scorecardresearch
Premium

અમૃતસર અને તિરુપતિ પાછળ રહી જશે! અયોધ્યા ધાર્મિક પર્યટનના તમામ રેકોર્ડ તોડશે – રિપોર્ટમાં દાવો

Ayodhya Ram Mandir Pran Pratistha : એક વખત એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ ગયા બાદ તે ઉત્તર પ્રદેશનું સૌથી મહત્વનું પ્રવાસન સ્થળ બની રહેશે

ayodhya tourism, Ram Mandir Pran Pratistha, ayodhya
આ ભવ્ય સમારોહમાં નેતાઓથી લઈને અભિનેતા અને સિંગર્સ સામેલ થયા હતા, જે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા

Ayodhya Ram Mandir Pran Pratistha : અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પછી દર વર્ષે ઓછામાં ઓછા 5 કરોડ પ્રવાસીઓ આ શહેરમાં આવે તેવી સંભાવના છે. આ સંખ્યા અમૃતસરના સુવર્ણ મંદિર અને તિરુપતિ મંદિર કરતા પણ વધારે છે. એક વખત એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ ગયા બાદ તે ઉત્તર પ્રદેશનું સૌથી મહત્વનું પ્રવાસન સ્થળ બની રહેશે.

બ્રોકરેજ કંપની જેફરીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં નવા એરપોર્ટ, નવીનીકરણ રેલવે સ્ટેશન, ટાઉનશિપ અને વધુ સારી રોડ કનેક્ટિવિટી સાથે 10 અબજ અમેરિકન ડોલરના રોકાણથી નવી હોટેલ્સ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ સાથેના પર્યટન પર અસર પડશે.

અમૃતસરનું સુવર્ણ મંદિર દર વર્ષે લગભગ 3.5 કરોડ લોકોને આકર્ષે છે, જ્યારે તિરુપતિ મંદિરમાં લગભગ 3 કરોડ લોકો આવે છે. વૈશ્વિક સ્તરે વેટિકન સિટીમાં દર વર્ષે લગભગ 90 મિલિયન પ્રવાસીઓ આવે છે અને સાઉદી અરેબિયાના મક્કામાં લગભગ 2 કરોડ પ્રવાસીઓ આવે છે.

જેફરીઝના જણાવ્યા અનુસાર ધાર્મિક પર્યટન હજી પણ ભારતમાં પર્યટનનો સૌથી મોટું સેગમેન્ટ છે. ઘણા લોકપ્રિય ધાર્મિક કેન્દ્રો હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવરોધો હોવા છતાં 1 કરોડથી થી 3 કરોડ પ્રવાસીઓ આવે છે. આથી વધુ સારી કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવા ધાર્મિક પર્યટન કેન્દ્ર (અયોધ્યા)ના નિર્માણથી મોટું આર્થિક યોગદાન મળી શકે છે.

આ પણ વાંચો – રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ નરેન્દ્ર મોદીને મંચ પરથી ચરણામૃત કેમ પીવડાવ્યું?

પર્યટને નાણાકીય વર્ષ 2019માં (પ્રી-કોવિડ) જીડીપીમાં 194 બિલિયન અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે અને નાણાકીય વર્ષ 2033 સુધીમાં તે 8 ટકા સીએજીઆરથી વધીને 443 બિલિયન અમેરિકન ડોલર થવાની અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં જીડીપીમાં પર્યટન સહિત સૌથી ઓછો જીડીપી રેશિયો 6.8ટકા છે. ભારતના પર્યટનને વેગ આપવા માટે અયોધ્યા એક ઉદાહરણ બની શકે છે.

અયોધ્યામાં પ્રોપર્ટીની કિંમતોમાં વધારો

જો તમે અત્યારે અયોધ્યામાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલા વળતરની અપેક્ષા રાખી શકો છો? સ્ક્વેર યાર્ડ્સના સેલ્સ ડિરેક્ટર અને મુખ્ય ભાગીદાર રવિ નિર્વાલે જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યામાં સંપત્તિના ભાવમાં 5 થી 10 ગણો વધારો થયો છે. મિલકતના પ્રકાર અને મંદિરથી અંતરના આધારે જમીન અને મિલકતોના ભાવમાં વધારો થયો છે. કિંમતમાં 2000 રૂપિયાની વચ્ચે વધ-ઘટ થઈ રહી છે. મંદિરના સ્થળથી 5-10 કિ.મી.ની અંદર આ દર પ્રતિ ચોરસ ફૂટ દીઠ આશરે 20,000 રૂપિયા છે. ઉદ્ઘાટન બાદ મંદિરના નગરમાં લાખો પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં આ કિંમતોમાં 12-20 ગણો વધારો થઈ શકે છે.

Web Title: Ram mandir pran pratistha ayodhya will break all records of religious tourism ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×