને સોયુઝ રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે થોડાક દિવસોમાં 3.84 લાખ કિલોમીટરની સફર પૂર્ણ કરશે. રશિયાનું લુના 25ની સ્પીડ ભારતના ચંદ્રયાન 3 કરતા વધારે છે કારણ કે રશિયાનું અવકાશયાન ચંદ્ર તરફ સીધી દિશામાં જઇ રહ્યુ છે. રશિયાનુ લુના 25 અવકાશયાનનું પ્લેલોટ હળવું છે અને તેમાં વધારે ફ્યૂઅલનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. લુના 25 અવકાશયાનનું લિફ્ટ ઓફ માસ 1750 કિલોનું છે જ્યારે ચંદ્રયાન-3નું વજન 3900 કિલો છે

ઇસરોનું ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે

ઇસરોના ચંદ્રયાન-3ના લેન્ડર રોવરનું વજન 1752 કિલો છે. પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2148 કિલો છે. ચંદ્રયાન 3 લોન્ચ થયાના 22 દિવસ બાદ ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે. આગામી થોડા દિવસોમાં ચંદ્રયાન-3 ભ્રમણકક્ષામાં આગળ વધીને તે ચંદ્રની નજીક પહોંચી જશે. ત્યારબાદ ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.

ચંદ્રયાન 3 મિશનની સફળતાથી ભારત ખૂબ જ ઉત્સાહિત છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે અમે ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. ઈસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો બધું બરાબર રહ્યું તો આગામી દિવસોમાં તેમનું લેન્ડર ચંદ્ર પર હશે. આ સફળતા ચંદ્રની યાત્રા માટે વધુ ગેટવે ખોલશે.

આ પણ વાંચો | ચંદ્રયાન-3 તસવીરો કેવી રીતે મોકલે છે, ઈસરો સાથે કેવી રીતે સંપર્ક થાય છે? જાણો બધુ જ

ભારતે ભારે રોકેટ વિના આ મિશન પૂર્ણ કર્યું

ભારતનું મિશન મૂન જો સફળ થયુ તો ચંદ્ર પર પહોંચનાર ભારત દુનિયાનો ચોથો દેશ બનશે. એટલુ જ નહીં ભારત દુનિયાનો એવો પહેલો દેશ હશે જેને કોઇ હેવી રોકેટ વગર આ મિશનને પૂર્ણ કર્યુ છે. ઉપરાંત ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે, જે મુજબ ભારત સૌથી ઓછા ખર્ચે આ મિશનને પુરો કરનાર દેશ બનશે.

Web Title: Russias luna 25 india isro chandrayaan 3 moon landing date and time as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×