scorecardresearch
Premium

Ayodhya Ram Mandir: રામલ્લાની મૂર્તિ હજી ફાઇનલ થઇ નથી, રામ મંદિર ટ્રસ્ટ આવી રીતે લેશે અંતિમ નિર્ણય

22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

Ayodhya Ram Mandir | Ram Mandir Ayodhya | Ram Temple Ayodhya | Ram Temple Photos | Ayodhya Ram Temple Inauguration
અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યર્કમ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાશે. (Photo – @ShriRamTeerth)

Ramlala Idol In Ram Temple OF Ayodhya: રામ મંદિર ટ્રસ્ટે મૂર્તિઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે મંદિરમાં બનાવવામાં આવી રહેલી ત્રણ રામલલ્લાની મૂર્તિઓમાંથી કઇ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે તે અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નોંધનિય છે કે, સોમવારે ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજ્યના શિલ્પકાર અરુણ યોગીરાજને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેમના દ્વારા બનાવવામાં આવેલી રામ ભગવાનની મૂર્તિને નવા મંદિર (અયોધ્યા)માં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે.

Ramlala idol | Ram temple | Yogiraj
ભગવાન રામ મૂર્તિ, યોગીરાજ

રામ ભગવાનમાં કઇ મૂર્તિ સ્થપાશે તે નિર્ણય રામ મંદિર ટ્રસ્ટ લેશે

જો કે, રામ મંદિરનું નિર્માણ કરી રહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી. ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી અને અન્ય સંતો સાથે વાતચીત કર્યા બાદ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. ટ્રસ્ટના ઓફિસ ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે ટ્રસ્ટ જે પણ નિર્ણય લેશે તે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

રામલલ્લાની નિર્મિત 3 મૂર્તિમાંથી પસંદ કરેલી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો હવે પૂરો થઈ ગયો છે. 1949થી, ભક્તો રામ લલ્લાની મૂર્તિની કામચલાઉ મંદિરમાં પૂજા – અર્ચના કરી રહ્યા છે. આ મંદિરને પણ મંદિર નિર્માણ માટે ખસેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો | રામ મંદિર માટે રામલલાની પ્રતિમાની પસંદગી, શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી 51 ઈંચની પ્રતિમા, કોણ છે યોગીરાજ?

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે જૂની મૂર્તિ હવે તહેવારોના પ્રસંગો માટે પરિસરમાં રાખવામાં આવશે. ત્રણ શિલ્પકારોએ અલગ-અલગ પથ્થરો પર અલગ-અલગ કોતરણ કરીને ભગવાન રામની મૂર્તિઓ બનાવી છે. તેમાંથી બે પ્રતિમાઓ માટેની શિલા કર્ણાટકમાંથી આવી હતી અને ત્રીજી પ્રતિમા રાજસ્થાનથી લાવેલા ખડકામાંથી બનાવવામાં આવી રહી છે.

Web Title: Ramlala idol not finalized ram mandir trust ayodhya ram temple inauguration as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×