Elvish Yadav Rave Party: એલ્વિશ યાદવ પર વિચિત્ર પ્રકારની રેવ પાર્ટીનું આયોજન કરવાનો મોટો આરોપ છે. નોઈડામાં આયોજિત આ પાર્ટીમાં સાપના ઝેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ પાર્ટી માટે વિદેશી યુવતીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી. સ્ટિંગ બાદ પોલીસે આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. હાલમાં એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
5 કોબ્રા સહિત 9 જીવતા સાપ અને 20 મિલી ઝેર મળી આવ્યું
આરોપીઓ પાસેથી 20 મિલી ઝેર અને 9 જીવતા સાપ મળી આવ્યા છે. જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 દુમુહી અને એક ઘોડાની પૂંછડીવાળા સાપનો સમાવેશ થાય છે. પાર્ટીમાં નશા માટે આ સાપ અને ઝેરનો ઉપયોગ થતો હતો. હવે આ કેસમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની કલમો અને આઇપીસીની કલમ 120-બી હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પાર્ટીમાં નશા માટે આ સાપ અને ઝેરનો ઉપયોગ થતો હતો. એલ્વિશ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને આઇપીસીની કલમ 120-બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બીજેપી સાંસદ મેનકા ગાંધીના સંગઠન PFA ના એક અધિકારીને માહિતી મળી હતી
રિપોર્ટ અનુસાર મેનકા ગાંધીની સંસ્થા PFA ના એક અધિકારીને માહિતી મળી હતી કે, નોઈડાના ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીઓ થાય છે. જેમાં સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે એલ્વિશ યાદવનું નામ લીધું હતું. અધિકારીએ કહ્યું કે, તેમને માહિતી મળી હતી કે યુટ્યુબર્સ ફાર્મ હાઉસમાં વીડિયો શૂટ કરે છે. અહીં રેવ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદેશી યુવતીઓને પણ બોલાવવામાં આવે છે.
અધિકારીએ જણાવ્યું કે બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો
અધિકારીનું કહેવું છે કે એક બાતમીદારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો અને તેને રેવ પાર્ટીનું આયોજન કરવા અને સાપના ઝેરની વ્યવસ્થા કરવા કહ્યું. આ પછી, એલ્વિશ યાદવે કથિત રીતે તેના એજન્ટ રાહુલનો નંબર આપ્યો અને અમને તેની સાથે નામ લઈને વાત કરવાનું કહ્યું. આ પછી જ્યારે રાહુલ સાથે વાત કરવામાં આવી તો, તે રેવ પાર્ટી માટે તૈયાર થઈ ગયો. રાહુલે ગુરુવારે પોતાની ટીમ સાથે સેક્ટર 51માં આવેલી સેવરન હોટલ પહોંચવાનું કહ્યું. આ પછી અધિકારીએ ડીએફઓ નોઈડાને આ અંગે જાણ કરી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, જ્યારે રાહુલ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેને સાપ બતાવવાનું કહ્યું. સાપને જોયા બાદ નોઈડા સેક્ટર 49 પોલીસ અને પ્રાદેશિક વન અધિકારી દાદરીને મામલાની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ રાહુલ, તિતુનાથ, નારાયણ, રવિનાથ અને જયકરણ તરીકે થઈ હતી. આ મામલે એલ્વિશ યાદવ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.