scorecardresearch
Premium

જયપુર-મુંબઈ ટ્રેન હત્યા: RPF કોન્સ્ટેબલે બુરખા પહેરેલી મહિલાને બંદૂકની અણી પર ‘જય માતા દી’ કહેવા મજબૂર કરી હતી

Jaipur-Mumbai Train Killings : આરપીએફ કોન્સ્ટેબલે જયપુર મુંબઈ ટ્રેનમાં કથિત રીતે તેના વરિષ્ઠ, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકારામ મીના અને ત્રણ મુસાફરો – અબ્દુલ કાદર મોહમ્મદ હુસૈન ભાનપુરાવાલા, સૈયદ સૈફુદ્દીન અને અસગર અબ્બાસ શેખની હત્યા કરી હતી, આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

RPF constable | Jaipur-Mumbai Train Killings
આરપીએફ કોન્સ્ટેબલે જયપુર મુંબઈ ટ્રેનમાં ચાર લોકોની હત્યા કરી હતી

વિજય કુમાર યાદવ : 31 જુલાઈના રોજ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર ચાર લોકોની ગોળી મારીને હત્યા કરનાર 33 વર્ષીય રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીની બુરખો પહેરેલી મહિલા મુસાફરને ધમકી આપવા અને હુમલો કરવા બદલ પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અનુસાર, તેને બંદૂકની અણી પર “જય માતા દી” કહેવા માટે મજબૂર કરવાનો પણ આરોપ છે.”

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી રેલવે પોલીસ (જીઆરપી), બોરીવલી, કેસની તપાસ કરી રહી છે, તેણે મહિલાની ઓળખ કરી અને તેનું નિવેદન નોંધ્યું. તેને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના ટ્રેનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ચૌધરી, જેણે કથિત રીતે તેના વરિષ્ઠ, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકારામ મીના અને ત્રણ મુસાફરો – અબ્દુલ કાદર મોહમ્મદ હુસૈન ભાનપુરાવાલા, સૈયદ સૈફુદ્દીન અને અસગર અબ્બાસ શેખની હત્યા કરી હતી, આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

કોચ B-5 માં પ્રથમ ટીકા રામ મીણાની હત્યા થઈ હતી; ભાનપુરાવાલાને પણ B-5 માં ગોળી વાગી હતી; B2 માં મુસાફરી કરી રહેલા સૈફુદ્દીનને પેન્ટ્રી કારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી; અને શેખને S-6માં લઈ જઈ છેલ્લી ગોળી મારી હતી.

ચૌધરી જ્યારે કોચમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે કથિત રીતે B-3 માં બુરખા પહેરેલી એક મહિલા મુસાફરને નિશાન બનાવી હતી. મહિલાએ તપાસકર્તાઓને તેના નિવેદનમાં કહ્યું હોવાનું માનવામાં આવે છે કે, તેણે તેના પર બંદૂક તાણી તાણીને “જય માતા દી” કહેવા કહ્યું, જ્યારે તેણી બોલી, ત્યારે તેણે તેણીને મોટેથી બોલવાનું કહ્યું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાએ કથિત રીતે તેની બંદૂક દૂર ધકેલી દીધી હતી અને તેને પૂછ્યું હતું કે, “તમે કોણ છો”, જેના પગલે ચૌધરીએ તેને ધમકી આપી હતી કે જો તેણી તેના હથિયારને અડશે તો તેને મારી નાખશે.

ટ્રેનના કથિત વિડિયો ક્લિપમાં, ચૌધરી એક મૃતદેહની પાસે ઉભા રહેલો અને બોલતો સાંભળવામાં આવે છે: “…પાકિસ્તાન સે ઓપરેટ હુએ યે, ઔર મીડિયા યહી કવરેજ દિખા રહી હૈ, ઉનકો સબ પતા ચલ રહા યે ક્યા કર રહે હૈ… અગર વોટ દેના હૈ, અગર હિન્દુસ્તાન મે રહેના હૈ, તો મે કહેતા હુ મોદી ઔર યોગી, યે દો હૈ,” ચૌધરીના અવાજનો નમૂનો વીડિયો ક્લિપના અવાજ સાથે મેચ થતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોPMJAY હેઠળ ‘મૃત’ દર્દીઓની સારવાર માટે રૂપિયા 6.9 કરોડ ચૂકવાયા : CAG

આ ક્લિપ્સ અને ટ્રેનમાં મુસાફરોના વર્ણનના આધારે, ચૌધરી પર IPC કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) ઉપરાંત 302 (હત્યા), 363 (અપહરણ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અન્ય 341 (ખોટી રીતે રોકવા), 342 (ખોટી રીતે કેદ), અને આર્મ્સ એક્ટ અને રેલવે એક્ટની સંબંધિત કલમો લગાવવામાં આવી છે.

Web Title: Rpf constable jaipur mumbai train killings burqa woman threatened jai mata di forced to speak km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×