scorecardresearch
Premium

રશિયા કે અમેરિકા, ભારત માટે કોણ વધુ ફાયદાકારક છે, ટ્રમ્પ કે પુતિન કોની મિત્રતા વધુ મહત્વની છે?

India’s Relations With Russia And America : અમેરિકા એ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર વધારાનો 25 ટકા ટેરિફ લાદયો છે. તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત વચ્ચે બેઠક યોજાઇ હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિએ આ પ્રશ્નને વધુ ગંભીર બનાવ્યો છે કે ભારત માટે કોનો સાથ સૌથી વધુ ફાયદાકારક છે?

Trump Putin Alaska summit, ડોનાલ્ડ ટ્રમ્પ , વ્લાદિમીર પુતિન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક થઇ હતી (તસવીર – સ્ક્રીનગ્રેબ)

India’s Relations With Russia And America : રશિયા અને અમેરિકા બંને ભારત માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારો રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિએ આ પ્રશ્નને વધુ ગંભીર બનાવ્યો છે કે ભારત માટે કોનો સાથ સૌથી વધુ ફાયદાકારક કોણ છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે. એક વાત હંમેશા યાદ રાખવી પડશે કે, રશિયા સાથે ભારતના સંબંધો જૂના અને વિશ્વાસપાત્ર છે. સંરક્ષણ સોદાથી લઈને ઉર્જા પુરવઠા સુધી, રશિયા ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઇ) અનુસાર, 2019 થી 2023 ની વચ્ચે, રશિયાથી શસ્ત્રોની આયાત 36 ટકા હતી. આ સાથે જ હાલના વર્ષોમાં રશિયાથી આવતા સસ્તા ક્રૂડ ઓઇલથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટી રાહત મળી છે. બીજી તરફ અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચે 131.84 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ સાથે જ હાઈટેક હથિયારોથી લઈને ક્લીન એનર્જી સુધીના ક્ષેત્રોમાં ભારતની અમેરિકા પર નિર્ભરતા વધી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવમાં ભારત માટે ક્યો દેશ વધુ ફાયદાકારક રહેશે?

આર્થિક દ્રષ્ટિકોણથી ફાયદા – ગેરફાયદા

ભારત તેની ઓઇલની જરૂરિયાતનો લગભગ ૮૮ ટકા હિસ્સો આયાત કરે છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની કુલ તેલ આયાતનો લગભગ 35 ટકા હિસ્સો રશિયાથી થયો હતો, જે નાણાકીય વર્ષ 2018માં માત્ર 1.3 ટકા હતો. યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર બાદ તે સસ્તા ભાવે તેલ વેચી રહ્યો છે, જેનો ફાયદો ભારતને મળી રહ્યો છે.

સર્ચ ગ્રુપ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના સંસ્થાપક અજય શ્રીવાસ્તવનું માનવું છે કે ભારત રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદીને વાર્ષિક 10 અરબ ડોલરની બચત કરી રહ્યું છે. બીજી તરફ, તેમનું કહેવું છે કે, ભારત અમેરિકા (વધુ નિકાસ, ઓછી આયાત) સાથે આશરે 41 અબજ ડોલરનો વેપાર સરપ્લસ ધરાવે છે. અમે અમેરિકાને લગભગ 87 અબજ ડોલરની કિંમતનો સામાન આપી રહ્યા છીએ. અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે જો ટ્રમ્પનો 50 ટકા ટેરિફ રહેશે તો ભારતની નિકાસમાં 50 અબજ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે.

ઇમેજ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રવીન્દ્ર સચદેવ પણ આવો જ મત ધરાવે છે. તેમનું માનવું છે કે અમેરિકાના ટેરિફનો એક ટકા હિસ્સો લગભગ એક અબજ જેટલો છે. જો ટ્રમ્પ 50 ટકા ડ્યૂટી લગાવે છે તો ભારતને લગભગ 50 અબજ ડોલરનું નુકસાન થશે. સચદેવ કહે છે કે, ભારતમાં માત્ર પૈસા જ નહીં, પરંતુ નોકરીઓ પણ મોટા પાયે ગુમાવી શકાય છે. ટેરિફ વધવાથી અમેરિકામાં સામાનમાં ઘટાડો થશે અને ભારતમાં વેપાર અને નોકરીઓ પર અસર પડશે.

ભારત સાથે મિત્રતા

વિદેશ નીતિના નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે નિર્ણયો માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી લેવામાં આવતા નથી, પરંતુ ભૂ-રાજનીતિ, કૂટનીતિ અને રાષ્ટ્રીય હિતોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. નિકોર એસોસિએટ્સના મિતાલી નિકોર ઇકોનોમિસ્ટનું માનવું છે કે ભારતે ટ્રમ્પના દબાણમાં આવીને નિર્ણય ન લેવો જોઇએ. સાથે જ અજય શ્રીવાસ્તવનું માનવું છે કે ટ્રમ્પના દબાણમાં આવીને ભારત રશિયા સાથેના સંબંધોને ખરાબ ન કરી શકે. “ઇતિહાસ આપણને જણાવે છે કે કટોકટીના સમયે ભારતને અમેરિકાને બદલે રશિયાએ મદદ કરી છે.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં રશિયાએ સૈન્ય હથિયારો સાથે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો સાથ આપ્યો હતો. આ સાથે જ અમેરિકાએ ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હિંદ મહાસાગરમાં ભારત વિરુદ્ધ પોતાનો 7મો કાફલો મોકલ્યો હતો. વર્ષ 1998માં પરમાણુ પરીક્ષણ બાદ રશિયાએ ભારતને શસ્ત્રો પૂરાં પાડવાનું ચાલુ રાખ્યું હતું. આ એક એવો સમય હતો જ્યારે પશ્ચિમી દેશો, ભારત પર જુદા જુદા પ્રતિબંધો લાદવામાં આવતા હતા. અજય શ્રીવાસ્તવ કહે છે, ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વાસનો પણ સવાલ છે. જરૂરી નથી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે તો અમેરિકા તેના 25 ટકા વધારાના ટેરિફને માફ કરી દેશે.

સંતુલન જાળવવાની જરૂરિયાત

ભારત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બે કે તેથી વધુ મોટા લશ્કરી અથવા રાજકીય જૂથોમાંથી કોઈ એકનો ભાગ રહ્યું નથી. ભારતે સ્વતંત્ર અને નિષ્પક્ષ વલણ અપનાવ્યું છે. અજય શ્રીવાસ્તવ કહે છે, સવાલ એ છે કે રશિયા પાસેથી ભારતને ક્યાં સુધી સસ્તું ક્રૂડ ઓઇલ મળતું રહેશે? ઓઇલ એ ખૂબ જ નાની બાબત છે. રવિન્દ્ર સચદેવનું કહેવું છે કે અમેરિકા માત્ર ભારત માટે જ જરૂરી નથી, પરંતુ અમેરિકા પણ ભારત વિના કશું કરી શકે તેમ નથી. ચીન તેના માટે સૌથી મોટો પડકાર છે.

ભારતે પોતાના વેપારને મજબૂત કરવાની જરૂર છે. સરકારે નાના વેપારીઓને પણ ટેકો આપવો જોઈએ જેથી તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવી શકે. ભારત વાર્ષિક 25 હજાર કરોડ રૂપિયાના ઝીંગા અમેરિકા મોકલે છે, પરંતુ હવે ભારતે યુકે સાથે એક કરાર કર્યો છે, જે બાદ ભારત બ્રિટનને ઝીંગા મોકલી શકશે.

Web Title: Russia vs america which country support more beneficial for india and trump or putin friendship more important as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×