scorecardresearch
Premium

Rajasthan Election : ‘મુખ્યમંત્રી બનવું મહત્વપૂર્ણ નથી, ચૂંટણી જીતવી મહત્વપૂર્ણ છે, હું પોતે નથી જાણતો કે આગળ શું થશે’, પાયલોટનું સીએમ ગેહલોત પર નિવેદન

બંને નેતાઓ ચૂપચાપ રાજસ્થાનમાં ફરી એકવાર તેમની પાર્ટી (કોંગ્રેસ)ના શાસનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સચિન પાયલટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે રાજસ્થાનના લોકો પરંપરા તોડીને તેમની પાર્ટીને ફરીથી ચૂંટવા માંગે છે.

Sachin Pilot, Rajasthan election | assembly election | Rajasthan congress
કોંગ્રેસ નેતા સચિન પાયલટ (રોહિત જૈન પારસ દ્વારા એક્સપ્રેસ ફોટો)

Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપના બે-બે ઉમેદવારોની યાદી પણ બહાર આવી છે. પ્રાદેશિક પક્ષો પણ પોતાના ઉમેદવારોના નામ આગળ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક જૂના રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાંથી એક સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે સંબંધિત છે.

હાલમાં બંને નેતાઓ ચૂપચાપ રાજસ્થાનમાં ફરી એકવાર તેમની પાર્ટી (કોંગ્રેસ)ના શાસનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. સચિન પાયલટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે રાજસ્થાનના લોકો પરંપરા તોડીને તેમની પાર્ટીને ફરીથી ચૂંટવા માંગે છે. મુખ્યમંત્રી કોણ બનશે તેવા સવાલ પર પાયલોટે કહ્યું હતું કે પહેલી પ્રાથમિકતા ચૂંટણી જીતવાની છે.

અશોક ગેહલોત સાથેના સંબંધો વણસેલા છે

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના સચિન પાયલટ સાથેના સંબંધોમાં ખટાશ છે. ગેહલોતે તેમના પર કોંગ્રેસ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને નાલાયક અને દેશદ્રોહી પણ કહ્યા હતા. ન્યૂઝ-18 સાથે આ મુદ્દે ખુલીને વાત કરતા સચિન પાયલટે કહ્યું છે કે બંને નેતાઓ હવે એક થઈ ગયા છે. સચિન પાયલોટે કહ્યું, “મલ્લિકાર્જુન ખડગેએ મને કહ્યું, તમારે ભૂલી જવું પડશે, માફ કરવું પડશે અને આગળ વધવું પડશે. એકવાર બોલાયેલા શબ્દો ક્યારેય પાછા લઈ શકાતા નથી. આપણે તેનાથી આગળ જોવું પડશે અને આપણે એક થઈને કામ કરવું પડશે.”

“અમારા માટે, અંગત પસંદ અને નાપસંદ પાછળ રહી જાય છે જ્યારે તમારે રાજસ્થાનના લોકોને જોવાનું હોય કે જેઓ અમારી પાસેથી કંઈક અપેક્ષા રાખે છે,” પાયલટે કહ્યું.

પાયલોટે સીએમ બનવાના સવાલ પર પણ વાત કરી હતી

સચિન પાયલટ આ સમય દરમિયાન ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. સરકાર બને તો તેમને મુખ્યમંત્રી બનાવવાના પ્રશ્ન અંગે તેઓ કહે છે કે અત્યારે અમારા માટે ચૂંટણી જીતવી વધુ મહત્વની છે. પહેલા ચૂંટણી જીતો અને પછી શું થશે તે જોવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં છે. આ દરમિયાન પાયલોટે કહ્યું કે વસુંધરા રાજેને તેમની જ પાર્ટીમાં સાઇડલાઇન કરવામાં આવી રહી છે.

Web Title: Rajasthan elections important to win the elections not cm post said sachin pilot jsart import ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×