scorecardresearch
Premium

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : શું ગેહલોત અને કોંગ્રેસના નેતૃત્વમાં બધું બરાબર નથી? હજુ સુધી કેમ એક પણ યાદી જાહેર નથી કરી?

Rajasthan Assembly Elections | રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસે ઉમેદવારોની યાદી (Congress Candidate List) કેમ જાહેર કરી નથી? શું અશોક ગેહોલત (Ashok Gehlot) વિ સચિન પાયલટ (Sachin Pilot) ઝઘડો હજુ ચાલુ છે? શું કોંગ્રેસના સીઈસી (CEC) ખુશ નથી? સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન માટે કોંગ્રેસની પ્રથમ યાદી એવા ઉમેદવારોની જ હોઈ શકે છે જેમના નામમાં…

Rajasthan Assembly Elections | Congress | Ashok Gehlot | Sachin Pilot | Congress Candidate List

Rajasthan Assembly Elections | રાજસ્થાન ચૂંટણી 2023 : હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનમાં ઉમેદવારોની એક પણ યાદી બહાર પાડી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં સતત બીજી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘણા મંત્રીઓને સજાનો સામનો કરવો પડી શકે છે. બુધવારે કોંગ્રેસે રાજસ્થાનમાં ઉમેદવારોને લઈને ઉંડાણપૂર્વક વિચારણા કરી હતી પરંતુ, સાંજ સુધી કોઈ યાદી બહાર પાડવામાં આવી ન હતી. એમપી, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણાથી વિપરીત, કોંગ્રેસ રાજસ્થાનમાં ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરી શકી નથી.

સૂત્રોનું માનીએ તો, રાજસ્થાનમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબનું કારણ કેટલાક ધારાસભ્યો (મંત્રીઓ સહિત) ના નામો પર ઉદભવેલા ગંભીર મતભેદો છે. સૂત્રોએ જણાવ્યું કે, ગેહલોત ઈચ્છે છે કે તેમના તમામ મંત્રીઓને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવે. તેઓ એવું પણ ઈચ્છે છે કે, કોંગ્રેસ પાર્ટી એ 6 ધારાસભ્યોને ટિકિટ આપે, જે વર્ષ 2019 માં બસપામાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત તેઓ અપક્ષ તરીકે જીતનારા ધારાસભ્યોને પણ ટિકિટ ઈચ્છે છે. સંકટના સમયે બધાએ તેમને સાથ આપ્યો.

જો કોંગ્રેસના આંતરિક સૂત્રોનું માનીએ તો, ટોચની નેતાગીરી આવા ધારાસભ્યોને ટિકિટ આપવા માંગતી નથી જેમની આ વખતે જીતવાની શક્યતા ઓછી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસનું મૂલ્યાંકન ચૂંટણી રણનીતિકાર સુનીલ કાનુગોલુની ટીમ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વે પર આધારિત છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ ગેહલોત કાનુગોલુની ટીમ દ્વારા સૂચવવામાં આવેલા સંભવિત ઉમેદવારોના પક્ષમાં નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગેહલોતે એક મીટિંગમાં ત્યાં સુધી કહ્યું કે, તેઓ રાજસ્થાનને ચૂંટણી રણનીતિકાર કરતાં વધુ સારી રીતે જાણે છે.

કયા મંત્રીઓનું ભવિષ્ય ખતરામાં?

સૂત્રોનું માનીએ તો, જે મંત્રીઓ પર સંકટની તલવાર લટકી રહી છે તેમાં શાંતિ કુમાર ધારીવાલ, મહેશ જોશી, ગોવિંદ રામ મેઘવાલ અને શકુંતલા રાવતનો સમાવેશ થાય છે. શાંતિ કુમાર ધારીવાલ અને મહેશ જોશી કોંગ્રેસના ત્રણ નેતાઓમાં સામેલ છે જેમણે ગયા વર્ષે CLP નો બહિષ્કાર કર્યો હતો. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોતનું નામ ચાલી રહ્યું હતું અને કહેવાય છે કે, ગાંધી પરિવાર ઈચ્છતો હતો કે સચિન પાયલટ રાજ્યની કમાન સંભાળે.

કોંગ્રેસના સીઈસી ખુશ નથી

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) એ બુધવારે લગભગ 100 સીટો માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. સૂત્રોનું માનીએ તો, પેનલે આ 100 નામોમાંથી માત્ર અડધી બેઠકો પર જ મંજૂરી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની ટોચની નેતાગીરી ખાસ કરીને રાહુલ ગાંધી સ્ક્રીનીંગ કમિટીએ બાકીની સીટો માટે માત્ર એક જ નામ આપવાથી નારાજ છે. સૂત્રોએ એ પણ માહિતી આપી કે, કોંગ્રેસના ટોચના નેતૃત્વએ સ્ક્રીનીંગ કમિટીને દરેક સીટ માટે ઓછામાં ઓછા ત્રણ નામો સાથે આવવા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ અશોક ગેહલોત અને તેમની છાવણીના જોરદાર વિરોધને કારણે સ્ક્રીનિંગ કમિટી નામ રજૂ કરી શકી નથી.

ટોચની નેતૃત્વ સ્ક્રીનીંગ કમિટીથી ખૂબ નારાજ

કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓએ પાછળથી એ પણ વિચાર્યું કે, શું CEC નું કામ માત્ર સ્ક્રીનીંગ કમિટી દ્વારા તેમની સમક્ષ મુકવામાં આવેલા નામો પર “સ્ટેમ્પ” કરવાનું હતું અને સર્વેક્ષણો સહિત બહુવિધ ચેનલો દ્વારા પક્ષ દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લેવાનું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએમ અશોક ગેહલોત તેમના ધારાસભ્યો અને મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપોને કારણે ટિકિટ નકારવાના વિરોધમાં હતા.

શું ગેહોલત વિ પાયલટ ઝઘડો હજુ ચાલુ છે?

મંગળવારે દિલ્હી જતા પહેલા, સીએમ અશોક ગેહલોતે દલીલ કરી હતી કે, જો ધારાસભ્યો ભ્રષ્ટ હોત, તો તેઓએ 2020 માં તેમની સરકારને તોડવા માટે તેમને ઓફર કરેલા પૈસા લીધા હોત. તમને જણાવી દઈએ કે, 2020 માં પાયલટનો બળવો અને ત્યારબાદ ગયા વર્ષે રાજસ્થાનમાં મચેલી હલચલ હવે ગેહલોત ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

સીએમ અશોક ગેહલોતની છાવણીનું માનવું છે કે, જે ધારાસભ્યોએ તેમની સરકાર સામે બળવો કર્યો હતો તેમને ફરીથી ટિકિટ ન આપવી જોઈએ. બીજી બાજુ, પાયલોટ જૂથની દલીલ છે કે, આ પરિસ્થિતિમાં તે ધારાસભ્યો પર સમાન નિયમ લાગુ થવો જોઈએ જેમણે સીએલપી બેઠક અંગે ટોચના નેતૃત્વની સૂચનાઓનું પાલન કર્યું ન હતું. ઉમેદવારોના નામને લઈને ચાલી રહેલી ગડબડ વચ્ચે સૂત્રોએ જણાવ્યું કે, રાજસ્થાન માટે કોંગ્રેસની પ્રથમ યાદી એવા ઉમેદવારોની જ હોઈ શકે છે, જેમના નામમાં કોઈ મતભેદ નથી.

Web Title: Rajasthan assembly elections congress ashok gehlot sachin pilot congress candidate list jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×